________________
પરિશિષ્ટ ૭. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. વિ. સં. ૧૯૭૬
શ્રીમદના એક પરમ અનન્ય ભક્ત મુનિશ્રી લધુરાજ સ્વામી તેમની ઉત્તરાવસ્થામાં જ કોઈ એકાંત સ્થળે સત્સંગ અને ભક્તિના ધામરૂપ આશ્રમ જેવું કંઈક કરી નિવાસ કરીને રહે તે ઘણા મુમુક્ષુઓને તેમના સત્સંગ-સમાગમને સારે અને સતત લાભ મળે, તેવા હેતુથી વિ. સં. ૧૯૭૬ના કારતક સુદ પૂનમે સંદેસર મુકામે એક ટીપ થઈ હતી. તેમાં રૂ. ૧૭,૪૦૨/ભરાયા. તરત જ તેની પાડોશના જંગલમાં અને આણંદ ખંભાત રેલવે લાઈનમાં આવેલા ચરોતરના અગાસ સ્ટેશનની બાજુમાં આશરે પંદરેક વીઘાં જમીન ખરીદવામાં આવી હતી. જમીનમાં ત્રણેક ઓરડીની એક ધર્મશાળા બાંધવાનું નક્કી થયું હતું. આ રીતે આશ્રમની શરૂઆત થઈ હતી.
મુનિશ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનેએ શરૂઆતમાં આ આશ્રમનું નામ “શ્રી લઘુરાજ આશ્રમ” રાખ્યું હતું. પણ પિતાનું નામ કે સ્થાપના સરખી પણ નહિ રાખવાની ઈચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને ગુરુભક્ત મુનિએ સૂચવ્યું હતું કે જેમનાથી ઘણું કલ્યાણ થયું છે અને જે સાચા ગુરુ હતા, તેમના સ્મરણરૂપે આ આશ્રમનું નામ રાખવું જોઈએ. તેથી આ આશ્રમને “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” એવું નામ આપવામાં આવ્યું હતું. આ આશ્રમને વહીવટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
આ આશ્રમમાં દાખલ થતાં ભવ્ય પ્રવેશદ્વાર છે, જેના પર મોટા અક્ષરે “ક્ષમાં એ જ મોક્ષને ભવ્ય દરવાજો છે” તેમ લખેલું છે. અંદર પ્રવેશ કર્યા પછી જમણી બાજુ એક સુંદર દેરાસરવાળું ગાન છે, તેમાં નીચે તાંબર અને ઉપર દિગંબર એમ બે જાતનાં દેરાસર છે. તથા ભેંયરામાં શ્રીમની આરસપહાણની પ્રતિમા છે, જે “ગુરુમંદિર ” તરીકે ઓળખાય છે. દેરાસરની બાજુમાં વિશાળ સભામંડપ છે, જેમાં ભક્તિ, સત્સંગ, પૂજ, સશ્રવણ આદિ નિમિત્ત સેંકડો મુમુક્ષુઓ સાથે બેસીને આત્મધર્મની સાધના કરે છે. વળી, મુમુક્ષુની સંખ્યાબળ વધતી જવાથી હાલમાં છે તેની બાજુમાં ન વિશાળ સ્વાધ્યાય હોલ બંધાય છે. તેની નીચે વિશાળ ભેરૂ પણ છે.
મુખ્ય પ્રવેશદ્વારની ઉપર બીજે માળે વિશાળ પુસ્તકાલય છે અને ત્રીજે મજલે ખુલ્લી અગાસીની વચમાં સુંદર આરસની દેરી મધ્યે શ્રીમદ્દની કાર્યોત્સર્ગની ધ્યાનમુદ્રાની પંચધાતુની પ્રતિમા છે.
ચોગાનમાં એક બાજુ બ્રહ્મચારી ભાઈઓ વસે છે, તેની બાજુમાં વ્યાખ્યાનમંદિરમાં શ્રીમનું મોટું ચિત્રપટ સ્થાપન કરેલું છે. આ વ્યાખ્યાન–મંદિરની ઉપર “શાંતિસ્થાન” છે. તેમાં પણ સુંદર ચિત્રપટની સ્થાપના છે. ત્યાં નિત્ય પ્રતિકમણ થાય છે. ત્યાંથી પૂર્વમાં શ્રી લઘુરાજ સ્વામીનો નિવાસખંડ હતો, જ્યાં સં. ૧૯૯૨ ના વૈશાખ સુદ ૮ના રોજ શ્રી લઘુરાજશ્રીને દેહોત્સર્ગ થયો હતો. અને હવે ત્યાં તેમનું ચિત્રપટ મૂકવામાં આવ્યું છે.
આ બધાની પાછળના ભાગમાં ગૃહસ્થ મુમુક્ષુઓ માટે ધર્મશાળા તથા માને છે, અને બહારગામથી આવતા મુમુક્ષુઓ માટે ભોજનાલય છે, આશ્રમથી ડે દૂર શ્રી લઘુરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org