________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ
આમ કડક છતાં તળપઢી અને હળવી ભાષામાં પ્રભુશ્રીએ લોકોને સાચી દૃષ્ટિ સમજાવી છે, જેની અસર પણ એટલી જ સારી પડી હતી. આ વચનોમાં તેમની નિસ્પૃહતા પણ સ્પષ્ટ જોવા મળે છે.
પ્રભુશ્રી મુમુક્ષુઓના અંત સમયે તેમને બોધ આપવા, તથા કેવળ આત્મામાં જ રહેવાનો ઉપદેશ આપવા જતા, જેથી તે જીવનું સમાધિમરણ થાય. તેઓ ઘણી વખત મુમુક્ષુઓને કહેતા કે અમારા અંત સમયે તમે સર્વે હું જે જગ્યાએ હાઉ તે જગ્યાને “ સહ જામરવરૂપ પરમગુરુ” એ મંત્રના શ્વનિથી ભરી દેજો.
વિ. સં. ૧૯૮૮માં મુનિ શ્રી મેહનલાલજીને પણ દેહાંત થયો.
પ્રભુશ્રી ચાતુર્માસ આશ્રમમાં કરતા, અને બાકીના સમયમાં કેટલોક વખત વિહાર કરતા. દેહતંદુરસ્તી સારી ન હોવા છતાં તે વિશે તેઓ બેફિકર રહેતા. તેમને સદાય શ્રીમદનું જ રટણ રહેતું. પોતાની આંતરિક સ્થિતિ વિશે તેમણે એક જ વાક્યમાં બતાવ્યું છે કે –
મરણ આવે, અશાતા આવે, સુખ આવે, દુઃખ આવો, પણ તે મારે ધર્મ નથી. મારે ધર્મ તે જાણવું, દેખવું અને રિથર થવું એ છે. બીજું બધું મુદ્દગલ, પુગલ અને પુદગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય, અને શ્વાસ ચઢે એ બધું દહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે.”૬ ૨
આમ નિસ્પૃહી થઈ તેઓ મરણની તૈયારી કરીને બેઠા હતા. વિ. સં. ૧૯૨ના વૈશાખ સુદ ૮ના રોજ તેમણે આ નશ્વર દેહ અગાસ આશ્રમમાં જ છોડડ્યો. તેમના લાંબા આયુષ્યમાં તેમણે બીજા અનેક જીવને શ્રીમની સાચી ઓળખ કરાવી હતી. તેમનો એ ઉપદેશ સાંભળનાર અનેક વ્યક્તિઓ આજે પણ અગાસ આશ્રમમાં રહી, તેમની આજ્ઞાએ ચાલી પિતાનું આત્મશ્રેય સાધી રહી છે.
પ્રભુશ્રીના પત્રો, ઉપદેશ વગેરે વાંચીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે તેમના જીવનમાં શ્રીમદ્દ કેટલે બધે અંશે વણાઈ ગયા હતા. ભાગ્યે જ કોઈ પત્ર એ જોવા મળે છે કે જેમાં શ્રીમદનાં ગુણગાન ન હોય, કે એમના ઉપકારનો ઉલ્લેખ ન હોય. શ્રીમદ્દ પ્રત્યેની અનન્ય ભક્તિને લીધે તેમનું ધ્યેય લોકોને શ્રીમદ્દની ઓળખાણ કરાવવાનું જ બની ગયું હતું. તેમની ગુરુભક્તિ બતાવતાં નીચેનાં વચનો જુઓ; વિ. સં. ૧૯૭૬ના એક પત્રમાં સનાદથી તેમણે લખ્યું છે કે –
ગુરુભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ આપે છે જ, તે કર્તવ્ય છે જ.... હે પ્રભુ, અમે તો આ યથાતથ્ય સદ્દગુરુના ભક્તના દાસના દાસ છીએ અને તે ૬૨. “ઉપદેશામૃત ” – ઉપદેશસંગ્રહ-૨, પૃ. ૨૫૮.
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org