________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૩૬ હવે આ (પૂર્વોક્ત કથન) દષ્ટાંતથી દઢ કરવામાં આવે છે: – હવે એ (ઉપરોક્ત) વાત એકદમ ન સમજાય તો અમે દષ્ટાંતથી કહીએ છીએ, સમજવા માટે, એમ અમૃતચંદ્રાચાર્ય મહારાજ કહે છે. દાંત દે છે. “જેમ આખુંય પટ અવસ્થાયી (સ્થિર રહેવા) એવા વિસ્તારસામાન્ય સમુદાય વડજેમ સંપૂર્ણ પટ એટલે વસ્ત્ર, અવસ્થાયી એટલે સ્થિર. વિસ્તારસામાન્યસમુદાય વડે એટલે વસ્ત્ર જે છે એના જે ગુણો છે – વિસ્તારસામાન્ય “અને દોડતા-(વહેતા, પ્રવાહરૂપ) દોડતી પર્યાય, “એવા આયતસામાન્યસમુદાય વડે રચાતું થયું તે – મય જ છે.” વસ્ત્ર ગુણમય જ છે. વસ્ત્રના પોતાના અનંતપરમાણુના ગુણ અને એની પર્યાય – એ ગુણ-પર્યાયથી તન્મય પટ (વસ્ત્ર ) છે. સમજાણું. ...? (શ્રોતા:) કઠણ છે આ. (ઉત્તર) ભાષા તો સાદી છે. પણ હવે (એણે વસ્તુ-તત્ત્વ સમજવું પડશે ને..!) અહીંયાં તો કહે છે પટ-વસ્ત્ર- (તેમાં) સ્થિર વિસ્તારસામાન્યસમુદાય ( ગુણો ) છે. આત્મામાં જે ગુણો છે, સ્થિર ધ્રુવ છે. પટ – વસ્ત્રના ગુણો સ્થિર છે. પટનો દાખલો પછી આત્મામાં ઉતારશે. તેમ આખોય પદાર્થ દ્રવ્ય’ નામના અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા આયતસમુદાય વડે રચાતો થકો દ્રવ્યમય જ છે.” – વિસ્તારસામાન્ય અને દોડતો પ્રવાહુ-એ પટમાં – વસ્ત્રમાં એક પછી એક, એક પછી એક વચ્ચે વિન નહીં, ક્રમબદ્ધ પર્યાય થઈ રહી છે, એવા પ્રવાહરૂપ થતો આયતસામાન્યસમુદાય વડે રચાતો થકો, એ પટ (વસ્ત્ર ) પોતાના ગુણ ને પર્યાયમાં તન્મય છે. (કહે છે કેઃ) આ વસ્ત્ર, પોતાના જ ગુણ, વર્ણ ગંધ-રસ-સ્પર્શ અને પોતાની પર્યાય આ (ધોળી આદિ) એ ગુણ-પર્યાયમાં વસ્ત્ર તન્મય છે. આત્માને તે (વસ્ત્ર) સ્પર્શતું નથી, શરીરને તે સ્પર્શતું નથી. આહા. હા...! આ ક્યાંનું (વસ્તુસ્વરૂપ) આવું સોનગઢનું..? (ના) આતો ભગવાનના ઘરની આ વાત આ છે. જિનેશ્વરદેવ..! એમને (કહેલું) જે દ્રવ્ય-તત્ત્વ (સ્વરૂપ) એમણે કહેલ ગુણ અને પર્યાય (નું સ્વરૂપ) કોઈ અલૌકિક છે..!
(અહીંયાં કહે છે કેઃ ) પટ – પોતાના વિસ્તારસામાન્યસમુદાય (એટલે) ગુણો અને ક્રમે – ક્રમે થતી આયત સામાન્ય સમુદાય (એટલે ) પર્યાયો – એનાથી રચિત થતું ગુણ-પર્યાયમાં પટ તન્મય છે. વસ્ત્ર પોતાના ગુણ-પર્યાયમાં તન્મય છે. વસ્ત્ર શરીર પર હોવા છતાં વસ્ત્રનો એક પણ પ્રદેશ વસ્ત્રથી હુટતો નથી. આહા..હા.. હવે આવી વાતું..! આ તો ભગવાનની ૯૩મી ગાથા છે. હજી તો
પ્રવચનસાર' ની પહેલી ગાથા છે. “શેય અધિકાર” આ સમકિત અધિકાર છે..! અરે એને અભ્યાસ (કરવો) જોઈએ, ભાઈ ! આ તો વીતરાગની કોલેજ છે. સર્વજ્ઞભગવાન, ત્રિલોકનાથના કથનની (જ્ઞાનની) કોલેજ છે. એમાં (કોલેજમાં) થોડું ઘણું જાણપણું (અભ્યાસ) હોય તો કોલેજમાં સમજી શકે..! આહા..હા ! .
(વળી) શું કીધું દષ્ટાંત દઈને...! જેમ આ વસ્ત્ર છે. તો ગુણ છે જે – કાયમ રહેવા વાળી શક્તિઓ જે છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને (તેની) અવસ્થાઓ આ ધોળી (લાલ-કાળી) આદિ તે પર્યાય છે. એ (પર્યાય એક પછી એક થાય છે. તો એ ગુણ-પર્યાયમાં એ વસ્ત્ર તય છે. એ રીતે, દરેક પદાર્થ, એ પ્રકારે સંપૂર્ણ પદાર્થ દ્રવ્યનામક અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડ, દોડતા આયતસામાન્યસમુદાય વડે રચાતો થકો (દ્રવ્યમય જ છે). દરેક વસ્તુ પરમાણુથી માંડીને આત્મા – ભગવાનનો આત્મા અને ભગવાનની વાણી - બધા પોતાના ગુણ પર્યાયમાં તન્મય છે. વાણી જે છે તે પોતાના ગુણ - પર્યાયમાં તન્મય છે. ભગવાન સાથે વાણીનો કાંઈ સંબંધ છે જ નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com