Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 672
________________ ૬૫૩ પરિશિષ્ટ ૨૫. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, કાવિઠા. વિ. સ. ૨૦૦૪ | મુનિ લલ્લુજી મહારાજની પ્રેરણાથી શ્રીમદ્દ જ્યાં ત્રણ વખત રહેલા હતા, તે કાવિઠામાં મંદિર બંધાવવા માટે મુમુક્ષુ ભાઈઓએ વિ. સં. ૧૯૮૫માં જમીન ખરીદ કરી હતી. વિ. સં. ૧૯૯૩ના ચિત્ર સુદ પાંચમે શ્રી હીરાલાલ ઝવેરીના શુભ હસ્તે ત્યાં ખાતમુહૂર્ત થયું હતું અને વિ. સં. ૧૯૯૮માં રૂ. ૫૧,૦૦૦-ના ખર્ચે બાંધવામાં આવેલા મંદિરનું કામકાજ પૂરું થયું હતું. વિ. સં. ૨૦૦૪માં વૈશાખ સુદ ૧૩ના રોજ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અ. સી. સદગુણાબહેન નાહટાજીના શુભ હસ્તે શ્રીમદુની પ્રતિમાની સ્થાપના થઈ હતી. તે સાથે પ્રભુશ્રી – શ્રી લઘુરાજ સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી સોમાભાઈ પ્રભુદાસના શુભ હસ્તે થઈ હતી. આ મંદિરમાં બીજે મજલ શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ તથા શ્રી મલિનાથ આદિ તીર્થંકરદેવની ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ર૬. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રકાશ મંદિર, વવાણિયા વિ. સં. ૨૦૦૮ શ્રીમને સાત વર્ષની ઉંમરે સ્મશાન ભૂમિનાં જે બાવળના ઝાડ ઉપર જાતિસ્મરણજ્ઞાન થયું હતું, તે જગ્યા રાજકોટના શ્રી રસિકલાલ ત્રંબકલાલ મહેતાએ વેચાતી લઈ ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રકાશ મંદિર બંધાવ્યું છે. તેમાં વિ. સં. ૨૦૦૮માં કાર્તિકી પૂનમે પાદુકાજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વિ. સં. ૨૦૨૦ના આસો વદ ૮ થી શ્રીમદ્ રાજચંદ્રજીની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ૨૭, રાજગૃહ વનક્ષેત્ર, ઉત્તરસંડા. વિ. સં. ર૦૧ર વિ. સં. ૧૯૫૪માં ઉત્તરસંડાના વનમાં શ્રીમદ્દ થોડો વખત નિવૃત્તિ માટે શ્રી ધનવંતરીના બંગલામાં રહ્યા હતા. ને તે સ્થળનું નામ તેમણે વનક્ષેત્ર આપેલ હતું ત્યાં તેમના નામે એક સ્મારક ઉભું કરવાની ઈચ્છાથી નારના વતનીઓએ ત્યાં જગ્યા ખરીદી હતી. તે પછી બેંગલોરના મુમુક્ષુઓ તથા શ્રી જ્ઞાનચંદ નાહટાજી તથા શ્રી હીરાલાલ ઝવેરીએ મળીને ત્યાં મંદિર બંધાવ્યું હતું, અને વિ. સં. ૨૦૧૨ની કાર્તકી પૂર્ણિમાએ ત્યાં શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના કરી હતી. ૨૮. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, પી (દક્ષિણ ભારત) વિ. સં. ૨૦૧૭ જેને, અને વૈષ્ણવોનું પ્રાચીન તીર્થધામ આ કંપી, મૈસૂર રાજ્યના બેલ્લારી જિલ્લામાં “શું તકલ-હુબલી” રેલવે લાઈનના હોસ્પેટ સ્ટેશનથી સવા સાત માઈલ દૂર છે. આવવા જવા માટે એસ.ટી. બસ સર્વિસની પૂરતી સગવડ છે. હરિયાળ પ્રદેશ અને અતિહાસિક પુરાતત્ત્વ-સામગ્રી વિશ્વભરના યાત્રિકોને અહીં ખેંચી લાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704