________________
૨e
પરિશિષ્ટ ૧૧. શ્રી સુબોધ પુસ્તકાલય, વ. વિ. સં. ૧૯૮૭
પેટલાદ પાસે વસમાં શ્રીમદના અનુયાયીઓએ મળીને એક મકાન વિ. સં. ૧૯૮૭માં રૂ. ૮૦૦/-ની કિંમતે ખરીદ્યું. એમાં સ્વ. ભાઈલાલ જગજીવનભાઈના શુભ હસ્તે શ્રીમદ્દની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. શ્રીમદ રાજચંદ્રજી સં. ૧૯૫૪ માં અત્રે પધારેલ તેના સ્મારક રૂપે આ શ્રી સુબોધ પુસ્તકાલયનું નિર્માણ કરેલ હતું. ૧૨. શ્રીમદ રાજચંદ્ર મંદિર, નાર. વિ. સં. ૧૯૮૭
શ્રી લક્ષમીચંદજી, શ્રી ચતુરલાલજી તથા શ્રી નરસી રખજી આદિ મહારાજના વતનમાં શ્રી લલ્લુજી મહારાજની પ્રેરણાથી આણંદ-ખંભાત રેલવેલાઈન પર આવેલા નાર નામના ગામમાં વિ. સં. ૧૯૭૪ના માહ સુદ બીજના રોજ મંદિર બાંધવાની શરૂઆત થઈ હતી. તે વર્ષનું તેમનું ચોમાસું નારમાં થયું હતું. વિ. સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ત્રીજે તેમાં શ્રીમના ચિત્રપટની સ્થાપના શ્રી લઘુરાજજી મહારાજના શુભ હસ્તે થઈ હતી. મંદિર બંધાવવામાં મુખ્ય આર્થિક સહાયક શ્રી રણછોડભાઈ લખાભાઈના સુપુત્ર સર્વશ્રી મણીભાઈ તથા શ્રી રામજીભાઈ હતા. ૧૩, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર તથા શ્રી સુબેધક પાઠશાળા કલેલ, વિ. સં૧૯૮૮
પૂજ્ય પિોપટલાલભાઈ મોહકમચંદ શાહ (ભાઈશ્રી)ની પ્રેરણાથી તેમના ધમ મિત્ર શ્રી માણેકલાલ પ્રેમચંદની સ્વદેશી મિલના એક અલાયદા હોલમાં કૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના કરી હતી. ભાઈશ્રી અવારનવાર ત્યાં જતા હતા. સ્વાધ્યાય ભક્તિ થતી હતી. તેની માલીકીની મિલ તથા ચાલી વડવા આશ્રમને અર્પણ કરી હતી. તેનું વાર્ષિક ભાડું રૂ. ૮૦,૦૦૦ હાલમાં આવે છે. જેથી વડવા, ઈડર અમદાવાદની સંસ્થાને આર્થિક સહાય થઈ રહી છે. ૧૪, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, આહાર. વિ. સં. ૧૯૯૩
શ્રી લલ્લુજી મહારાજની ઉપસ્થિતિ દરમ્યાન અને પ્રેરણાથી વિ. સ. ૧૯૧માં સર્વ મુમુક્ષભાઈઓએ રાજસ્થાનમાં આવેલા આહારમાં મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો. વિ. સં. ૧૯૯૧માં ચૈત્ર માસ પછી મકાન બાંધવાની શરૂઆત કરવામાં આવી અને વિ. સં. ૧૯૯૩ના જેઠ સુદ તેરસના રોજ શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીના શુભ હસ્તે શ્રીમદ્દના ચિત્રપટની રથાપના કરવામાં આવી હતી. હાલમાં આ મંદિર ફરીથી બંધાયું છે, અને તેમાં શ્રીમદની આરસની પ્રતિમાની સ્થાપના વિ. સં. ૨૦૨૦ માં થઈ હતી. તેને ઉત્સવ વિ. સં. ૨૦૨૩માં ઊજવાયો હતે. ૧૫. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ભાદરણ, વિ. સં. ૧૯૯૪
વિ. સં. ૧૯૨ના કાર્તકી પૂનમે બોરસદ પાસે આવેલા ભાદરણમાં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” બાંધવાનું નક્કી થયું. તેનું ખાતમુહર્ત વિ. સં. ૧૯૯૩ના પિષ માસમાં થયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org