________________
६२०
શ્રીમદની જીવનસિદ્ધિ “બીજું કંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજો.”૭૧
શ્રીમદની મુનિ પર આટલી બધી અસર થવાનું મુખ્ય કારણ મુનિની શ્રીમદ પ્રત્યેની અનન્ય ભક્તિ હતી. વિ. સં. ૧૯૭૨માં પિતાની વિકટ પરિસ્થિતિમાં શ્રીમદના શરણથી ઘણી શાંતિ હતી, તે જણાવતાં તેમણે લખ્યું હતું કે –
આપ અમારા વિશે ચિંતા કરશે નહિ. સદગુરુ પરમકૃપાળુ યોગીન્દ્ર પ્રભુનું શરણું છે તેને કશી વાતની કમી નથી. સર્વ વસ્તુ તેને મળી આવી છે. સદગુરુની કૃપાદૃષ્ટિ એ જ કલ્યાણ, સપુરુષની સર્વ ઇછા પ્રશંસવામાં કલ્યાણ છે, એ જ અમને આનંદ છે ! અત્યાનંદ છે !”૭૨
આમ આપણે જોઈએ તે મુનિશ્રી લલ્લુજીનું જીવન શ્રીમદના સમાગમ પછી શ્રીમદમય બની ગયું હતું. અને શેષ જીવન તેમણે તેમની ભક્તિ કરવામાં જ ગાળ્યું હતું. આને બીજે પક્ષે આપણને એ લાભ થયો કે તત્ત્વવિચારણાને લગતા, ચિંતનપ્રેરક તથા મુનિના આચાર દર્શાવતા ઘણા પત્રે શ્રીમદ્ મુનિને લખેલા તે આપણને પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્દે મુનિ પર લખેલા લગભગ ૩૩ જેટલા પત્રો હાલ મળે છે. તેમાં મોટા ભાગના પત્રો વિસ્તારવાળા છે. આવા પત્રે સેભાગભાઈ અને મુનિ સિવાય કેઈને લખાયેલા જોવા મળતા નથી.
આ પત્રમાં શ્રીમદ્દ મુનિને સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, યોગવાશિષ્ટ, આચારાંગસૂત્ર, દાસબોધ, મેક્ષમાર્ગ પ્રકાશક, શાંતસુધારસ, યોગદષ્ટિસમુચ્ચય, કર્મગ્રંથ, ગમ્મસાર, રોગપ્રદીપ, કાર્તિકેયાનુપ્રેક્ષા, પદ્મનંદી પંચવિંશતિ વગેરે ગ્રંથો વાંચવાની ભલામણ વારંવાર કરી હતી. તેમાં પણ સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન વગેરે પર વિશેષ ભાર મૂક્યો હતે.
આ પત્રમાં મુનિના આચાર વિષેની સૂકમ શાસ્ત્રીય છણાવટ પણ કેટલીક વાર જોવા મળે છે. જે વખતે લોકો મુનિ વિરુદ્ધ થયા હતા, તે સંજોગોમાં મુનિએ કઈ રીતે વર્તવું તે જણાવવા આ પત્રો લખાયેલા છે. મુનિને પત્ર લખવાની છૂટ, પંચમહાવ્રતી અગત્ય, વ્યાખ્યાન કઈ રીતે કરવું વગેરે વિષે આ પત્રોમાં જણાવ્યું છે. ૩
આમ મુનિશ્રી પર લખાયેલા પત્રોમાં ગ્રંથવાચન વિષે સમજણ, કેટલાક ગ્રંથો વિષેના શ્રીમદ અભિપ્રાય, મુનિના આચરણ વિશેનું માર્ગદર્શન, આનંદઘનજી, યશોવિજયજી આદિ કવિઓનાં પદોમાંથી અવતરણે, અન્ય ગ્રંથોમાંથી અવતરણો, શ્રીમદ્દની આંતરિક સ્થિતિને પરિચય વગેરે જોવા મળે છે. પણ તેમાં જે વિષય સૌથી મહત્ત્વનો ભાગ રોકે છે, તે તે છે, આત્મ વિષેની તાત્ત્વિક વિચારણા.
૧. “શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ, આંક, ૭૬ ૭૨. “ઉપદેશામૃત”, પૃ. ૧૧. પત્રાવલી–૧૭ ૭૩. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત, જુઓ પત્રાંક : ૨૦૭, ૫૦૧, ૭૧૬ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org