Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 659
________________ ६४० શ્રીમની જીવનસિદ્ધિ વિ. સં. ૧૭૬માં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસની સ્થાપના થઈ. શ્રીમદ્દના અતિ નિકટના પરિચયમાં આવનાર તથા તેમને યથાર્થ ઓળખનાર મુનિશ્રી લલ્લુજી મહારાજે ત્યાં રહીને ચૌદ વર્ષ સુધી શ્રીમદના સાહિત્યને તથા તત્ત્વવિચારણાને લોકોને ઉપદેશ આપીને શ્રીમદ્દની યથાર્થ ઓળખાણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પોતાના ઉપદેશમાં શ્રીમદનું તથા તેમના સાહિત્યનું માહાસ્ય બતાવતા, અને પોતાની શ્રીમદ્દ પ્રતિની અનન્ય ભક્તિ પણ જણાવતા. તેઓ પણ શ્રી ભદ્રમુનિની જેમ માનતા હતા કે – વર્તમાન શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીરની સાધનાનું અન્ય તીર્થકરવુંદકૃત સાધનામાં જેમ અદ્વિતીયપણું છે, તેમ કલિયુગસાધકવૃંદમાં શ્રીમદનું ખરે જ અદ્વિતીયપણું પ્રણામ કરવા યોગ્ય છે. ” અને મુનિમાં ખીલેલા ગુણેથી આકર્ષાઈને તેમનામાં શ્રદ્ધા થવાથી ઘણા લોકે શ્રીમદ્દના ભક્ત થયા હતા. શ્રીમદ્દના ગાઢ પરિચયમાં આવનાર પૂજ્ય ગાંધીજીએ પણ કેટલાંયે ભાષણમાં તથા “આત્મકથા ” આદિનાં લખાણમાં અનેક વાર પોતાના પરનું શ્રીમદ્દનું ઋણ સ્વીકાર્યું હતું. એક પ્રસંગે ગાંધીજીએ જણાવ્યું હતું કે – ___“ यदि उनकी इच्छा होती तो उनमें असी शक्ति थी कि वे अक अच्छे प्रतिभाशाली बेरिस्टर, जज या वाइसरोय हे। सकते । यह अतिशयोक्ति नहि, किन्तु मेरे मन पर उनकी छाप है। उनकी विचक्षणता दूसरे पर अपनी छाप लगा देती थी । " આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું, અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી, ઘણી બાબતમાં કવિને નિર્ણય – તુલના, મારા અંતરાત્માને – મારી નૈતિક ભાવનાને- ખૂબ સમાધાનકારક થતો. કવિના સિદ્ધાંતને મૂળ પાયે નિઃસંદેહ અહિંસા હતે. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણાં જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતે.”૯ મહાત્મા ગાંધી જેવી જગવંદ્ય વિભૂતિ પર આવી પ્રબળ અસર કરનાર વ્યક્તિની મહત્તા કેવી હશે, એ જિજ્ઞાસાથી પ્રેરાઈને ઘણા લેકે શ્રીમદનાં જીવન તથા સાહિત્યનો અભ્યાસ કે પરિચય કરવા પ્રેરાયા હતા. વળી, શ્રીમદ્દના અવસાન પછી લગભગ દર વર્ષે “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી” જુદે જુદે સ્થળે ઘણાં વર્ષો સુધી ઊજવાઈ. તેમાં પૂ. ગાંધીજી, આચાર્ય આનંદશંકર ધ્રુવ વગેરેએ પ્રમુખસ્થાનેથી તથા મનસુખભાઈ રવજીભાઈ. કાકા કાલેલકર, બળવંતરાય કલ્યાણરાર ઠા કર, દી બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, રસિકલાલ પરીખ, ગાવિંદજી મૂલજી મેપાણી, મગનભાઈ દેસાઈ, માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી, મનસુખભાઈ કીરતચંદ મહેતા, જીવાભાઈ અમીચંદ, ૮. “શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૩૨. ૯. એજન, પૃ. ૯, મેડાને રિવ્યુ”, જુન ૧૯૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704