Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 654
________________ પ્રકરણ ૧૪ વિહંગાવલોકન વિ. સં. ૧૨૪માં દેહ ધારણ કરી, વિ. સં. ૧૫૭માં દેહ વિલય કરનાર શ્રીમદ્દ રાજચંદ્રનું જીવન એક ગૃહસ્થ-ચોગીનું જીવન હતું. તેમણે સંસારની જવાબદારીઓ અદા કરતાં કરતાં, આત્માને વસ્તિ ગતિથી વિકાસ સાધ્યો હતો, અને તેમ કરતાં કરતાં, સાથે સાથે, તેમનામાં સ્મરણશક્તિ, કવિત્વશક્તિ, અવધાનશક્તિ, તિષનું જ્ઞાન, જાતિસ્મરણ જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે સહજ રીતે ખીલ્યાં હતાં. બાળપણથી જ તેમની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી, અને સમયના વહેવા સાથે તે શક્તિ વિશેષ ખીલતી હતી. તેમની ૧૮-૨૦ વર્ષની વય આસપાસ તેમના અવધાનના પ્રયેગે જોઈને કેટલાક વિદ્વાનોએ ગણતરી કરી હતી કે તેઓ એક કલાકમાં ૫૦૦ જેટલા નવા લોકે સ્મરણમાં રાખી શકે તેટલી તીવ્ર સ્મરણશક્તિ ધરાવે છે. પિતાની ધારણારૂપ એ શક્તિના કારણે તેઓ, જ્યાં અષ્ટાવધાન કરવા પણ અતિદુર્લભ ગણાય ત્યાં, શતાવધાન સુધીના પ્રયોગો જાહેર સભામાં સફળતાપૂર્વક કરી શક્યા હતા. અને તેથી તેઓ “શતાવધાની રાયચંદભાઈ” તરીકે પણ ઓળખાતા હતા. કવિત્વશક્તિ પણ તેમનામાં એકદમ બાળવયથી ખીલી હતી. પહેલી પદ્યરચના તેમણે ફક્ત આઠ વર્ષની ઉંમરે જ કરી હતી. તે પછીથી તે શક્તિ પણ ઉત્તરોત્તર ખીલતી ગઈ હતી અને ચૌદ-પંદર વર્ષની ઉંમર આસપાસ તે તેઓ લોકમાં “કવિ” તરીકે ઓળખાતા થઈ ગયા હતા. તત્ત્વસભર પદ્યરચના કરવી તે પણ તેમને મન રમતવાત હતી. “આત્મસિદ્ધિશાસ્ત્ર” કે અપૂર્વ અવસર” જેવી ગૂઢતત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતી રચનાઓ પણ તેમણે માત્ર એક જ બેઠકે અને કોઈ પણ જાતના શાબ્દિક ફેરફાર વિના સર્જી હતી, તે જ તેમની કવિપ્રતિભાને ઉત્તમ નમૂન છે. વળી, શ્રીમદની કૃતિઓની એ વિશેષતા છે કે તેમની કૃતિઓમાં જૈન તત્ત્વજ્ઞાન વિશેષ આવતું હોવા છતાં તે જૈન-જૈનેતર સર્વને ઉપયોગી થઈ શકે તેવી બની છે. તે વિશે દિબા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ વિ. સં. ૧૯૬૬ની કાર્તકી પૂર્ણિમાએ “રાજ જયંતી નિમિત્તે મુંબઈમાં પ્રમુખપદેથી બોલતાં જણાવ્યું હતું કે – કવિશ્રીના જીવનના ઉરચ આશય, તેમના લેખમાંથી મળી આવતા ઉચ્ચ વિચારે, સ્વીકારવા લાયક શિખામણનાં વચનો અને સ્તુત્ય તથા ફિલસૂફીથી ભરપૂર સિદ્ધાંતે, એકલા જૈનસમૂહને ઉપયોગી છે તેમ નથી, પરંતુ તે સર્વમાન્ય છે. અને તે સર્વમાન્યતાને લીધે તે જેમ પ્રસિદ્ધિમાં આવે તેમ સારું.”૧ - ૧. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704