________________
શ્રીમદની જીવનસિદ્ધિ વસેમાં એક માસ રહ્યા પછી દેવકરણ મુનિને ખેડામાં ૨૩ દિવસ સુધી શ્રીમદ્ સત્સંગ કરાવ્યા. ચાતુર્માસ પૂરો થતાં સાતે મુનિઓ નડિયાદમાં મળ્યા. અને લગભગ દોઢ માસ સુધી અ૫ આહાર, નિહાર, નિદ્રા વગેરેનું પાલન કરી રહ્યા. તે સમયે દિવસને મોટો ભાગ શાસ્ત્રવચનમાં તથા શ્રીમદ તરફથી થયેલા બોધની આ પ-લે, ભક્તિ, મનન વગેરેમાં ગાળતા હતા.
નડિયાદથી લલુછ મુનિ ખંભાત તરફ જવાના હતા, અને દેવકરણજી મુનિ આદિ અમદાવાદ જવાના હતા. તેવામાં શ્રીમદ્દના મુંબઈથી ઈડર જવાના ખબર મળ્યા. તેથી અન્યત્ર વિહાર બંધ રાખી બધા મુનિઓ ઈડર તરફ ગયા. લલ્લુજી મુનિ તથા બીજા બે મુનિ વહેલા પહોંચ્યા, અને બીજા ચાર પાછળથી પહોંચ્યા. તેમને આવેલા જાણી શ્રીમદ્ સહજ ખિજાઈને કહ્યું કે તમે શા માટે પાછળ પડ્યા છે ? જે જણાવવાનું હતું તે જણાવી દીધું છે, માટે કાલે વિહાર કરી પાછા જાઓ. લલ્લુજી મુનિએ હા કહી, પછી વિનંતી કરી કે દેવકરણજી સાથેના બે મુનિઓને આપનાં દર્શન થયાં નથી, તો તેમને દર્શનની આજ્ઞા આપે, પછી અમે ચાલ્યા જઈશું. શ્રીમદે આજ્ઞા આપી. ઈડરમાં મુનિઓને સાત દિન સુધી પહાડો અને વનમાં સમાગમ કરાવ્યો. એ સમયે મુખ્યત્વે “ દ્રવ્યસંગ્રહ”ની ગાથાઓ સમજાવતા હતા, અને વૈરાગ્યની સવિશેષ વૃદ્ધિ થાય તેવો બંધ આપતા હતા.૫૧
ત્યાંથી નીકળી લલ્લુજી મુનિ બે અઢી માસ સુધી ઈડરની આજુબાજુના પ્રદેશમાં વિચર્યા. અને ત્યાંથી નડિયાદ આવી વિ. સં. ૧૯૫૫નું ચોમાસું ત્યાં જ કર્યું. મુંબઈમાં શ્રીમદ સાથે મુનિને સમાગમ થયો, તે પછી શ્રીમદ સાથેનો તેમનો પત્રવ્યવહાર વધી ગયે. પરિણામે તે ખુલી ચર્ચાનો વિષય બન્યો. અને એ વાત શ્રીમદ પાસે પહોંચી. તે વિશે
ગ્ય બોધ આપતો એક પત્ર શ્રીમદ વિ. સં. ૧૯૫૦ના વૈશાખ વદ સાતમના રોજ મુંબઈથી લખ્યો હતો.પ ૨ તેમાં પત્રાદિ લખવાની મુનિને શા માટે શાસ્ત્રમાં આજ્ઞા નથી આપી તે વિશે તેમણે સમજાવ્યું છે. અને મુનિએ કરેલા કાર્ય માટે, જોકે એ અયોગ્ય ન હોવા છતાં બીજા ખટો માર્ગ ન અપનાવે તે હેતુથી, સંઘ પ્રાયશ્ચિત્ત આપે છે તે લઈ લેવા શ્રીમદે મુનિને અનુરોધ કર્યો છે. મુનિને જે ભાવાર્થનો પત્ર લખ્યો હતો, તે વિશે તેમણે શ્રી અંબાલાલભાઈને પણ થોડા દિવસ પછી જણાવ્યું હતું. આ બંને પત્રો વાંચતાં મુનિના આચાર વિશેની શ્રીમદની ઝીણવટભરી દૃષ્ટિનો આપણને ખ્યાલ આવે છે. સાધુપણું ગ્રહણ કરનાર વ્યક્તિ પણ કેટલીક વાર ન સમજે તેટલી સમજ તેમનામાં હતી, તે આ પત્રો વાંચતાં આપણને સમજાય છે.
વિ. સં. ૧૯૫રમાં શ્રીમદના સમાગમ માટે મુનિઓ જતા, તેથી સંઘમાં તેમના વિશે વિશેષ ચર્ચા ચાલી; અને લોકો તરફથી તેમને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો. આ પરિસ્થિતિમાં બધા મુનિઓ કેવા સમભાવથી વર્તતા હતા તે વિશે અંબાલાલભાઈએ વિ. સં. ૧૯૫૩ના ફાગણ માસમાં શ્રીમદને લખ્યું હતું કે :– ૫૧. આ દિવસોનું વિગતવાર વન “ઉપદેશામૃત”ની પ્રસ્તાવનામાં,
તથા “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં મળે છે. પર. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૫૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org