________________
પરિચ્છેદ.
સમ્યવ-અધિકાર.
ત્રણ તાની માગણી देवेषु देवोऽस्तु निरञ्जनो मे, गुरुगुरुवस्तु मी दमी मे । धर्मेषु धर्मोऽस्तु दयापरो मे, त्रीण्येव तस्यानि भवे भवे मे ॥ १२ ॥
દેવામાં જે નિરંજન દેવ હોય, તે દેવ, ગુરૂઓમાં જે શમમવાળા ગુરૂ હેય તે અને ધર્મોમાં જે દયાધમ હોય તે-એ ત્રણે તત્વે મને પ્રત્યેક ભવે પ્રાપ્ત થાઓ. ૧૨.
ખરે ધનવાનું કેણ છે? धनेन हीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्खधनं प्रधानम् । धनी भवेदेकभवे मुखाय, भवे भवेऽनन्तसुखी सुदृष्टिः ॥ १३ ॥
જેની પાસે પ્રધાન એવું સમ્યકત્વરૂપી ધન છે, તે પુરૂષ નિધન છતાં ધનવાન છે. જે ધનવાન હોય છે, તે એક ભવે સુખી થાય છે અને સમ્યગદષ્ટિ પુરૂષ તે ભવભવ અનંત સુખવાળો થાય છે. ૧૩.
સમ્યકત્વનું અનુપમપણું.
વિઝા. सम्यक्लरत्नान परं हि रत्नं, सम्यक्वमित्रान परं हि मित्रम् । सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः, सम्यक्खलाभान परो हि लाभः ॥१४॥
રિમુવી. સમ્યકત્વના જેવું બીજું કઈ રસ નથી. સમ્યકત્વના જે બીજે કઈ મિત્ર નથી, સમ્યકત્વના જે બીજે કઈ બંધુ નથી અને સમ્યકત્વના જે બીજે કઈ લાભ નથી. ૧૪.
સમ્યગ્દર્શનની દુર્લભતા.
વિશય (૨૫ થી ૨૦). सुरेन्द्रनागेन्द्रनरेन्द्रसम्पदः, सुखेन सर्वा लभते भ्रमन्भवे । अशेषदुःखक्षयकारणं परं, न दर्शनं पावनमश्नुते जनः ॥१५॥
આ સંસારમાં ભમતે એ પ્રાણુ ઈંદ્ર, નાગે, અને નરેંદ્રની સર્વ સંપત્તિએ સુખે મેળવી શકે છે પરંતુ સર્વ દુઃખના ક્ષયનું કારણરૂપ એવું પવિત્ર સમ્યગદર્શન સહેલાઈથી મેળવી શક્તા નથી. ૧૫
* *