________________
આપણે ધર્મ
પાડી શકે તેટલે અંશે તેની ઉત્કૃષ્ટતા અને સફલતા લેખાય છે. અર્થાત , જીવનની સાથે નિકટ સંબંધ ધરાવી જે ધર્મ વ્યાપક એટલે કે સર્વદેશી (absolute, universal, all-sided) હોય તે સર્વોત્કૃષ્ટ. આ કસટીથી તપાસી જોતાં આપણો જ ધર્મ ઉત્તમ ઠરશે એમ આ લેખકનું માનવું છે. પણ તે અત્રે વાદવિવાદ કરી સિદ્ધ કરી આપવું એમ ઈચ્છા નથી; કેમકે એમ કરવાનું પ્રયોજન નથી, અને એમ કરવા જતાં વેદના સમયથી માંડી આજ સુધીના ગ્રન્થ ઉપર એક અર્થવિવેચક ટીકા લખવી પડે એમ છે. માત્ર, ઉત્તમ ધર્મનાં લક્ષણો આપણું ધર્મમાં છે એમ કેટલાક સામાન્ય નિર્દેશ પૂર્વક બતાવવાને અત્રે યત્ન કરવાનું છે.
૨. આપણા ધર્મને અમે “બ્રાહ્મ ધર્મઝ એવું નામ આપીએ છીએ. આ બ્રાહ્મધર્મ તે બંગાળાને “બ્રહ્મો’ નામે લોકમાં ઓળખાતે ધર્મ સમજવાનો નથી, જો કે એક રીતે એને પણ એમાં અન્તર્ભાવ તે થાય છે જ. “” એટલે વેદ, અને વેદથી પ્રવર્તે ધર્મ તે “બ્રાહ્મધર્મ.” “બ્રહ્મ” શબ્દના, વેદમાં, વેદ અને બ્રાહ્મધર્મનું તત્ત્વ –એ બે અર્થ ઉપરાન્ત બીજા ત્રણ અર્થ થાય છેઃ-(૧) સ્તુતિ; (૨) યજ્ઞ અથવા યજ્ઞનું અંતસ્તત્વ; (૩) ચરાચર વિશ્વને આત્મા. આ ત્રણ અર્થને અવલંબી બ્રાહ્મધર્મનાં ત્રણ અંગે બંધા
એલાં છે; (૧) ભક્તિ, (૨) કર્યું, અને (૩) જ્ઞાન. આ પ્રમાણે બ્રહ્મ શબ્દને અર્થે વિચારતાં જ બ્રાહ્મધર્મનાં મુખ્ય તો પણ સમજાઈ જાય છે. તો પણ એ સંબંધી કાંઈક વધારે સ્પષ્ટીકરણ થવાની જરૂર છે. બ્રાહ્મધર્મનું ઉત્પત્તિસ્થાન વેદ છે; અને “વેદ” એટલે જ્ઞાન; જે પ્રતિ એટલે શ્રવણ કરેલું તે, એ નામથી પણ ઓળખાય છે. આટલી વાત તો સર્વવિદિત છે. પણ અતિ’ એ નામનું ગૂઢ તાત્પર્ય એવું છે કે વેદપ્રતિપાદિત જ્ઞાન મનુષ્યની ગમે તેવી કલ્પનાથી ઉદ્ભવેલું નથી; પણ આ વિશ્વમાં–જગતમાં તેમજ મનુષ્ય આત્મામાં–મનુષ્ય શાંતિથી સાંભળે તો અહર્નિશ સંભળાય એવા, “શાંત અદભૂત ઊંડા કંઈ ઉચ્ચ ગાનના પુકાર’ના શ્રવણરૂપ એ જ્ઞાન છે. વેદ ઈશ્વરને પ્રકાશ છે, ઈશ્વરનું નિઃશ્વસિત છે, એમ જે કહેવાય છે તેનું મર્મ પણ તેજ અને પ્રાણના ગંભીર રૂપક દ્વારા આ રીતે જ સમજી લેવાનું છે. વળી વેદ નિય છે એમ કહેવાય છે; તેનું કારણ કે વેદપ્રતિપાદિત સત્યે નિત્ય છે, અને એ સત્ય આપણું આગળ મૂકાય તો સૈકાલિક સત્યરૂપે તે સ્વીકારી શકાય તેવાં છે. આ પ્રમાણે દેશાટાલાદિ ઉપાધિથી અનવછિન્ન સત્ય મનુષ્ય આગળ ધરીને મનષ્યના જીવનને તન્મય કરી આપવાનું સામર્થ્ય બ્રાહ્મધર્મમાં છે એમ અ અનાદિ કાળથી મનાતું આવ્યું છે, અને તે યથાર્થ છે કે કેમ એ, આ લેખ