________________
૧૪. વિહંગાવલોકન શુષ્કજ્ઞાની કે ક્રિયાજડ થઈ જાય છે. એ બંને સામે લાલબત્તી ધરી શ્રીમદ્દ ભક્તિમાર્ગનું પ્રાધાન્ય સમજાવે છે, અને પોતાને લાધેલા અનુભવને પરિણામે તેની શ્રેષ્ઠતા પણ બતાવે છે. પિતાના આધ્યાત્મિક મંથનના ફળરૂપે શ્રીમદ્દને આ સત્ય લાધ્યું હતું, અને તે તેમણે જગત સમક્ષ મૂક્યું.
આમ શ્રીમદે વીસ વર્ષની વયે જાહેર ક્ષેત્રનો ત્યાગ કર્યો હતો, પણ તેથી કંઈ જગતનું હિત કરવાની તેમની બુદ્ધિ ઓછી નહોતી થઈ, બલકે વિશેષતા પામી હતી. તેમની હયાતી દરમ્યાન શ્રીમદે બહુ ઓછી વ્યક્તિઓને પોતાના અંગત પરિચયમાં રાખી હતી, તેનું કારણ તેમની પરમાર્થ પ્રત્યેની પ્રીતિ અને વર્તત કર્મોદય હતો. તેથી તે સમયે આ બધું કાર્ય કરવા છતાં, ધર્મનાં સાચાં મૂલ્ય જણાવવા છતાં, પ્રકાશમાં આવ્યા ન હતા. જો કે તેમને તેવી ખેવના પણ ન હતી! પણ જેઓ તેમના પરિચયમાં આવ્યા હતા, જેમને તેમની સાચી ઓળખાણ થઈ હતી, તેમને શ્રીમદ્દના કાર્યનું અને તેમની પ્રતિભાનું મૂલ્ય સમજાયું હતું. તેથી તેમની હયાતી બાદ જનતાને તેમની સાચી ઓળખ આપવાનું કાર્ય તે સર્વેએ ઉપાડી લીધું, તે કાર્ય વિવિધ રીતે શરૂ થયું.
શ્રીમદૂના લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ, શ્રી અંબાલાલભાઈ વગેરેની મદદ લઈ શ્રીમદનું સઘળું સાહિત્ય તથા પત્રો ઘણું પરિશ્રમથી એકઠાં કર્યા. અને તે સર્વ વિ. સં. ૧૯૬૧માં, શ્રીમદના અવસાન પછી ચાર વર્ષે, “પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી “શ્રીમદ્ રાજચંદ્ર” નામના ગ્રંથમાં પ્રગટ કર્યું. આમ શ્રીમદ્દનું સાહિત્ય પ્રકાશિત થતાં તેમની ઉચ્ચ ગુણવત્તાથી લોકો આકર્ષાયા અને તેમના જીવનનું તથા સાહિત્યનું મૂલ્ય સમજવા લાગ્યા. આ ગ્રંથ વિશે આચાર્ય આનંદશંકર ધ્રુવે, વિ. સં. ૧૯૭૩ની કાર્તકી પૂર્ણિમાએ, “રાજ જયંતી” નિમિત્તે વઢવાણ કેમ્પમાં કહેલું કે –
“શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે છે તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વિના રહે નહિ. એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણું વહ્યાં કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મવિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. ”૬
અમદાવાદમાં પર્યુષણ થાનમાળામાં શ્રીમદ રાજચંદ્ર વિષે બોલતાં શ્રી રસિકલાલ પરીખે જણાવ્યું હતું કે –
આ લખાણો એવા રવરૂપનાં છે કે જેમાં મેં અન્ય કોઈને વિષે જયાં જયાં નથી. કોઈ દહીની પિતાની આત્મસાધનાની આવી રજનીશી, જેમાં આત્મજ્ઞાનની ધગશ, તે તરફ થતી પ્રગતિ, તેમાં આવતાં વિદનો, ચમત્કાર સમા સાક્ષાત્કારો આવી સળંગ રીતે મળતા હોય, તેવી મારા જેવામાં નથી આવી! આત્મા છે કે નહિ, પુન જેમ છે કે નહિ, મોક્ષનું સ્વરૂપ કેવું છે, આત્મા પૂર્ણ સ્વરૂપને પામે તે પહેલાં કયાં કયાં અવસ્થાન્તરે પામે – આ પ્રશ્નોનું અનુભવી શૈલીએ થતું વિવરણ “શ્રીમદ રાજચંદ્ર'માં જોયું.” ૬. “શ્રીમની જીવનયાત્રા”, પૃ. ૧૫૩. છે. “શ્રીમદ્ રાજચંદ્ર ઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org