________________
શ્રીમદ જવનાસદ્ધિ શ્રી રત્નરાજજી, લલ્લુજી સ્વામીની સેવામાં રહેલા શ્રી રણછોડભાઈને લખે છે કે –
તમો ભાઈને પ્રસંગ પામી પ્રતિબોધ તરીકે નહિ, પણ પ્રેમ પ્રતિભાવ તરીકે જણાવવાનું થાય છે કે, તેના ઉપર ખાસ ધ્યાન રાખી અગમચેતીપણે વતી પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા આરાધનરૂ૫ મહત્ કાર્ય કર્તવ્ય છે. તમે ભાઈ, જાતે વ્યવહારકુશળ અને વિચક્ષણ છે, પરંતુ તમારી જાતિ સરળસ્વભાવી છે. માટે આવા કટેકટીના વખતમાં સાવચેતી રાખી મન મક્કમ રાખવું. કારણ કે કહેવાતા મુમુક્ષુઓનું માપ મોટેભાગે વગર લીધે માપ આવી ગયું છે ... ભાઈ હાલ તે મહાપ્રભુને સાચવવાનાં તમારું સદ્દભાગ્ય છે.”પ૮
મુનિ લલ્લુજી મહારાજને થતા પરિષદની વાત જાણે શ્રી રત્નરાજજી અકળાઈ ગયા હતા. તે વ્યથા વ્યક્ત કરતાં એક પત્રમાં તેઓ શ્રી ચતુરલાલજી મુનિ રત્નરાજજીને લખે છે કે –
“...તમે ખરી કસોટીના વખતે પરમ પ્રભુશ્રીના ચરણમૂળમાં રહ્યા છે. સેવા કરી જન્મ સફળ કરે છે .. અમારી હાજરીની જરૂર જણાય તો બેશક તુરત લખી જણ.. બનતી ત્વરાએ હાજર થઈશ ..હે મુનિ ! સુખે સમાધિની વાત હોત તો મને જણાવવાની જરૂર ન પડત, પણ આ અવસર સાંભળ્યા પ્રમાણે એ આવી ચડ્યો છે કે મારા અંતરમાં એમ જ થાય છે કે હે પ્રભુ ! સહાય કરજે હે પરમકૃપાળ કૃપા કરજે ! ભરૂચમાં રહેવાની ઈચ્છા હતી. છતાં...વાતચીત સાંભળતાં મારું ચિત્ત ઊપડી ગયું. તેમણે ઘણુએ મનુહાર કરી પણ એમ એકદમ ઊપડી ગયા... ભરૂચથી પાંચ દહાડામાં આવે શરીરે કાળા ઉનાળામાં અત્રે – વડોદરા – આવ્યો છું. હવે ફક્ત આપના અભિપ્રાયની વાટ જોઉં છું.”૫૯
શ્રી લલુછ મુનિ તબિયતના કારણે બે વર્ષ સુધી નડિયાદ રહ્યા તે વખતે તેમના પર કેટલી વીતી હશે, તેનો કંઈક ખ્યાલ શ્રી રત્નરાજજી મુનિના આગળ આપેલાં અવતરણે. પરથી આવી શકે છે. આ પત્રવ્યવહાર અંગે, તથા લલ્લુજી મહારાજની તે વખતની સ્થિતિ વિષે બ્રહ્મચારી શ્રી ગોવર્ધનદાસજી જણાવે છે કે –
ઘણા ખરા પત્રો અમુક અંગત માણસ સાથે મોકલેલા એવું તે પત્ર પરથી જણાય છે. અને પત્ર લાવનાર પાસેથી પત્રમાં ન લખવા યોગ્ય બાબત શ્રવણ કરવા અનેક પત્રમાં ભલામણ છે, એટલે કે ઈનાય દોષ પ્રસિદ્ધિમાં આવે તેવું તેમનું અંતઃકરણ ઈછતું નહિ. કેટલાએક ઉદ્દગારો પત્રમાં નીકળી ગયા છે, તે તે પ્રસંગની પ્રબળતા સૂચવે છે. એટલે એ પ્રસંગે, આ પત્ર લાવનારનાં નામ આવે છે તેમની પાસેથી સાંભળ્યા છે. છતાં મહાપુરુષના સાધુચરિતને અવલોકતાં તેને વિસ્તાર કરવાને ચિત્ત પ્રેરાતું નથી. તેમ છતાં તેનું કંઈ પણ દિગ્દર્શન ન થાય તે જે ચરિત્ર લખવાનું કાર્ય હાથમાં લીધું છે તેને અન્યાય પણ થાય છે, એટલે ખરી રીતે કટીના ૫૮. વિ. સં. ૧૯૭૧ને પત્ર; “ ઉપદેશામૃત, પ્રસ્તાવના પૃ. ૫૦. ૫૯. એજન, પૃ. ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org