________________
૬૧૨
શ્રીમદની જીવનસિદ્ધિ તે વખતે લલ્લુજી મુનિ કાવિઠામાં હતા, આ સમાચાર શેઠ ઝવેરચંદ ભગવાનદાસને સરનામે જણાવવામાં આવ્યા. મુનિને પાંચમને ઉપવાસ હતો, તેથી છઠ્ઠને દિવસે તેઓ જંગલમાંથી ગામમાં આવ્યા ત્યારે તેમને આ સમાચાર મળ્યા. ઝવેરચંદભાઈની ઈચ્છા આ સમાચાર પારણું થઈ જાય પછી જણાવવાની હતી, પણ મુનિના આગ્રહને લીધે વહેલા કહેવાઈ ગયા. આ સમાચાર સાંભળીને તેઓ પાછા જંગલમાં ચાલ્યા ગયા અને તે દિવસે તેમણે નિર્જળ ઉપવાસ કર્યો. રૌત્રમાસની ગરમીને તે દિવસ તેમણે પોતાની વિરહની વ્યથાને લીધે પ્રોત્સર્ગ, ભક્તિ વગેરેમાં એકાંતમાં જ ગાળે. ત્યાંથી મુનિ વસો તરફ ગયા. તે પછીથી મુનિન અંબાલાલભાઈને સત્સંગ આશ્વાસ અને ઉત્સાહપ્રેરક બન્યા. વિ. સં. ૧૫૭નું ચોમાસું મુનિએ વસે ક્ષેત્રે કર્યું, વિ. સં. ૧૫૮માં મુનિ દેવકરણજીને દેહ પણ છૂટી ગયો. અને તે રીતે સત્સંગગ્ય વધુ એક વ્યક્તિથી મુનિશ્રી વિખૂટા બન્યા. પણ તે બધું જ તેઓ પાતામાં પચાવી ગયા. વિ. સં. ૧૯૫૮નું ચોમાસું તેમણે દૂર દક્ષિણમાં કરમાળામાં કર્યું. એ દરમ્યાન તેમને અંબાલાલભાઈ સાથે પત્રવ્યવહાર ચાલુ જ હતા. આચાર્ય પદવી કે એવી બીજી કોઈ પદવી લેવાને મેહુ પણ તેમણે છોડી દીધું હતું. શ્રી અંબાલાલભાઈએ એ બાબત કંઈ લખેલું તેના ઉત્તરમાં મુનિએ પોતાની અનિછા જ વ્યક્ત કરેલી. મુનિએ રાખેલી આ અસંગ થવાની ઈચ્છાથી અંબાલાલભાઈએ ખૂબ પ્રસન્નતા પણ અનુભવી હતી.
તે ચોમાસમાં અંબાલાલભાઈને કરમાળા જવાનું થયું હતું અને ત્યાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગબર એ ત્રણે સંપ્રદાયના છેલ્લાં ત્રીસ વર્ષથી ચાલતા ઝઘડે, શ્રી લલ્લુજી મુનિ આદિની સમજાવટ તથા સહાયથી સમાધાનનું સ્વરૂપ પામ્યો હતો. કરમાળાથી વિહાર કરી આજુબાજુનાં ગામોમાં લોકોને ધર્મલાભ આપી મુનિવરો નરોડા આવ્યા. અને વિ. સં. ૧૫નું ચોમાસું નરોડા જ કર્યું.
ત્યાંથી તેઓ રાણકપુર જવાના હતા. આ ખબર જાણી એક દ્રષી સાધુએ ત્યાં જઈ ત્યાંના લોકોને આ મુનિ વિરુદ્ધ ઉશકેર્યા અને તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે એવું લોકેના મગજમાં ઠસાવી દીધું. મુનિઓ ત્યાં પહોંચ્યા ત્યારે લોકોએ આહાર તો શું, પાણી પણ વહરાવ્યું નહિ. ગરમ પાણી પણ તેમને મળ્યું નહિ તેથી બીજા સાધુઓએ ત્યાંથી વિહાર કરવાની ઈચ્છા દર્શાવી, પણ લલ્લુજી મહારાજે કહ્યું કે પ્રાપ્ત પરિષહને જીતવા એ જ મુનિનું કર્તવ્ય છે. તેથી અહીંથી ચાલી જવું યોગ્ય નથી. આથી તેઓ બધા ત્યાં રહ્યા. એ રીતે તેમને ત્રણ નિર્જળા ઉપવાસ થયા. ચોથે દિવસે ખંભાતના સંઘ યાત્રાએ નીકળેલા તે રાણકપુર આવી પહોંચ્યો. સંઘને કઈ મુનિ હોય તો તેમને વહોરાવ્યા પછી ભોજન લેવાની ઈરછા હતી. તેથી ગામમાં તપાસ કરાવી તો આ મુનિઓની ખબર મળી. તેઓને બોલાવી સંઘે આદરપૂર્વક વહોરાવ્યું. અહીં પણ લલ્લુજી મુનિમાં રહેલી સાચી સાધુવૃત્તિનો આપણને પરિચય થાય છે. સમતાપૂર્વક પરિષહોને સહેનારના અંતરની શાંતિ કેવી હશે !
- તે પછી મુનિઓ વિહાર કરતા કરતા પાલણપુર, પાલીતાણા આદિ સ્થળોએ જઈને જૂનાગઢ આવ્યા. ગિરનાર પર તેઓ બધા પાંચમી ટૂંક સુધી અન્ય મુમુક્ષુઓ સાથે ગયા. ત્યાંની એક ગુફા વિષે એવી કિંવદન્તી પ્રચલિત હતી કે જે કઈ તેમાં રાત રહે તે સવાર સુધીમાં મૃત્યુ પામે. આ જાણી શ્રી લલ્લુજી મુનિએ ત્યાં રહેવાની ઈચ્છા કરી. મુમુક્ષુઓની ઘણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org