________________
પરિશિષ્ટ
પૂ. શ્રી લલ્લુજી મહારાજ તથા છોટાલાલ મલકચંદ શાહની પ્રેરણાથી આજથી ૫૮ વર્ષ પૂર્વે વિ. સં. ૧૯૮૬ ના વૈશાખ વદ ૧ ના એક નિષ્ઠાવાન ભક્ત લીબડી નિવાસી પૂ. શ્રી મનસુખભાઈ દેવસીના સુપુત્ર પૂ. શ્રી ગીરધરલાલભાઈની આર્થિક સહાયથી વિહારભવન, આવાસો, ભારબાહય તથા આરડીઓ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ “સિદ્ધ શિલા” પણ છે. જેની ઉપર શ્રીમદની પાદુકાની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થળને પૂ. વિનોબાજીએ પણ ખૂબ પસંદ કર્યું હતું.
આ પહાડ ત પાવનભૂમિ પૈકી એક છે તે પણ એક તીર્થભૂમિ ધામ છે. ૧૯. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નરોડા. વિ. સં. ૧૯૯૮
શ્રીમદ્ રાજચંદ્રજ આ સ્થળે મુનીઓ સાથે વિ. સં. ૧૯૫૫ માં પધારેલ તેના સ્મારક રૂપે શ્રી લલ્લુજી મહારાજની પ્રેરણાથી આ મંદિર માટે અમદાવાદ પાસે નરેડામાં જમીન ખરીદવામાં આવી હતી. અને બ્રહ્મચારીજીની સૂચનાથી મંદિર બંધાવવા માટેનો ફાળે એકઠો કર્યો હતો. મુખ્ય સહાયક શ્રી જૂઠાભાઈના મોટાભાઈ, શ્રી જેસંગભાઈ ઉજમશીભાઈ અને શ્રી જ્ઞાનચંદ નાહટાજી હતા. વિ. સં. ૧૯૮ના માગશર વદ ૬ના રોજ શ્રી નાહટાના શુભ હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. અને તે જ વર્ષમાં મકાનનું બાંધકામ રૂ. ૯,૦૦૦/–ના ખર્ચે પૂરું થયું હતું. તેમાં શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી છે. ૨૦. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, દાર. વિ. સં. ૧૯૯૮
વિ. સં. ૧૯૯૮ ના કારતક માસમાં શ્રી હીરાલાલ ઝવેરી તથા શ્રી જ્ઞાનચંદ નાહટાજીની પ્રેરણાથી મંદિર માટે એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી
જ્યારે ઇન્દોર પધાર્યા ત્યારે સ. ૧૯૯૮ ફાગણ વદ ૨, ના રોજ તેમના શુભ હસ્તે શ્રીમદના ચિત્રપટની ત્યાં સ્થાપના કરવામાં આવી હતી. ૨૧, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધામણ, વિ. સં. ૧૯૯૮
સુરત જિલ્લામાં નવસારી પાસે આવેલા ધામણના મુમુક્ષુજને શ્રી લલ્લુજી મહારાજના સમાગમમાં વારંવાર આવતા હતા, તેથી તેમને શ્રીમદ્દની મહાનતા સમજાઈ હતી, અને એ મુમુક્ષુઓની સંખ્યા વધતાં, તેમને અગાસ જેવું ધામ ઊભું કરવાની ઈચ્છા થઈ હતી. ધામના એવા એક મુમુક્ષભાઈ શ્રી કાળાભાઈ ભગાભાઈની ઈરછા તીવ્ર બની. તેઓ અગાસ ગયા હતા, અને શ્રી લલ્લુજી મહારાજને આખા સંઘ સાથે ધામણ પધારી પોતાના સ્વતંત્ર મકાનમાં શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના પોતાના ખર્ચે કરી આપવા વિનંતિ કરી હતી. શ્રી લલ્લુજી મહારાજે તે સ્વીકારી હતી.
વિસં. ૧૯૮૯ના વૈશાખ સુદ ત્રીજે – અખાત્રીજે પૂ. શ્રી લલ્લુજી મહારાજ લગભગ ત્રણેક હજાર મુમુક્ષુઓ સાથે ધામણ પધાર્યા હતા, અને બે દિવસ સુધી વિશાળ મંડપમાં ભક્તિ કરાવી હતી. અને તેમણે ત્યાં ચિત્રપટની સ્થાપના કરી હતી. આ મકાનમાં પ્રત્યેક પૂર્ણિમાએ ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org