Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 675
________________ શ્રીમદની જીવનસિદ્ધિ ૩૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સુરત. વિ. સં. ૨૦૩૩ આ આશ્રમ સુરતમાં શહેરની બહાર રેલ્વે ટ્રેક ઉપર શ્રી મનહરલાલ ગોવર્ધનદાસ કડીવાળાની પ્રેરણું તથા સહાયથી નિર્માણ થયું છે જગ્યા વિશાળ છે તેમાં દાખલ થતાં એક ગુરૂમંદિર ખાજમાં સમક્ષભાઈઓ રહી શકે તેવી ધર્મશાળા તથા ભેજનાલયની સગવડતા છે. શ્રી મનહરલાલ કડીવાળાને બંગલો પણ અંદર છે અને તેઓ અંદર રહે છે. અને આ મંદિરની વ્યવસ્થા કરે છે. સ્વાધ્યાય તથા ભક્તિને કાર્યક્રમ નિયમિત થાય છે. ૩૪. શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય હેલ, મુંબઈ, વિ. સં. ૨૦૩૫ સન ૧૯૭૯ માં મુંબઈ– ચોપાટી, વાલકેશ્વર – મહાલક્ષમી વિસ્તારમાં રહેતા. સ્વ હિતાર્થે મુમુક્ષુ ભાઈઓએ ધર્મ આરાધના થાય તેવા હેતુથી એક સ્થળ તે વિસ્તારમાં નિર્માણ થાય તેવું વિચાર્યું અને તેથી કેટલાક ભાઈઓએ ભક્તિને માટે ખાનગી પોતાના ઉપયોગ માટે એક બ્લોક સાગર વિહાર સાતમે માળે ૪૫, કુળપતિ મુન્શી માર્ગ ચોપાટી ખરીદી, એ સ્વપ્ન સિદ્ધ કર્યું. જ્યાં કૃપાળુદેવ ઉપરાંત શ્રી લઘુરાજજી તથા બ્રહ્મચારી શ્રી ગોવર્ધનદાસજીનું ચિત્રપટ મુકવામાં આવેલ છે. અને દરરોજ સવારે તે ખુલે છે. દર્શનાથીઓ આવે છે. ભક્તિ, કરે છે. દર રવિવારે સવારે ૯ થી ૧૧ સ્વાધ્યાય ભક્તિ થાય છે. ૩૫, શ્રી રાજ- ભાગ સસંગ મંડળ-સાયલા (સૌરાષ્ટ્ર) ૨૦૪૧ ઉપરોક્ત સંસ્થા દ્વારા શ્રી રાજ-ભાગ આશ્રમનું ઉદઘાટન વિ. સં. ૨૦૪૧ના આહ માસમાં તા. ૨૨-૨-૮૫ના રોજ આદરણીય શ્રી લાડકચંદભાઈ વોરાની પ્રેરણાથી અને મુંબઈ અને બીજા સમગ્ર મુમુક્ષુઓના આથીક સહકારથી થયેલ છે. પરમકૃપાળુદેવના પરમસખા શ્રી સોભાગભાઈના જન્મસ્થળમાં આકાર પામેલો આ આશ્રમ સૌને સાધનાની તથા રહેવા જમવાની સુંદર સગવડ પૂરી પાડે છે, તેવી આશા ઉદ્દઘાટન સમયના વાતાવરણને જોતાં સૌના દિલમાં ઊપજી છે. આશ્રમમાં વિવિધ વિભાગે ઉપરાંત શ્રી જિનમંદિર અને સ્વાધ્યાય હોલ-બનાવેલ છે. જેમાં કપાળદેવ, સભાગભાઈ તથા શ્રી લઘુરાજસ્વામીનાં ત્રણ-મેટા ચિત્રપટની સ્થાપના થયેલ છે. નૅશનલ હાઈવેને તદ્દન નજીક આવેલ હોવાથી. અવરજવર કરતા અનેક મુમુક્ષુઓ આ સંસ્થાને લાભ લેશે તેવી પ્રાજકની ભાવના છે. સાયલા બહારના તથા પરદેશના મુમુક્ષુઓએ પોતાના ખર્ચ આવાસ બાંધી સંસ્થાને અર્પણ કરેલ છે જેથી બહારથી આવનાર બીજી મુમુક્ષુઓ તેને સારો લાભ લે છે અને એ એક તીર્થ બની રહેલ છે. ૩૬. શ્રીરાજમંદિર, ગઢ શિવાણા, વિ. સં. ૨૦૪૧ આ ગામના વતનીઓએ દક્ષિણમાં વસવાટ કરેલ પણ અગાસમાં રહી આરાધના કરતા હતા તેવા ભાઈઓની ભાવનાથી આવું એક મંદિરનું નિર્માણ થયેલ છે. નીચે ભેાંયરામાં મંદિર છે તેમાં તિર્થંકરની આરસની પ્રતિમાઓ છે. ઉપર શ્રીમદનું ચિત્રપટ તથા સ્વાધ્યાય હોલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704