________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૩૮ ગુણ છે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ) અને એની પર્યાય ધોળી આદિ-એ ગુણ- પર્યાયમાં એ વસ્ત્ર તન્મય છે. એ દ્રવ્ય એમાં તન્મય છે. દ્રવ્ય (નું ક્ષેત્ર) એટલામાં છે. એમ એવી રીતે સંપૂર્ણ પદાર્થ - અનંત પદાર્થ ભગવાને દીઠા છે તે કીધા. એ (પોતાના ગુણપર્યાયમાં તન્મય છે) ભગવાન કેવળજ્ઞાનમાં જાણે છે તો એ ‘દ્રવ્ય’ ગુણ-પર્યાયમાં તન્મય છે. લોકાલોકમાં તન્મય નહીં. શું કહે છે...? ભગવાન કે જે કેવળજ્ઞાનમાં ત્રણ કાળ, ત્રણ લોક દેખે છે. તો એ જે (દેખવાની ) પર્યાય છે એ પોતાના દ્રવ્ય ગુણથી ઉત્પન્ન થઈ છે. અને એ ગુણ ને પર્યાયમાં એ આત્મા તન્મય છે. ત્રણ લોકમાં એ પર્યાય તન્મય નહીં. આહા...હા...હા...! આવી વાતું ઝીણી છે બાપુ..! થોડો અભ્યાસ કરવો જોઈએ. ભાઈ! ... આહા...! આવો વખત ક્યારે મળે...! મનુષ્યભવ અનંતકાળે મળે... ! ‘ છઠ્ઠઢાળા' માં તો એમ કહ્યું છે કે નિગોદમાંથી નીકળીને ઈયળ થાય – એ બે ઇંદ્રિય-તો પણ ‘ચિંતામણિરતન ’ એ ભવને છઠ્ઠઢાળામાં કહ્યો છે. તેને (ઈયળના ભવને) ચિંતામણિ કહ્યું તો મનુષ્યપણું અને એમાં (વળી ) જૈનમાં જન્મ (થવો એ તો મહાચિંતામણિ સમાન છે.) આહા.... હા..! એમાં ભગવાનની વાણી કાને પડે (સાંભળવા મળે) એ મા દુર્લભ છે....!
-
અહીંયાં તો કહે છે કે: પટ જેમ પોતાના ગુણ- પર્યાયમાં તન્મય છે એ રીતે સમસ્ત પદાર્થદ્રવ્ય: ( પોત-પોતાના ગુણ -પર્યાયમાં તન્મય છે.) ‘આખોય પદાર્થ ‘દ્રવ્ય' નામના અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા આયત સામાન્યસમુદાય વડે રચાતો થકો દ્રવ્યમય જ છે.” – દ્રવ્યની વ્યાખ્યા કરી.. હવે ગુણોની વ્યાખ્યા કરે છે.
વિશેષ કહેશે....
Please inform us of any errors on rajesh@Atma Dharma.com