________________
શ્રીમદની જીવનસિદ્ધિ
શ્રી
ભાગભાઈ ઉપર શ્રીમદની અસર
વિ. સં. ૧૯૪૬માં “બીજજ્ઞાન”ને મંત્ર આપવા જનાર શ્રી ભાગભાઈને શ્રીમની આંતરિક શક્તિને અનુભવ થાય છે, અને પૂર્વના ઋણાનુબંધે તેઓ પ્રબળ આકર્ષણ અનુભવે છે. એ જ વર્ષમાં શ્રી ભાગભાઈ ત્રણ-ચાર વખત શ્રીમને પ્રત્યક્ષ પરિચય કરવાને લાભ મેળવી, તેમની આધ્યાત્મિક અસર નીચે આવે છે. અને શ્રીમદ્દ દ્વારા સાચો પરમાર્થ માર્ગ સમજાતાં તેઓ શ્રી ડુંગરશીભાઈની સિદ્ધિ અને ચમત્કારની અસરથી મુક્ત થાય છે.
શ્રીમદને જ્ઞાની તરીકે સ્વીકારી, તેના શરણે આવ્યા પછી શ્રી ભાગભાઈની ધીરજની અને શ્રદ્ધાની કસોટી થાય તેવા કપરા સંજોગોમાંથી તેમને પસાર થવું પડે છે. વિ. સં. ૧૯૪૬માં શ્રી સેભાગભાઈના પિતાશ્રીને દેહાંત થતાં કુટુંબનિર્વાહની જવાબદારી તેમના પર આવી પડી, અને તે પછી તેમની આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી પડતી ગઈ. આથી એ ચિંતા પીડાકારક લાગતાં તેને કંઈક ઉપાય સૂચવવા તેઓ શ્રીમદને લખતા. જે જે કર્મનો ઉદય આવે તે તે સમતાભાવે વેદી લેવા શ્રીમદ્દ તેમને બોધ આપતા. એ બધ તથા તત્ત્વની વિચારણાથી તેમની ચિંતા થેડી ઉપશમતી, પણ વળી પાછું તેનું જોર વધતાં તેઓ શ્રીમદિને ચિંતામુક્ત કરવા જણાવતા. અને તેના ઉત્તરમાં શ્રીમદ પિતાની મુશ્કેલીઓને, પિતાની અંતરંગ સ્થિતિ વગેરેનો ખ્યાલ આપી બધું સમતાભાવે સહન કરવાને અનુરોધ કરતા. આવી જાતને બેધ આપતાં શ્રીમદ્ વિ. સં. ૧૯૪૭ના જેઠ સુદ પૂનમે તેમને લખ્યું હતું કે –
“વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિગથી કઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યંગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાનું અકળામણ તે ચગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે. એ દઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું.” વિ. સં. ૧૯૪૮ના એક પત્રમાં શ્રીમદે શ્રી ભાગભાઈને લખ્યું છે કે –
સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે.” –
પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણ પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી, જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ તે બંને સરખું જ છે, કેમ કે જેમાં પિતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે ચગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યફ છે.”૭૯ ૭૮. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ, આંક ૨૫૦ ૭૯. એજન, આંક ૩૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org