________________
શ્રીમની જીવનસિદ્ધિ પરમાત્મસ્વરૂપને લક્ષમાં લઈ “પ્રભુ” તરીકે સંબોધતા, અને સર્વમાં પ્રભુભાવ જોતા. તે પરથી સૌ કે તેમને પ્રભુશ્રી એવા માનાર્હ નામથી સંબેધવા લાગ્યા. વિ. સં. ૧૯૮૦માં તેઓ સમેતશિખરની જાત્રાએ ગયા, અને તે વર્ષનું ચોમાસું તેમણે પૂનામાં કર્યું. તે પછીનાં બધાં જ – એટલે કે વિ. સં. ૧૯૮૧થી ૧૯૯૧ સુધીનાં અગિયાર ચોમાસાં તેમણે આશ્રમમાં જ કર્યા. આમ તેમણે કુલ ૧૪ ચોમાસા અગાસ આશ્રમમાં કર્યા.
આ આશ્રમની સ્થાપનામાં મુખ્ય ભાગ લેનાર, પ્રભુશ્રીની સેવા કરનાર તથા તેમના પરમપ્રેમી શ્રી રણછોડભાઈ નારના વતની હતા. રણછોડભાઈની સમજાવવાની અને લોકોને ધર્મપ્રેમી બનાવવાની શક્તિ ઘણી હતી, તેથી જ્ઞાનીની સમજ ન પામી શકે તેવા ઘણા લોકો
શ્રીમદ્દ એને બદલે શ્રી “રણછોડભાઈ”ને જ પ્રભુ માનીને પૂજવા લાગ્યા હતા; તો વળી કેટલાક કોઈ બીજા ભાઈને પણ પૂજવા લાગ્યા હતા. લોકોની આ દષ્ટિ છેડાવવા પ્રભુશ્રીએ એક વખત ઈ. સ. ૧૯૨૪ ના ૨૩મી જુને ઉપદેશ આપ્યો હતો. તેમણે શ્રીમના ચિત્રપટને બતાવી શ્રી રણછોડભાઈને પૂછ્યું કે “તમને જ્ઞાન થયું છે?” શ્રી રણછોડભાઈએ ના કહી. તે પછી તેમણે જે ઉપદેશ આપ્યો તેમાં તેમની નિઃસ્પૃહતા જોવા મળે છે. જુઓ તે વચને –
નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઈચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ, નથી કેઈને આડો રસ્તો બતાવો કે નથી પૂજાસત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ એ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સધ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપા ૫ વર્ણવ્યું છે. તેવા બાબડા જન્મે છે, વાચા બંધ થઈ જાય છે, મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય . અમે કહીએ તેમ કરવું હોય તે ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. અમને તે ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણે થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તે કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા, “ સહજામસ્વરૂપ પરમ ગુરુ ” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળની દૃષ્ટિએ કહી સંભળાવી.”
“પણ અણસમજપણે કોઈક તે પોપટલાલને, કોઈક રનરાજને, કઈક આ ભાઈશ્રીને – રણછોડભાઈન–અને અમને દેહદૃષ્ટિએ વળગી પડયા. ઝેર પીએ છે ઝેર! મરી જશે. ન હોય એ રસ્ત. જ્ઞાની તે જે છે તે છે. એની દૃષ્ટિએ ઊભા રહે તે તરવાને કંઈક આરે છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તે ન માને, પણ જેમ છે તેમ કહી દેવું છે.. ઠીક થયું, નહીં તે તમે કૃપાળુદેવની સાથે આ દંડની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમાં ગુણઠાણ સુધી સાધક, સાધક અને સાધક જ રહેવાનું છે. આડું અવળું જોયું તે મરી ગયા જાણો .”૬ ૧ વગેરે. ૬૧. “ઉપદેશામૃત ”, પ્ર. ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org