Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 674
________________ પરિશિષ્ટ ૬૫૫ આ ઉપરાંત ત્યાં આશ્રમમાં મુમુક્ષુઓને રહેવાની સગવડ છે, અને નિયમિત રડું પણ ચાલે છે. ૩૦, શ્રીમદ રાજચંદ્ર મંદિર, વટામણ વિ. સં. ૨૦૨૩ વટામણ ભાલ પ્રદેશમાં ધોળકા તાલુકામાં ૩૦૦૦ વસ્તીવાળું નાનકડું ગામ છે. તે ગામના વેલાણું કુટુંબમાં શ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રીજી)ને જન્મ સંવત ૧૯૧૦ ના અશ્વિન વદ ૧ ના રોજ થે હતે. તેઓ શ્રી દેવકરણજી સાથે સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ખંભાત સંઘાડામાં સંવત ૧૯૪૦ દિક્ષિત થયા હતા. પેથાપુરનિવાસી શ્રી હીરાલાલ એમ. ઝવેરીએ શ્રી લઘુરાજસ્વામીના સ્મારકરૂપે તેઓશ્રીની જન્મભૂમિ વટામણમાં શ્રીમદ્ રાજચંદ્ર મંદિર બંધાવવા સંકલ્પ કરેલો અને તે માટે સંવત ૨૦૦૦ માં શ્રી ગુલાબચંદભાઈના હાથે ખાતમુહુર્ત કરાવી પાયા પૂરેલા. ત્યાર બાદ શ્રી નાર મુમુક્ષુ મંડળ તથા શ્રી કાવિઠાના કેટલાક મુમુક્ષુઓએ સારી એવી રકમ ખચીને બે મજલાનું સુંદર આલીશાન મંદિર પૂ. ભાઈશ્રી મણિભાઈ રણછોડભાઈની પ્રેરણાથી તેમ જ તેમના માર્ગદર્શન પ્રમાણે બાંધ્યું છે. આ મંદિરમાં ૫. કુ. દેવ શ્રીમદ રાજચંદ્ર તથા શ્રી લઘુરાજસ્વામીનાં ચિત્રપટની સ્થાપના સં. ૨૦૨૩ આસો વદ ૧ ના રોજ કરી હતી. ૩૧, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, ઘાટકોપર, મુંબઈ વિ. સં. ૨૦૨૪ વિ. સં. ૨૦૨૪, ઈ. સ. ૧૯૬૭માં શ્રી પ્રેમચંદભાઈ કોઠારીના વિશેષ પ્રયત્નથી અને અનેક મુમુક્ષુઓના સહકારથી આ વિશાળ, ભવ્ય, બહુજને પગી અને સુંદર સંસ્થા અસ્તિત્વમાં આવી. કુલ લગભગ ૧૧૦૦ મુમુક્ષુઓ એકસાથે સ્વાધ્યાય-ભક્તિને લાભ લઈ શકે તેવી વ્યવસ્થા છે. પરમકૃપાળુદેવનાં વિવિધ અવસ્થાનાં ચિત્રપટ, આત્મસિદ્ધિ તથા તે લખતી વખતનું મોટું ચિત્રપટ, તેમ જ શ્રીમદ્જીનાં ઘણું સુવાક્યો ઉપરાંત લગભગ શ્રી મહાવીરસ્વામી તથા શ્રી લઘુરાજસ્વામીના ચિત્રપટેનું સ્થાપન કરવામાં આવેલ છે. દરેક પૂનમ, રવિવાર તથા અન્ય પર્વના દિવસોમાં સ્વાધ્યાય-ભક્તિનો કાર્યક્રમ નિયમિત્તપણે ગોઠવવામાં આવે છે, જેને અનેક મુમુક્ષુઓ લાભ લે છે. સંસ્થાના વ્યવસ્થાપકોની ઉદાર દૃષ્ટિને લીધે છેલ્લાં દસ વર્ષમાં આ સંસ્થાઓ ઘણી પ્રગતિ સાધી છે, જે સૌને માટે ખરેખર આનંદનો વિષય છે. કર. શ્રીમદ્ રાજચંદ્ર ગુરૂ મદિર, બેંગલોર, વિ. સં. ૨૦૨૪. જેન ટેમ્પલ સ્ટ્રીટ, વીર પુરમ મંદિર આજથી આસરે ૨૦ વર્ષ ઉપર શ્રી જ્ઞાનચંદ નાહટા સાહેબની પ્રેરણા તથા આર્થિક સહાયથી નિર્માણ થયેલ હતું તેમાં શ્રીમદ્ રાજચંદની પ્રહ્માસન મુદ્દાન” તથા શ્રી લઘુરાજજીનું ચિત્રપટ ઉતરાસંડાવાલા અ.સૌ. સુર્વણાબહેન નાહાટાના શુભ હસ્તે સ્થાપના કરવામાં આવી હતી અહી ભક્તિ વી. નીયમીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704