Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 661
________________ ૬૪૨ શ્રીમની જીવનસિદ્ધિ શ્રીમદ્દને વિવેકાનંદની કોટિમાં મૂકતાં “જૈન”ના અધિપતિએ તા. ૨૮-૧૧-૧૯૦૯ના રોજ લખ્યું હતું કે – વેદાંતના નવયુગ પ્રવર્તક તરીકે શ્રીયુત વિવેકાનંદે પોતાના વર્ગમાં જે કીતિ મેળવી છે, તે જ પ્રકારની કીતિ અમે જેના વિષયમાં શ્રીમાન રાજચંદ્રને આપીએ તે તેમાં કોઈ જાતની અત્યુક્તિ નથી.”૧૩ શ્રીમદ રાજચંદ્રના એક અભ્યાસી ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ શ્રીમદ્ માટે અહોભાવભરી વાણીમાં એક જગ્યાએ લખ્યું છે કે – આ પુરુષરનને પામીને ન્યાય ન્યાયપણું પામ્ય, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડો, રસમાં સ-રસતા આવી, કરમાયેલી કૃતવલ્લરી નવપલ્લવિત થઈ, યાગ કલ્પતરુ ફૂલભારથી નમ્ર બન્ય, યુક્તિ આગ્રહમુક્ત થઈ મુક્તિ જીવનમુક્તપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, ધર્મમાં પ્રાણ આવ્યો, સંવેગમાં વેગ આવ્યા, વૈરાગ્યમાં રંગ લાગ્યો, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દર્શનને સ્વરૂપદર્શન થયું, સ્પર્શજ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતાર્થ બન્યું, વચનને કસોટી માટે કૃતચિંતામણિ મળે, અનુભવને મુખ જેવા દર્પણ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ બની, દર્શનવિવાદે દુર્બલ થયા, વાડાનાં બંધન તૂટ્યાં, અખંડ મોક્ષમાર્ગ વિશ્વમાં વ્યાપી રહ્યો, અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, દંભના પડદા ચિરાયા, કુગુરુઓના ડેરા-તંબૂ ઊપડ્યા, વેષવિડંબકેને વિડંબના થઈ, શુષ્કજ્ઞાનીઓની શુષ્કતા સુકાઈ, ક્રિયાજડેની જડતાની જડ ઊખડી અને ધર્મ તેના શુદ્ધ વસ્તુધર્મ સ્વરૂપે પ્રસિદ્ધ થયે.”૧૪ આમ જૈન-જૈનેતર સૌ કોઈ શ્રીમદની મહાનતાને તથા પિતાના પર પડેલા પ્રભાવને જુદી જુદી દૃષ્ટિએ નિહાળે છે અને જણાવે છે. કેટલીક વાર તેઓ શ્રીમદને વિશિષ્ટ શબ્દપ્રયેથી બિરદાવે છે: કાકાસાહેબ કાલેલકર તેમને “પ્રગવીર” કહે છે, બળવંતરાય ઠાકર “જન્મના તપસ્વી” કહે છે, ડી. ભગવાનદાસ મહેતા “ભારતને તિર્ધર” અને “યુગાવતાર” તરીકે ઓળખાવે છે, શ્રી રમણલાલ જોષી “આર્ષદ્રષ્ટા” તરીકે ઓળખાવે છે, બ્ર. ગોવર્ધનદાસજી “ધર્મમૂર્તિ ” તરીકે જણાવે છે, વલભજી ભાણજી “મરછુકાંઠાના મહાજન” તરીકે ઓળખાવે છે – આમ સૌ પોતપોતાને મહત્ત્વના લાગતા અંશને પ્રાધાન્ય આપી તે રીતે શ્રીમદ ઓળખાવતા આવ્યા છે. પણ તે બધાને સમગ્રપણે વિચાર કરીએ તો જ શ્રીમદ્દના વ્યક્તિત્વનો પૂરો પરિચય થઈ શકે છે. આવા પ્રભાવક પુરુષ શ્રીમદ્દ પ્રભાવ તેમની હયાતી દરમ્યાન તેમના પરિચિત વર્તુળોમાં પડ્યો હતે, એટલું જ નહિ તેમના દેહવિલય પછી પણ તેમના સાહિત્ય દ્વારા તેમનાં ઉપદેશ અને તત્ત્વવિચારણાને પ્રભાવ લોકે ઉપર સતત પડતો રહ્યો છે. વળી, ૧૩. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ” પૃ. ૮ર. ૧૪. એજન, પૃ. ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704