Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 653
________________ શ્રીમની જીવનસિદ્ધિ અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા ક્યારેક કયારેક પ્રવર્તન છે...બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે.”૧૦ ૦ આ પત્ર પરથી પોતાના જ્ઞાન વિષે બીજાને જણાવવાની ઇચ્છા શ્રીમદ્દ ન હતી, તે સ્પષ્ટ જણાય છે. વળી જુઓ – “બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ પૃહા પણ નથી, સત્તારૂપ કઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તે અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગતમરૂપ સત્સંગની સ્પૃહા વતે છે. રુચિમાત્ર સમાધાન પામી છે, એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી? આશ્ચર્ય થાય છે.”૧૦૧ જ્યારથી તમે અમને મળ્યા છે, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઈચ્છા હતી, પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતું નહિ એટલે તેમ બન્યું નહિ; હમણું તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે... આ પત્રની વિગત જાણવાને બીજા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણમાં રાખવા લખી છે.”૧૦૨ આ તથા અન્ય પત્રો જોતાં જણાશે કે શ્રીમદે પોતાનું અંતરંગ જેટલું શ્રી ભાગભાઈ પાસે ખેલ્યું હતું તેટલું બીજા કોઈ પાસે ખેલ્યું જ નહોતું. " શ્રીમદે શ્રી ભાગભાઈ પર કેટલાંક પદ્યાવતરણ તથા તેની સમજૂતી પણ મેકલ્યાં હતાં. તેમાંના કેટલાંક અવતરણે મુક્તાનંદસ્વામીની ઉદ્ધવગીતા, નિષ્કુલાનંદના ધીરજાખ્યાન; શ્રીમદ ભાગવત. પંડિત ઉત્તમવિજયજીના પ્રકરણત્નાકર, આઠ યોગદષ્ટિની સજઝાય, સમયસાર નાટક, આનંદઘનચોવીશી, દયારામનાં પદો, વિહારવૃંદાવન વગેરે જુદા જુદા સંપ્રદાયના ગ્રંથમાંથી લેવાયેલ છે, તેમ છતાં તેમાં વિષય તરીકે તે આત્મા જ નિરૂપાયો છે. - આ ઉપરાંત શ્રી સોભાગભાઈના પત્રોમાં સૌથી વિશેષ તત્ત્વવિચારણું પણ લખાયેલી છે. તેમાં જીવને સંસારપરિભ્રમણ થવાનાં કારણો, સંસારનું સ્વરૂપ, સંસારથી છૂટવાને માર્ગ, ભક્તિનું માહાભ્ય, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ, કાળનું સ્વરૂપ, લૌકિક અને અલૌકિક દષ્ટિ વચ્ચેનો ભેદ, સત્સંગનું માહાભ્ય, આત્મસ્વરૂપની મહત્તા, કર્મના પ્રકાર, ગૃહસ્થનું કર્તવ્ય, જ્ઞાનીની વર્તના, જાતિસ્મરણ જ્ઞાન ધરાવનાર પૂર્વભવ કઈ રીતે જુએ, સપુરુષનું દુર્લભપણું વગેરે પરમાર્થ માર્ગમાં ઉપયોગી થાય તેવા વિવિધ મુદ્દાઓ વિષેની વિચારણા, સુંદર બોધવચનો, સુવા, નમસ્કાર-વચને ઈત્યાદિ સાથે આ પત્રમાં જોવા મળે છે. આમ શ્રીમદે તેમના આચરણ અને સાહિત્ય દ્વારા મુમુક્ષુઓના આત્મવિકાસમાં મહત્વનો ફાળો આપેલો જોઈ શકાય છે. ૧૦૦. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૪૯. ૧૦૧. એજન, પૃ. ૩૩૭. ૧૦૨. એજન, પૃ. ૩૪૭. આ ઉપરાંત શ્રીમદ્દની આંતરિક સ્થિતિ વર્ણવતા પત્રો માટે જુઓ આંક : ૧૮૭, ૨૪૪, ૨૪૭, ૨૫૫, ૩૦૮, ૩૨૨, ૩૨૯, ૩૩૪, ૩૬૮, ૩૯૮, ૪૫૦, ૪૫૩, ૫૨૦, ૫૪૮, ૫૮૬, ૫૮૬ વગેરે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704