________________
૧૩. શ્રીમહને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
૬૨૩ ૬૭ વર્ષની હતી. તેમ છતાં જ્ઞાનમાં પોતાનાથી આગળ વધેલા શ્રીમદ તરફ પૂજ્યભાવ રાખી નમસ્કાર કરવામાં શ્રી ભાગભાઈને કદી આંચકે નહેતે આવ્યો, એટલી તેમની સરળતા હતી.
પ્રથમ સમાગમ પછી શ્રી ભાગભાઈ સાયલા ગયા. થોડા દિવસ પછી તેમના પિતાશ્રીનો દેહ છૂટી ગયો, તેથી કુટુંબના નિર્વાહની ચિંતા તેમને શિરે આવી પડી. તે પછી પ્રથમ ભાદ્રપદ વદિ ૧૩ના રોજ “ામ સરનHTat wવત મવાયત નૌ” એ શંકરાચાર્યના વચનને સમજાવતું પત્ર શ્રીમદ્દ શ્રી ભાગભાઈને લખે છે. અને તે પછી ત્રણ-ચાર દિવસે “આત્મવિકસંપન્ન ભાઈ શ્રી ભાગભાઈ” એવું સંબોધન કરતો, પિતાની આંતરિક સ્થિતિ વણવતે તથા બોધ આપતે એક લાંબો પત્ર શ્રીમદ્ શ્રી ભાગભાઈ ઉપર લખેલે. તે પછીથી તે તેમના પર લખાયેલી શ્રીમદની એકધારી પત્ર પરંપરા જેવા મળે છે.
શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસથી શરૂ કરી વિ. સં. ૧૯૫૩ના જેઠ માસ સુધીમાં, એટલે કે શ્રીમદ્દ અને શ્રી ભાગભાઈના પ્રથમ મેળાપથી શરૂ કરી શ્રી ભાગભાઈના અવસાન સુધીના સાત વર્ષના ગાળામાં, શ્રીમદ્દ દ્વારા શ્રી ભાગભાઈ ઉપર લખાયેલા લગભગ ૨૬૦ જેટલા પત્રો છપાયેલા છે. આ ગ્રંથના પત્રોને કુલ જથ્થાનો આ જ લગભગ ત્રીજા ભાગને થાય છે. વળી, આ પત્રોમાંના ઘણા પત્રો લંબાણપૂર્વક લખાયેલા છે, અને તેમાં શ્રીમદે પિતાના અંતરની ઘણું ઘણી વાતો લખી છે. એ સર્વ વાંચતાં આપણને તેઓ બંને વચ્ચેના ઘનિષ્ઠ સંબંધનો ખ્યાલ આવે છે. અલબત્ત, આ ઘનિષ્ઠતા જેટલી પ્રત્યક્ષ મિલનથી થઈ હતી તેથી વિશેષ પત્ર દ્વારા થઈ હતી.
શ્રીમદુ તથા શ્રી
ભાગભાઈ ને પ્રત્યક્ષ સમાગમ
વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં મોરબીમાં તેઓને પહેલો મેળાપ થયે, તે પછીનાં વર્ષોમાં તેઓ બંને સામાન્ય રીતે વર્ષમાં એકાદ વખત મળતા. અને તેમાં પણ શ્રીમદ્દ નિવૃત્તિ માટે ગુજરાતમાં જતા, ત્યારે તેમનો મેળાપ વિશેષ થતો. આ ઉપરાંત શ્રી સેભાગભાઈ બે-ત્રણ વખત મુંબઈ આવ્યા હોય તેવો ઉલ્લેખ પણ મળે છે. પરંતુ તેમના આ સમાગમને સમય ક્યારેય પંદર દિવસથી લંબાચો હોય તેવું સામાન્ય રીતે જણાતું નથી.
કચ્છ નજીક અંજારમાં શ્રી ભાગભાઈની દુકાન હતી, તેથી ત્યાં જતાં-આવતાં, જે શ્રીમદ એ અરસામાં મોરબી કે વવાણિયામાં હોય તે શ્રી ભાગભાઈ તેમની પાસે બેત્રણ દિવસ રોકાતા, સત્સંગનો લાભ લેતા-દેતા. આ રીતે તેમણે વિ. સં. ૧૯૪૬, ૧૯૪૮ વગેરે વર્ષોમાં એકબીજાને મેળાપ કર્યો હતો. એ જ રીતે વિ. સં. ૧૫રમાં શ્રી ભાગભાઈ મુંબઈમાં શ્રીમદ્દ પાસે હોવાને ઉલ્લેખ મળે છે. આ સિવાય તો તેઓ બંને દિવાળી કે પર્યુષણ આસપાસ ગુજરાતનાં કઈ ગામમાં મળતા. તેમાં પણ વિ. સં. ૧૯૪૯થી વિ. સં. ૧૫૧ સુધીનાં ત્રણ વર્ષમાં બાહ્ય પ્રવૃત્તિની ઉપાધિને લઈને શ્રીમદ ધારી નિવૃત્તિ લઈ શક્યા ન હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org