________________
શ્રીમદની છલનસિદ્ધિ ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતે નથી.” ૪૧.
ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા છે, તરે છે, અને તરશે તે સપુરુપોને નિષ્કામ ભક્તિથી નમસ્કાર”૪૨ વગેરે.
શ્રીમદનાં આવાં વચનોમાં તેમની તત્ત્વદૃષ્ટિ તથા ભક્તિ સ્પષ્ટ જોવા મળે છે. અને પત્રમાં લખાયેલાં આવાં વચનોને લીધે તે માત્ર વ્યક્તિગત ન બનતાં સર્વ જિજ્ઞાસુને માટે ઉપયોગી બની જાય છે.
આમ હોવા છતાં તેમના પત્રોમાં અંગત બાબતે આવતી જ નથી તેમ નથી. અંબાલાલભાઈ ઉપર લખાયેલા પત્રોમાં કેટલીક જગ્યાએ તેમને માર્ગદર્શન અપાયું છે, તે કેટલીક જગ્યાએ શ્રીમદે પોતાની આંતરિક સ્થિતિ કે બાહ્ય પ્રવૃત્તિને ઉપાધિયોગ સંક્ષેપમાં જણાવ્યું છે. તે સ્થળે આપણે શ્રીમદની વિચારસરણીથી વિશેષ વાકેફ થઈએ છીએ. બળવાન વ્યાવહારિક ઉપાધિગ છે, તે ભાવાર્થ આંક ૧૭૮, ૨૨૫, ૨૪૦, ૨૪૫, ૩૯૧, ૪૬૮, ૪૫૪, ૪૭૫, ૪૭૮ વગેરે નીચે અપાયેલા પત્રોમાં મળે છે. એ જ રીતે નિવૃત્તિક્ષેત્રે એકાંતમાં જવાની ઈચ્છા પણ તેમણે પત્રમાં વ્યક્ત કરી છે.૪૩
પોતાના ચિત્તની ઉદાસીનતા, પરમાર્થમાગે મૌન રહેવાની ઇચ્છા વગેરે પણ તેમણે પત્રમાં વ્યક્ત કરી છે.૪૪
આમ, તેમની કેટલીક અંગત બાબતો વિશે પણ આ પત્રોમાંથી જાણવા મળે છે, તે બીજી બાજુ વ્યવહારમાર્ગમાં તેમણે અંબાલાલભાઈને કરેલું માર્ગદર્શન પણ આ પત્રોમાં જોવા મળે છે. ગૃહસ્થપણામાં રહેલા શ્રીમને ગુરુ તરીકે માનવાથી સ્થાનકવાસી સંપ્રદાયમાં અંબાલાલભાઈ વિષે કેટલોક વિરોધ થયો હતો. તે વિષમ પરિસ્થિતિમાં અંબાલાલભાઈની સ્વસ્થતા તથા પરમાર્થ શ્રેણી બરાબર જળવાઈ રહે તેવો બોધ શ્રીમદે તેમને કર્યો હતે. અંબાલાલભાઈને ક્ષમા, ધીરજ તથા સત્યની પકડ ન છેડવાને અનુરોધ એ પત્રોમાં થયેલો જોવા મળે છે. ૪૫ વળી, એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરવો તે બોધ તેમણે ઠેકઠેકાણે કર્યો છે. સત્સંગનું માહાસ્ય પણ એટલી જ વાર સમજાવ્યું છે.
પ્રત્યેક સંવતસરીને દિવસે ગતકાળમાં થયેલી ભૂલોની ક્ષમાયાચના કરવાનું શ્રીમદ્દ ભૂલ્યા નથી. તેમણે સર્વ પરમાર્થ સ્નેહીઓને ક્ષમાપનાના કાગળો તે દિવસે લખેલા જોવા મળે છે.
આ બધા ઉપરાંત અંબાલાલભાઈ ઉપરાંત શ્રીમદે લખેલા પત્રોને મુખ્ય ભાગ રોકે છે તે મોક્ષમાર્ગ” સંબંધીનું માર્ગદર્શન, જીવનું કર્તવ્ય વર્ણવતાં વચનો તથા આત્મા, સત્સંગ, જ્ઞાની પુરુષની આજ્ઞા, કમંદોષ, કર્મની વિચિત્રતા, પંચમકાળ, શ્રદ્ધાનું બળ, સદેવ, સતગુરુ, મુમુક્ષુનાં લક્ષણે, પ્રમાદ, રાગદ્વેષની નિવૃત્તિ, જ્ઞાનદશા વગેરે વિષેની
૧. “શ્રીમદ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૨૮. ૪૨. એજન, આંક ૬૯૬.
૪૩. એજન, આંક : ૨૬૧, ૩૦૦ વગેરે ૪૪. એજન, આંક : ૨ ૪૬, ૩૦૩ વગેરે. ૪પ. એજન, આંક : ૧૯૦, ૨૪૨ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org