________________
૬૩૬
શ્રીમદની જીવનસિદ્ધિ આ અવધાનશક્તિ અને કવિત્વશક્તિ સાથે તેમણે જ્યોતિષનું જ્ઞાન પણ ઘણા સારા પ્રમાણમાં મેળવ્યું હતું. તેમણે ભાખેલું ભવિષ્ય ભાગ્યે જ છેટું પડતું. માત્ર બ્રાહ્મણનું જ ધન ગણાય, તેમની અમૂલ્ય વિદ્યા ગણાય, તે નષ્ટ વિદ્યાને પ્રયોગ પણ તેઓ કરી શક્તા. તેમાં પણ તેમની તીવ્ર સ્મરણશક્તિ અને ગણિતના અટપટા કોયડા ત્વરાથી ઉકેલવાની શક્તિ મદદરૂપ થતી હતી.
આ બધાં બાહ્યક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓની સાથે તેમણે કેટલીક આંતરિક શક્તિઓ પણ મેળવી હતી. એ બધી શક્તિઓ તેમને આત્માની નિર્મળતાના ફળ રૂપે પ્રાપ્ત થઈ હતી; તે મેળવવા તેમણે કેઈ વિશિષ્ટ પુરુષાર્થ કર્યો ન હતો. તેમ તે શક્તિઓને તેમને કેઈ વિશેષ મહ પણ ન હતો.
માત્ર સાત વર્ષની વયે, તેમના પર વહાલ રાખનાર શ્રી અમીચંદભાઈના અવસાન પ્રસંગે વવાણિયામાં બાવળના ઝાડ ઉપર તેમને જાતિસ્મરણજ્ઞાનની શરૂઆત થઈ હતી અને તે જ્ઞાન વધતાં વધતાં પૂર્વના અનેક ભવ સુધી વિકસ્યું હતું, પણ તે વિષે તેઓ કેવળ નિઃસ્પૃહી હતા!
તેમનાં મતિ અને શ્રુતજ્ઞાન પણ ઘણું સારા પ્રમાણમાં વિકસ્યાં હતાં, માત્ર ૩૩ વર્ષ જેટલા, અને તે પણ પ્રવૃત્તિમય જીવનમાં તેમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું, તે ગ્રંથોનો આશય પચાવ્યો હતો અને તેમાંથી મેળવેલ આદર્શ પોતાના જીવનમાં ઉતારવા મથામણ કરી હતી. આ આદર્શો પોતાના જીવનમાં ઉતારતી વખતે પિતાને થતા અનુભવે તેઓ પોતાના પરમાર્થ સખા અને પરમાર્થ સ્નેહીઓને વારંવાર જણાવતા રહેતા. તેમના એ વર્તન વિષે, શ્રી કાકાસાહેબ કાલેલકરે વિ. સં. ૧૯૮૮ની કાર્તકી પૂર્ણિમાએ “રાજ જયંતી” નિમિત્તે અમદાવાદમાં બોલતાં જણાવ્યું હતું કે –
શાસ્ત્રોમાં મૂળ મુદ્દાની વાતે લખી છે. તેનો પ્રયોગ અને અનુભવ કર્યા વગર રહેવાય જ નહિ, એ જાતને આગ્રહ રાખનાર જે થોડાક પુરુષો છે તે જ ખરું જોતાં ધર્મની બાબતમાં જીવતા લોકો કહેવાય. શ્રીમદ્ રાજચંદ્ર એ કોટિના ગણાય. એમનાં લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે છેક નાનપણથી ધાર્મિક જીવનનો આગ્રહ તેમનામાં હતો, મને મંથન અખંડ ચાલુ હતું. પ્રયોગવીર તરીકે પોતાના પ્રયોગોને રિપોર્ટ વખતોવખત પોતાના મિત્રોને અને સહધર્મીઓને આપવાને પોતે બંધાયેલા છે એમ તેઓ માનતા. તેથી જ તેમના કાગળમાં પોતાને વિષે અનેક વાર ઉલ્લેખ આવે છે...એમનું કવિપદ વિશાળ અર્થમાં સાર્થ થાય છે. કવિ એટલે અનુભવી, કવિ એટલે જીતેલ, કવિ એટલે કાન્તદશી, જીવનના બધા મહત્ત્વના સવાલોને ઉકેલ જેને હાથ લાગે છે તે કવિ.૨
મતિ અને શ્રુતજ્ઞાનની સાથે તેમનામાં અવધિજ્ઞાન પણ તેમના આત્માની નિર્મળતાને લીધે ખીલ્યું હતું. તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગોની આગાહી કરી શકતા, જે આપણે
૨. “શ્રીમદૂની જીવનયાત્રા', પૃ. ૧૫૮, “નવજીવન', તા. ૨૯-૧૧-૧૯૩ી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org