________________
૭. મદને અન્ય વ્યક્તિઓ પર પડેલ પ્રભાવ શ્રી લલ્લુજી વગેરે મુનિએ શ્રીમદના જ્યાં જ્યાં જવાના સમાચાર મળે ત્યાં ત્યાં વિહાર કરીને બને ત્યાં સુધી પહોંચતા, અને તેમની સાથે સત્સંગ કરવાનો લાભ મેળવતા.
વિ. સં. ૧૯૫૫માં શ્રીમદ્ મુનિઓ પાસે નરોડા આવ્યા હતા. ત્યાં એક દિવસ બપોરે શ્રીમદે મુનિઓને સત્સંગ કરાવવા વનમાં લાવ્યા હતા. ગામ બહાર બધા મળ્યા, તે વખતે મુનિઓના પગ દાઝતા હશે, એમ વિચારી શ્રીમદે પોતાના પગમાંથી જેડા કાઢીને ખુલ્લા પગે ખૂબ જ ધીમી ચાલથી ચાલવા માંડ્યું હતું. તાપ સખત હતો, છતાં તેની કશી પણ પરવા કર્યા વિના તેઓ નિયત સ્થળે પહોંચ્યા. તેમના પગનાં કૂણાં તળિયાં તો એકદમ લાલ થઈ ગયાં હતાં, અને ફલા પણ ઊપડ્યા હતા, છતાં વડ નીચે બેઠા પછી પણ તેમણે ત્યાં હાથ સુદ્ધાં ફેરવ્યો નહોતો. તેઓએ શ્રી દેવકરણછ મુનિ સામે જોઈને જણાવ્યું કે –
હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કેઈને પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રણમાં આત્મા રહેવા ઈચ્છે છે.”
તેથી દેવકરણજી મુનિએ એ પૂછ્યું, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે
ક્યાં જશે ?”
શ્રીમદે જવાબ આપ્યો, “અંતે એ પણ મૂકવાની છે.” તે પછી શ્રીમદ્ મુનિઓને બોધ આપ્યા હતા. વિ. સં. ૧૯૫૬માં લલ્લુજી મુનિએ સેજિત્રામાં સૈનીની ધર્મશાળામાં ચોમાસું કર્યું હતું, તે પૂરું થયું ત્યારે ખબર મળ્યા કે શ્રીમદ અમદાવાદ આવ્યા છે, તેથી તેઓ પણ વિહાર કરી ત્યાં પહોંચ્યા. બીજા બધા મુનિઓ પણ ત્યાં આવ્યા. તે વખતે શ્રીમદે લલ્લુજી મુનિને “કાર્તિકેયાનુપ્રેક્ષા ” વારંવાર વિચારવાની ભલામણ કરી હતી. શ્રીમદ્દ જ્યારે અમદાવાદથી વઢવાણ જવાના હતા તેની આગલી રાતે શ્રીમદે લલ્લુજી મુનિને કહ્યું કે –
તમે જ અમારી પાછળ પડ્યા છો, અમે જ્યાં જઈએ છીએ ત્યાં દોડ્યા આવે છે, અમારે કેડો મૂકતા નથી."૫૬
આ ઠપકે સાંભળી, ધ્યાનમાં લઈ લલ્લુજી મુનિએ નિર્ણય કર્યો કે હવે તેઓ તેડાવશે ત્યારે તેમના ચરણમાં જઈશ, ત્યાં સુધી દૂર રહીને તેમની ભક્તિ ક્ય કરીશ. ત્યાં તે બીજા જ દિવસે શ્રીમદે તેમને તથા શ્રી દેવકરણજી મુનિને પોતાને ઉતારે તેડાવી પિતાની દશા વિષે
જણાવ્યું કે –
હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કાંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહિ.”૫૭
બંને મુનિઓને તેવી શ્રદ્ધા હતી, અને આ વચનો તેમના સ્વમુખે સાંભળતાં બંનેને પરમ ઉલ્લાસ થયો. શ્રીમદ્દ અમદાવાદથી વઢવાણ ગયા, ત્યાંથી કેટલોક કાળ રહી રાજકોટ ગયા અને ત્યાં ૧૯૫૭ના રોત્ર વદ ૫ના શ્રીમદ્દ દેહોત્સર્ગ થયે.
૫૬. “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, પૃ. ૨૫. પ૭. એજન, પ્રરતાવના, પૃ. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org