________________
३२१
શ્રીમદ્દન જીવનસિદ્ધિ રતલામમાં એક પ્રખ્યાત સાધુને પરિચય થયો. તે સાધુની ખૂબ સેવા કરી શ્રી લલુભાઈએ તેમને પ્રસન્ન કર્યા. તે પછી યોગ્ય સમય જોઈ તેમણે સાધુ પાસે પોતાની આર્થિક સ્થિતિ સુધરે તે માટે કંઈક ઉપાય બતાવવાની વિનંતિ કરી. પણ તે અધ્યાત્મપ્રેમી સાધુ શ્રી લલુભાઈને ઠપકો આપે કે એમના જેવા વિચક્ષણ પુરુ ત્યાગી પાસે આત્માને બદલે માયાની વાત કરવી તે ઘણું જ અઘટિત ગણાય. સાધુને અભિપ્રાય સમજી જઈશ્રી લલ્લુભાઈએ પોતે કરેલી ભૂલ બદલ ક્ષમા માગી, અને આત્માર્થ માટે કંઈક આપવા જણાવ્યું. તેમના ઉપર કૃપા કરી તે સાધુએ તેમને “બીજજ્ઞાન નો મંત્ર આપ્યો, અને વિશેષમાં જણાવ્યું કે કોઈ લાયક વ્યક્તિ જણાય તે તેને પણ એ મંત્ર બતાવવો.
સાયલા આવ્યા પછી શ્રી લલ્લુભાઈ એ મંત્ર પાતાના પુત્ર શ્રી સાભાગભાઈને આપ્યો, અને તે મંત્ર બીજી કઈ યોગ્ય વ્યક્તિને પણ આપવા જણાવ્યું. એ મંત્ર પામી શ્રી ભાગભાઈ પ્રસન્ન થયા.
તે પછી થોડા સમયમાં શ્રી સોભાગભાઈને તેમના કામકાજ અંગે મોરબી જવાનું થયું. તે વખતે શ્રીમદ પણ મોરબી આવ્યા હતા, તે સમાચાર શ્રી ભાગભાઈને મળ્યા. શ્રીમની કવિ તરીકેની, અવધાની તરીકેની તથા અદભુત સ્મરણશક્તિ ધરાવનાર વ્યક્તિ તરીકેની ખ્યાતિ શ્રી ભાગભાઈ એ સાંભળી હતી. તેથી વ્યક્તિ જાણી તેમને “બીજજ્ઞાન અને મંત્ર આપવાની ઈચ્છા શ્રી ભાગભાઈને થઈ. પોતાની ઇચ્છા બાબત તેમણે તેમના પિતાશ્રીની સંમતિ માગી, જે શ્રી લલ્લુભાઈએ સહર્ષ આપી. તે પછી વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં શ્રી ભાગભાઈ મોરબી ગયા.
મોરબીમાં શ્રી ભાગભાઈ બીજજ્ઞાન”ના મંત્ર આપવા શ્રીમદને ળવા ગયા. શ્રીમદે તેમને અતિથિસત્કાર તરીકે નામ દઈ બેલાવ્યા. તેથી તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કે,
જેમને હું પહેલાં મળ્યો નથી, જેમને મારા આવવાના સમાચાર મોકલાવ્યા નથી, તે મને નામ દઈ કઈ રીતે બોલાવી શકે ?” એ આશ્ચર્યમાંથી શ્રી ભાગભાઈ મુક્ત થાય તે પહેલાં તે શ્રીમદે તેમને જણાવ્યું કે “ આ ગલામાં એક કાપેલી છે તે કાઢીને વાંચે.” શ્રી સોભાગભાઈ એ કાપલી વાંચી ને એથી પણ વિશેષ આશ્ચર્ય અનુભવ્યું, કારણ કે એ કાપલીમાં શ્રી ભાગભાઈએ આપવા ધારેલો બીજજ્ઞાનને મંત્ર લખેલો હતો. એ અનુભવ પરથી તેમને શ્રીમની જ્ઞાની તરીકેની પ્રતીતિ થઈ. શ્રીમદ્દના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા શ્રી સભાગભાઈએ તેમને પ્રશ્ન કર્યો કે, “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે?” શ્રીમદે અંતર્ગોનથી યથાર્થ ઉત્તર આપ્યો, તેથી શ્રીમદ્દ પ્રતિ પૂજ્યભાવ થવાથી શ્રી ભાગભાઈએ તેમને ત્રણ વાર વંદન કર્યા. એ વખતે શ્રીમદ્દ અપૂર્વ સમાધિમાં લીન બન્યા હતા. તે પછી શ્રીમદે તેમને “તરણું ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ” એ પદ સમજાવ્યું. આમ પહેલી જ મુલાકાતથી તેઓ બંને વચ્ચે પરસ્પર મૈત્રી પ્રગટી.
શ્રી ભાગભાઈ શ્રીમદ્દ કરતાં વયમાં ૪૪ વર્ષ મોટા હતા. એટલે કે વિ. સં. ૧૯૪૬માં, તેમના મેળાપ વખતે જ્યારે શ્રીમદની ઉંમર ૨૩ વર્ષની હતી ત્યારે, શ્રી ભાગભાઈની ઉંમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org