________________
પરિશિષ્ટ ૧
શ્રીમના મંદિરે આશ્રમ તથા જ્ઞાન પ્રચારક મંડળો ૧, પરમકૃત પ્રભાવક મંડળ, ઝવેરી બજાર, મુંબઈ, વિ. સં. ૧૯૫૬
વિ. સં. ૧૫૬માં શ્રીમદ્દ વઢવાણ કેમ્પમાં રહ્યા હતા તે વખતે તેમને એ વિચાર આવ્યો હતો કે જ્ઞાનપ્રચારનું કંઈક કામ થઈ શકે તો સારું. તેમના ગુણાનુરાગી મુમુક્ષુઓએ એમની એ ઈચ્છાને વધાવી લીધી અને થોડા જ દિવસમાં લગભગ રૂા. ૯,૦૦૦-ને ફાળે કરી તે રૂપિયા શ્રીમદને અર્પણ કર્યા. બીજા છેડા દિવસ જતાં તે કાળો રૂા. ૧૪૦૪૨/થયા. શ્રીમદ્દે તે સર્વ શ્રી રેવાશંકર જગજીવનની પેઢી પર મોકલી આપ્યા. સંવત્ ૧૯૭૨ની આખરે તે ભંડોળ રૂ. ૨૫,૩૬૪નું થયું હતું. અને આ જ્ઞાનપ્રચારનું કામ કઈ રીતે કરવું તે વિષે યોજના ઘડાવા લાગી. આ સંસ્થાનું નામ શ્રીમદ્રની ઈચ્છાનુસાર “પરમકૃત પ્રભાવક મંડળ” રાખવામાં આવ્યું. લોક સમૂહમાં ઉત્કૃષ્ટ જ્ઞાનનો પ્રચાર ફેલાવો કરનાર એમ, એ નામને ભાવાર્થ વિચારવામાં આવ્યા હતા.
પણ આ સંસ્થા વિશે કોઈ નકકર યેજના ઘડાય, તે પહેલાં તો શ્રીમદની લથડેલી તબિયત વિશેષ લથડી અને વિ. સં. ૧૯૫૭માં તેમને દેહવિલય થયે. તે પછી જેના ભંડારોના અસલ પુસ્તક મેળવી ભાષાંતર કરવાનું કામ બની શકે તેમ નહિ હોવાથી શ્રી વીતરાગકૃતના સિદ્ધાંત પૈકી, ન્યાય અને તત્વવિષયક ગ્રંથની પ્રસિદ્ધિ હિંદી અનુવાદરૂપે દ્વિમાસિક દ્વારા શરૂ થઈ. પાછળથી દ્વિમાસિકને બદલે ગ્રંથશ્રેણું પ્રગટ કરવાનું શરૂ થયું. આ પ્રમાણે પ્રગટ થતાં પુસ્તકોની શ્રેણીને “રાજચંદ્ર જન શાસ્ત્રમાળા” એવ' નામ આપવામાં આવ્યું હતું. આ શાસ્ત્રમાળામાં બીજા અનેક પુસ્તકોની સાથે શ્રીમદના સાહિત્ય તથા પત્રોનું પ્રકાશન વિ. સં. ૧૯૬૧માં “શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયું. શરૂઆતમાં આ મંડળને શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા તરફથી ઘણુ સહાય મળી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા રેવાશંકરભાઈ જગજીવનદાસ એ બે આ મંડળના ટ્રસ્ટી હતા. બંનેની હયાતિ બાદ ભાઈશ્રી મણીલાલ રેવાશંકર ટ્રસ્ટી તરીકે વ્યવસ્થા સંભાળતા હતા. ત્યારબાદ સં. ૨૦૧૪ માં શ્રીમદ્જીને ગુણાનુરાગી સંસ્થા વ્યવસ્થા સંભાળ તે યુગ્ય થાય, એવા વિચારથી સમગ્ર વ્યવસ્થા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસને સોંપી. અને હાલમાં તેને વહીવટ શ્રીમદ રાજચંદ્ર જૈન અગાસના ટ્રસ્ટીઓ કરે છે. ૨. શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સુબેધક પાઠશાળા, ખંભાત. વિ. સં. ૧૯૫૬
વિ. સં. ૧૯૫૬માં શ્રીમદ ખંભાત આવ્યા હતા ત્યારે તેમની પ્રેરણાથી આ પુસ્તકાલયની સ્થાપના થઈ હતી. શરૂઆતમાં કુમારવાડામાં મકાન ભાડે રાખવામાં આવ્યું હતું. અને વિ. સં. ૧૯૬૮માં બીજું મકાન લોંકાપરીમાં બાંધી, ત્યાં આ વદ પાંચમે પુસ્તકાલય લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org