Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 657
________________ ૧૩૮ શ્રીમદના જીવનસદ્ધિ શ્રીમદે મેહના ઘરમાં રહીને જ મહિને જર્જરિત કર્યો ! એ તો એમના જેવા અપવાદરૂપ અસાધારણ ઓલિયા ધીર પુરુષો જ કરી શકે !” આમ શ્રીમદનું જીવન સંસારી હોવા છતાં ધર્મસાધના પાછળ જ વ્યતીત થતું હતું. આથી તેમનું પરિચિત વર્તુળ પણ આધ્યાત્મિક બાબતોમાં રસ ધરાવનાર વ્યક્તિઓનું બનેલું હતું. સંસારના રસિયા છો તે તેમની પાસે ટકી પણ શકતા નહિ, કારણ કે તેમને તે કેવળ પરમાર્થની જ લગની લાગી હતી. અને તે લગની તેમના પત્રોમાં તથા અન્ય સાહિત્યમાં પણ જોઈ શકાય છે. તેઓ નિવૃત્તિ માટે મુંબઈની બહાર વસતા ત્યારે તેઓ પૂર્ણ સંયમી જીવન ગાળતા. કારણ કે તેમને મહાવીરનો ધર્મ પ્રકાશવાની ઘણી ઈચ્છા હતી, અને તે યથાયોગ્યતા વિના ન પ્રકાશવાને તેમણે નિર્ણય કર્યો હતો. એટલે માર્ગ પ્રકાશકને યોગ્ય ગુણે પોતામાં પૂર્ણ પણે ખીલવવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા હતા, જે માટે સંયમી જીવન એ પહેલી આવશ્યકતા હતી. - શ્રીમદ્ પિોતે સેવેલા આત્મમંથનને પરિણામે જે કેટલાંક સત્યની શોધ કરી હતી, તે તેમણે અન્ય મુમુક્ષુઓ પાસે પણ મૂકી હતી. તેમાં સૌથી પહેલો તેમનો ઉપદેશ કઈ પણ જાતના મતમતાંતરમાં ન પડવાને હતો. નાના નાના ભેદોમાં પડી, ખંડનમંડનમાં ઊતરી લોકો પોતાનું કલ્યાણ કરવાને બદલે અકલ્યાણ જ કરે છે, તેવો તેમનો અભિપ્રાય હતે. સાચું જ્ઞાન પ્રાપ્ત ન થયું હોવાથી કેટલીક વસ્તુઓ ન સમજાતી હોય તો તે ખોટી જ છે, એ આગ્રહ મૂકી દેવાનો શ્રીમદ્દનો ઉપદેશ હતો. એવી જંજાળમાં પડયા સિવાય આત્માને કઈ રીતે પામી શકાય તેને જ વિચાર કરવાને ઉપદેશ શ્રીમદે પોતાના પરિચિત વર્તુળમાંની પ્રત્યેક વ્યક્તિને આપ્યો હતો. અને તેઓ પોતે પણ તેવા મતભેદોના પ્રસંગેથી સદાય દૂર રહ્યા હતા. આ મતભેદનું મમત્વ છોડવાને તેમને ઉપદેશ એ તેમનું અગત્યનું વલણ ગણાય. શ્રીમદે જે સદગુરુનું માહાભ્ય બતાવ્યું છે, તે પણ આધ્યાત્મિક ક્ષેત્રે તેમને મહત્તવને ફાળો ગણાય. સદ્દગુરુની શી આવશ્યકતા છે, તેમનાં લક્ષણ કેવાં હોય, તેમની આજ્ઞાએ ચાલવાથી શું લાભ થાય વગેરે વિશે શ્રીમદ્દ જે નિરૂપણ કર્યું છે, તે તેમના સમયમાં સામાન્ય રીતે કોઈ જણાવતું નહોતું. એ રીતે જોતાં વર્તમાનકાળમાં સાચે માર્ગ ચીંધનાર શ્રીમદ એક મહત્ત્વની વ્યક્તિ ગણી શકાય. એથી તે શ્રી ગેવિંદજી મૂલજી મેપાણીએ વિ. સં. ૧૯૬૬ માં “રાજ જયંતી નિમિત્તે જણાવ્યું હતું કે – “હાલના સમયમાં એમના જેવા સમર્થ તત્ત્વજ્ઞાની કોઈ પણ થયા નથી. એટલે અધ્યાત્મવર્ગનું ખરું રહસ્ય સમજવા ઇરછનારને, પછી તે ગમે તે ધર્મને માનનાર હોય તેમણે, એમનાં લખાણે અવલોકવાની ખાસ આવશ્યક્તા છે. ઉપશાંત તથા વિતરાગવૃત્તિના પુરુષોને પ્રભુભક્તિને સત્ય રંગ ચઢાવવા માટે તે વિશેષ ઉપકારી થશે.૫ શ્રીમદના આધ્યાત્મિક ક્ષેત્રમાં આવો જ મહત્તવને બીજે ફાળે તે તેમણે બતાવેલા ભક્તિના માહાસ્યમાં છે. ઘણું લોકો, માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાને જ પ્રાધાન્ય આપી તેઓ ૪. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનજ્યોતિ', પૃ. ૧૦. ૫. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૮૩. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704