________________
૬૫૦
શ્રીમદની જીવનસિદ્ધિ અને તે મકાનનું બાંધકામ વિ. સં. ૧૯૪ના મહા માસમાં રૂ. ૧૫,૪૦૦/-ના ખર્ચે પૂર્ણ થયું. તેમાં વિ. સ. ૧૯૯૪ના માહ સુદ પાંચમના રોજ શ્રીમદના ચિત્રપટની સ્થાપના શ્રી હીરાલાલ એમ. ઝવેરી તરફથી કરવામાં આવી હતી. ૧૬, શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર, રાજકેટ, વિ. સં. ૧૯૯૫
વિ. સં. ૧૯૫૭ના ચિત્ર વદ પાંચમ મંગળવાર તા. ૯-૪-૧૯૦૧ ના રોજ પરમ પૂ.શ્રીમદ્ રાજચંદ્રનો રાજકોટમાં દેહોત્સર્ગ થશે. તેમને અગ્નિસંસ્કાર ડોસાના વડની પાસે સ્મશાનભૂમિની બાજુમાં આજી નદીને કિનારે કરવામાં આવ્યું હતું. તે સ્થળે સં. ૧૯૯૬ માં સમાધિમંદિર બાંધવાને વિચાર થતાં પેથાપુરના શ્રી હીરાલાલ ઝવેરીની પ્રેરણાથી શ્રી જ્ઞાનચંદ નાહટાજીની સખાવતથી “શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર” અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યાંની જમીન ખરીદવાનો તથા મકાન બાંધકામનો ખર્ચ રૂ. ૪,૨૦૦/- થયેલો. તેની ઉદ્દઘાટનક્રિયા જસદણ દરબારના શુભ હસ્તે તા. ૩–૪–૧૦૯ના રોજ થઈ હતી. આ પછી આ મંદિરમાં એક પબાસણ ભાઈશ્રી રેવાશંકર ડાહ્યાભાઈ સંઘવી (શ્રીમદજીના જમાઈ) તરફથી બંધાવી આપવામાં આવ્યું હતું. તેની ઉપર શ્રીમદ્ રાજચંદ્રજીના ત્રણ અવસ્થા ત્રણ ચીત્રપટની સ્થાપના, પૂ. શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજીના શુભ હસ્તે કરવામાં આવી હતી. તે મકાનની દેરીમાં શ્રીમદની પાદુકાની સ્થાપના પૂ. શ્રી બ્રહ્મચારીજીના વરદ હસ્તે સં. ૧૯૯૬ ના માહ સુદ ૧૩ તા. ૨૦-૨-૧૯૪૦ ના રોજ કરવામાં આવી હતી. તે મકાનની ઊંચાઈ ઘણી ઓછી હોવાથી યોગ્ય સુધારા-વધારા કરવા માટે સંવત ૨૦૨૨ માં શ્રીમદ્જીના પરમ ભક્ત સ્વ. શ્રી ધારસીભાઈના પુત્રીના પુત્ર મોરબીના શ્રી રસીકલાલ તથા શ્રી જમનાદાસ પી. શેઠે આસરે રૂા. ૧૦,૦૦૦ આપેલ હતા. મકાનની સંગીનતા અને બીજી જરૂરીયાતે પણ કરવામાં આવી હતી.
જ્યાં સ્વાધ્યાય ભક્તિ-ભજન દેવવંદન આદિ ક્રમ ચાલુ છે ૧૭. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સડોદરા. વિ. સં. ૧૯૯૬
શ્રી હીરાલાલ ઝવેરીએ વિ. સં. ૧૯૯૫માં સુરત જિલ્લામાં સડોદરા ગામમાં મુમુક્ષુઓ વતી આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. વિ. સં. ૧૯૯૬ના વૈશાખ સુદ ત્રીજે શ્રી જ્ઞાનચંદ નાહટાજીના હસ્તે શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી. આ મકાનના બાંધકામમાં થયેલા રૂ. ૮૦૦૦ –ના ખર્ચમાં મુખ્ય હિસ્સો શ્રી જ્ઞાનચંદ નાહટાને હતા. ૧૮. શ્રીમદ્ રાજચંદ્ર વિહાર-ભવન, ઈડર, વિ. સં. ૧૯૯૬
ભૂતકાળે આ ક્ષેત્રે ઘણા સંત-મહાત્માઓ થઈ ગયા છે. તેઓ પૈકી આજથી ૮૭ વર્ષ પૂર્વે પણ આશ્ચર્યની પ્રતિમારૂપ “યુગ પુરૂષ સજીવનમૂર્તાિ એક અદ્વિતીય સત્પરુષ થઈ ગયા, “શ્રીમદ્ રાજચંદ્રદેવ”.
શ્રીમદ પિતાની હયાતીમાં ઈડરના ઘંટિયા પહાડ ઉપર વિચરેલા, ત્યાં હાલમાં એક સુંદર ધામ બનાવેલ છે, અને ત્યાં જાત્રાળુ મુમુક્ષુઓને રહેવાની સારી વ્યવસ્થા પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org