________________
૬૧૮
શ્રીમદની જીવનસિદ્ધિ સદગુરુ યથાતથ્યની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર કરે છે જ. હે પ્રભુ! આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પ્રભુને આ એક દીન શિષ્ય છે જ.”૬૩ વિ. સં. ૧૯૭૭ના ચૈત્ર સુદના એક પત્રમાં તેમણે લખ્યું છે કે –
નરમગરમ શરીર પ્રકૃતિ સંગે, વૃદ્ધ અવસ્થાએ તથા ઉદયકર્મને લઈને રોગ, વ્યાધિ, વેદની આવે તે સમભાવે, દેવાધિદેવ પરમકૃપાળુ સદગુરુદેવના શરણથી, ભગવાય તેવી ઈચ્છાએ વર્તવું થાય છે જી...પરમકૃપાળુ શ્રી સદગુરુ દેવાધિદેવ શ્રી પ્રભુની છબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી, મનને ત્યાં જ પરોવી, પરમ શુદ્ધ ચિતન્યનું નિવાસધામ એ જે સદગુરુદેવને પવિત્ર દેહ તેનું વીતરાગભાવે ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી વારંવાર યાદ કરવાથી પણ જીવ પરમ શાંત દશાને પામે છે તે ભૂલવા ગ્ય નથી. તે વિષેનો બાધ દેવાધિદેવ સદગુરુના મુખમાંથી થયેલ તે હૃદયને વિષે ધારી રાખેલ છે, તે આજે પરમાર્થ હેતુ જાણી, અંતરમાં કઈ પ્રકારે સ્વાર્થ કે અન્ય ભાવના હેતુએ નહિ, એમ વિચારી આપને અત્રે પત્ર દ્વારા સરલ ભાવે જાહેર કર્યું છે જ.”૬ ૪
આમ શ્રી લલ્લુજી મહારાજે શ્રીમદને મહિમા ઘણી જગ્યાએ વર્ણવ્યો છે. તેમાં પણ તેમણે આપેલા મંત્ર “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું માહાભ્ય તે ઘણું જ બતાવ્યું છે. તેના સ્મરણથી કરડે કર્મ ખપી જાય છે તેમ તેમણે બતાવ્યું છે.
“જેમ બને તેમ શાંતિભાવે “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” નામના મંત્રને જાપ કરતા રહેવું.”૬૫
એવી ભલામણુ ઘણું પન્નેમાં આપણને જોવા મળે છે. શ્રીમદ મુનિને તે મંત્ર આપ્યું ત્યારે મુનિએ તે મંત્રની રાતદિવસ અખંડ ધૂન ચલાવેલી. પણ તેમાં તેમને વિકલ્પ આવતે કે – “હજુ કેમ કંઈ જણાતું નથી ? આત્મા હોય તે કંઈક દેખાય ને?” પછી તેમણે એ વાત શ્રીમદને કહી. શ્રીમદે કહ્યું, “કંઈ નહિ, હજી જારી રાખે.” તે વચનમાં શ્રદ્ધા કરી, અને તે જારી રાખ્યું. પરિણામે સમય પાકતાં તેમને જ્ઞાન થયું. અને તે પછીથી એ મંત્રનું માહાસ્ય સર્વને બતાવ્યું.૬૬
પ્રભુશ્રીને કેટલીક લબ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી. તે વિષે તેઓ વિ. સં. ૧૯૭રના ભાદરવા વદ ૮ના એક પત્રમાં લખે છે કે –
“અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વતે છે, એક જ શ્રદ્ધાથી ! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાને હેતુ જાણે જણાવ્યું છે. કેઈને જણાવવાની જરૂર નથી.”૬ ૭ તેમણે આ લબ્ધિને કયારેય ઉપયોગ કર્યો ન હતે. ૬૩. “ઉપદેશામૃત”, પત્રાવલી-૪ર. ૬૪. એજન, પત્રાવલી-૬૦,
૬૫. એજન, પત્રાવલી–૭૬. ૬૬. એજન, ઉપદેશ સંગ્રહ–૨ પૃ. ૨૫૯. ૬૭. એજન, પત્રાવલી–૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org