________________
કર્મપ્રકૃતિ
૧૪
પ્રથમ વર્ગણાથી આગળ એક વીયવિભાગાધિક જીવપ્રદેશને સમુદાય તે બીજી વણાએ વીર્યાવિભાગાધિક જીવપ્રદેશને સમુદાય તે ત્રીજી વણ, એ પ્રમાણે એણિના અસંખ્યાતમે ભાગે જેટલી વર્ગણાઓ છે તેટલી (અસંખ્ય) વર્ગણ થાય ત્યાં સુધી કહેવું, અને એ વણાઓને સમુદાય તે બીજું સ્પર્ધક
ત્યાંથી આગળ પુનઃ એકવીર્યાવિભાગાધિક જીવપ્રદેશ ન હોય, તેમજ બે ત્રણ યાવતું સખ્યાત વિવિભાગાયિક જીવપ્રદેશે પણ ન હોય, પરંતુ અસખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણુ અસંખ્ય વીયૌવિભાગાધિક જીવપ્રદેશે હેય છે, તેથી એ જીવપ્રદેશને સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણ. ત્યાંથી આગળ એકેક વયવિભાગની વૃદ્ધિએ દ્વિતીયાદિ વર્ગણાઓ જ્યાં સુધી શ્રેણ્યસંખ્યય ભાગ પ્રદેશ પ્રમાણ થાય ત્યાં સુધી કહેવી, અને એ વર્ગણાઓને સમુદાય તે ત્રીજું સ્પર્ધક છે. એ પ્રમાણે અસંખ્ય સ્પર્ધકે કહેવાં. '
(ઈતિ અન્તર સહિત ર૫ર્ધક પ્રરૂપણા)
એ પ્રમાણે સ્પર્ધક પ્રરૂપણા કરીને હવે સ્થાન પ્રરૂપણ કહે છે.
મૂળ ગાથા ૯ મી.
सेढिअसंखिमेत्ताई, फडगाइं जहन्नयं ठाणं फड़गपरिवुडिअओ, अंगुलभागो असंखतमो ॥९॥
ગાથાથ–પ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણે સ્પર્ધકને સમુદાય તે જઘન્ય ચાણસ્થાન છે, અને આગળનાં (દ્વિતીયાદિ) સર્વ રોગ સ્થાનમાં અશુલના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્પર્ધકે અધિક અધિક હોય છે,