________________
૪૪૦
શ્રીમદની જીવનસિદ્ધિ તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી.”૩૭
આથી જ શ્રીમદે સર્વસંગપરિત્યાગની મહેચ્છા ઘણી નાની વયથી સેવી હતી. તેઓ અંતરથી એક પછી એક વસ્તુનો ત્યાગ કરતા ગયા હતા, પણ બાહ્યથી સર્વસંગપરિત્યાગ છેવટ સુધી કરી શક્યા ન હતા, તે જ તેની કઠિનતા બતાવે છે.
તપશ્ચર્યા૩૮
બાંધેલા કર્મસમૂહને બાળવા માટે તપ એ ઉત્તમ સાધન છે. તપના બે પ્રકાર છે : બાહ્ય તપ અને આત્યંતર તપ, અનશન, ઉદરી, રસપરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયલેશ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, શાસ્ત્રપઠન, ધ્યાન, વૈયાવચ્ચ, અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારનાં આત્યંતર તપ છે.
મુમુક્ષુએ આ સર્વ પ્રકારથી તપ કરીને કર્મ સમૂહને બાળવા પડે છે. અને તે દ્વારા જ સ્વરૂપ પમાય છે. સર્વસમર્પણભાવથી ભગવાનને સેવવામાં આવે તે સ્વરૂપ પ્રાપ્તિ જલદી થાય છે. તપ વિશે શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે –
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સલૂના ચરણમાં રહેવું એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અગ્ય છે
તે સમજાય છે – સમજાતું જાય છે. એ લક્ષ અચળ થયા વિના જપ, તપ, ધ્યાન કે * દાન કેઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહિ જેવા કામના છે.”૩૯
આમ શ્રીમદની દષ્ટિએ તપ અગત્યનું છે, પણ તે સર્વ આત્માથે થવાં જોઈએ. જે તેમાં ભૌતિક સુખની લાલસા કે અન્ય કોઈ ભાવ હોય તે તેનું કંઈ મહત્વ નથી. આ જ કારણે શ્રીમદ્દે તેમના પત્રમાં બાહ્ય તપ કરતાં આવ્યંતર તપ, અને તે કરતાં પણ સાચી સમજણ વિશે ખૂબ ભાર મૂક્યો છે.
ઈદ્રિયજય૩૯
જીવનું કલ્યાણ થવા માટે મહાદિને ત્યાગ થવો જરૂરી છે. અને મનને કાબૂમાં લેવું પણ એટલું જ આવશ્યક છે. પાંચે ઇંદ્રિયમાં લાલુપતા થવાથી જીવ પ્રમાદમાં અટકી પડે છે, તેથી તેના જયને શ્રીમદે આવશ્યક માનેલ છે.
૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૯૦. ૩૮. એજન, પત્રાંક: ૭૧, ૨૯૯ વગેરે. ૩૯. “ શ્રી રાજચંદ્રનાં વિચારને ”, ૫, ૪૯. ૩૯. “શ્રીમદ રાજચંદ્ર” અગાસ આ. ૧, અંક: ૧૬૬, ૫૦૬, ૭૦૬ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org