________________
૧. જીવનરેખા
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અ૯૫ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સવ સમજાયું છે.”૬૩
“ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે.”૬૪ “અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.”૬૫ “સિદ્ધાંતજ્ઞાન અમારા હૃદયને વિશે અવિરતરૂપે પડ્યું છે.૬ ૬
એક શ્લોક વાંચતાં અમને હજારો શસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ કરી વળે છે.૬ ૭
અહી આપેલાં આ બધાં વચને સ્પષ્ટ કરે છે કે શ્રીમદને શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે બહુ પુરુષાર્થ કરવો પડ્યો ન હતો. તેમના આત્માની નિર્મળતા સૂચવતાં આ પ્રકારનાં વચનો આપણને વિ. સ. ૧૯૪૮થી શરૂ કરી વિ. સ. ૧૯૫૮ સધી મળે છે. જે નિર્માતાને લીધે તેમને બધાં શાસ્ત્રોનું જ્ઞાન ઘણું ઝડપથી થતું હતું. અને તે ઝડપ કેવી હતી તેને ખ્યાલ આપણને તેમના—
એક શ્લોક વાંચતાં અમને હજારે શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” –એ વચન પરથી આવે છે. કોઈ એક શ્લોક તેમનાં વાંચવામાં આવે તેની સાથે જ, તેને મળતા બીજા લોક કયા કયા શાસ્ત્રમાં છે, તે તે શાસ્ત્રોમાં અન્ય શું શું આપેલું છે, તે બધાંની સમજ તથા માહિતી તેમના અંતરમાં ઊગી આવતી હતી, તેમ આ વચન સિદ્ધ કરે છે. આમ એકાદ શ્લોક વાંચવાની સાથે હજારો શાસ્ત્રો સમજાઈ જાય તેવી અદ્દભુત શક્તિવાળા શ્રીમદ્દને શાસ્ત્રજ્ઞાન કેટલું હતું, તેનું માપ કાઢવું એ નાની નાવ લઈને મહાસમુદ્ર તરવાની વાત કરવા જેવું છે.
શ્રીમદે આ વચને પિતાના પરમસખા ભાગભાઈને પોતાનું અંતરંગ જણાવવા જ લખ્યાં હતાં તેમાં કઈ પ્રસિદ્ધિ કે પ્રશંસાને હેતુ ન હતું. એ તે આપણું મહાભાગ્ય છે કે, તે તે વચન ધરાવતા પત્રો ભાગભાઈને લઈને પ્રસિદ્ધિમાં આવ્યા અને આપણને શ્રીમદના જ્ઞાનની વિપુલતા જાણવાનો લહાવો મળ્યો.
શ્રીમદ્ ગૃહસ્થાશ્રમ
શ્રીમદમાં બાળવયથી વૈરાગ્ય જોવા મળતું હતું. વીસ વર્ષની વયે જાહેર પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો હતો, છતાં કર્મોની કંઈક એવી વિચિત્રતા હતી કે તે વયે સર્વસંગ-પરિત્યાગનો
૬૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૫૭. ૬૪. એજન, પૂ. ર૬". ૫. એજન, પૃ. ૨૮૯. ૬૬. એજન, પૃ. ૨૯૧. ૬૭. એજન, પૃ. ૬૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org