________________
૧૩. શ્રીમને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
૬૩૩ આમ લગભગ ૬૦ જેટલા પ્રકારનાં વિશિષ્ટ સંબોધનો શ્રીમદે શ્રી સોભાગભાઈ માટે જ્યાં છે.
પત્રની નીચે સહી કરતી વખતે શ્રીમદ્ મુખ્યત્વે શ્રી ભાગભાઈને નમસ્કાર કરતા. બીજી વ્યક્તિઓ ઉપરના પત્રોમાં નમસ્કાર કે દક્ત બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, ત્યારે શ્રી ભાગભાઈ ઉપરના પત્રોમાં તે ન હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. તેઓ નમસ્કાર કરતા તેમાં પણ અનેક જાતની વિવિધતા રહેલી હતી. ઉદા. “રાયચંદના પ્રણામ”, “આજ્ઞાંક્તિ રાયચંદના દંડવત”, “અભિન્ન બેધમયના પ્રણમ”, “સસ્વરૂપ પૂર્વક નમસ્કાર”, “આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર”, “પ્રેમભક્તિએ નમસ્કાર” વગેરે વિવિધ પ્રકારનાં નમસ્કાર સહી કરવાની જગ્યાએ જોવા મળે છે, તે કેટલીક વખત “આત્મસ્વરૂપના યથાગ્ય”, “શુદ્ધ સહજ આત્મસ્વરૂપ”, “બેધસ્વરૂપના યથાયોગ્ય” જેવા આત્મસ્થિતિને નિર્દેશ કરતાં દસ્કતો પણ જોવા મળે છે. આ પ્રકારની વિવિધતા બીજી વ્યક્તિઓ પરના પત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે.
પોતાના હદયના ઉત્સાહથી શ્રીમદ્દે કરેલાં વિવિધ સંબોધનો અને દતેમાં તેઓ વચ્ચેના હદયરૂપ સંબંધનો ખ્યાલ આવવા સાથે શ્રીમક્રને તેમના પ્રતિનો પૂજ્યભાવ પણ જોવા મળે છે. એ જ રીતે કેઈની પણ પાસે પોતાની આંતરિક અવસ્થા ભાગ્યે જ પ્રગટ કરનાર શ્રીમદ્દ શ્રી ભાગભાઈને ઘણું ખુલ્લા દિલથી પત્રો લખતા, અને તેમાં પોતાની પરમાર્થદશા બતાવવાની સાથે લંબાણથી તત્ત્વવિચારણું પણ કરતા; શ્રી સભાગભાઈએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી લખતા અને કઈ વખત તે સત્સંગચર્ચા ઢીલમાં પડે તે શ્રીમદ તેને માટે શ્રી ભાગભાઈને ઠપકે પણ લખતા
વિ. સં. ૧૯૫૧ આસપાસ પોતાને મોકલાયેલા “છ પદ”ના ગદ્યપત્રની નકલ યાદ રાખવામાં શ્રી ભાગભાઈને ઘણું મુશકેલી પડી, તેથી તેમણે તેનું સહેલાઈથી યાદ રહી જાય તેવું પદ્યસ્વરૂપ રચનાની માગણી શ્રીમદ્દ પાસે કરી. શ્રીમદ્દે તે પત્ર ભાવાર્થ સાચવતી
આત્મસિદ્ધિ ”ની સરળ પદ્યમાં રચના વિ. સં. ૧૯૫૨માં કરી. અને તે રચના શ્રી સુભાગ્ય આદિ મુમુક્ષુ કાજે કરી હતી, તેવો ઉલ્લેખ પણ તેમાં કર્યો.૯૯ તે જ શ્રી ભાગભાઈ માટેનું શ્રીમદ્દનું માન બતાવે છે.
શ્રીમદ્દ શ્રી ભાગભાઈ પાસે પોતાનું અંતરંગ વિશેષતાથી ખેલતા, તે કેટલાક પ્રસંગથી જણાય છે. પોતાને આત્મજ્ઞાન થયું તે બાબત તેમણે સૌ પ્રથમ શ્રી ભાગભાઈને જ જણાવ્યું હતું, એટલું જ નહિ, તે વિષે બીજાને જણાવવાની તેમની ઇચ્છા પણ નહતી. શ્રીમદ્ વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ શ્રી ભાગભાઈને લખ્યું હતું કે –
આત્મ જ્ઞાન પામ્યા એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. આટલા માટે હમણાં તે કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક ૯૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org