________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ
વિશાળ અરણ્ય વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલક્તાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય ? જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા ! તે વખતના દુ:ખનું મોટા કવીશ્વરે પણ વર્ણન કરવાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અદ્યાર અટવીને વિષે આ પામર જીને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા ?
હે! ભારતભૂમિ, શું આવા, દેહ છતાં વિદંપણે વિચરતા પ્રભુના ભાર તારાથી વહન ન થયે ? જો તેમજ હોય તે આ પામરને જ ભાર તારે હળવો કરો હતો, કે નાહક તે તારી પૃથ્વી ઉપર બોજારૂપ કરી નાખ્યો.
હે ! મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી? છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યના તં ભોગ લીધે. તો પણ તું તૃપ્ત થયે નહિ ! અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તો આ દેહના જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુને તે જન્માક્તરને વિયેગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખે થઈ મારા સામું જુએ છે?
હે શાસનદેવી! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ કયાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાવનભૂત એવા પ્રભુ હતા, જેને તમે ત્રિકરણ વાગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયા કે મહાકાળે શું કરવા માંડ્યું છે તેને વિચાર જ ન કર્યો?
“હે પ્રભુ! તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કેણુ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કેમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વાપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિસ્વાર્થ બેધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન, કવિઓ અને રાજેન્દ્ર દેવ આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે ? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણ હું આપને પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચને અને આપેલું બેધબીજ મારું રક્ષણ કરે. એ જ સદૈવ ઇરછું છું. આપે સદૈવ માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહિ કરું.”
ખેદ, ખેદ અને ખેદ, એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિદિવસ રડી રડીને કાઢું છું, કંઈ સૂઝ પડતી નથી.”૩૭ ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર –જીવનકળા”, આવૃત્તિ 4, પૃ. ૨૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org