________________
શ્રીમદની જીવનસિદ્ધિ “ચોમાસું મુનિ છગનનું ખંભાત થાય તેમ સમજાય છે. પણ મુનિ દેવકરણજીકચ્છથી – આવે તો ફેરફાર કરવું હશે તો તે સવડ બને તેમ છે. કેઈ વિષમ બને તેમ નથી આજ મુનિ ભાણજી રખજીને પત્ર આવશે.પ૪ તે પછી લલુજી મહારાજે નડિયાદ અને મુનિ દેવકરણુજીએ વસેમાં ચોમાસું કર્યું હતું.
વિ. સં. ૧૫૫ના ચોમાસા પછી લાલજી મહારાજ સાહત સાતે મુનિઓને ખંભાતના સંઘાડા બહાર મૂકવામાં આવ્યા હતા. આમ છતાં સામા પક્ષ સાથે કઈ પણ જાતને દ્વષભાવ થયે જ ન હોય, તેવી જાતને વર્તાવ તેમણે રાખ્યો હતો. વળી, જે વખતે સંધાડામાં ભાગ થયા ત્યારે પણ પુરતક કે અન્ય કઈ ચીજ માટે આ મુનિઓએ કઈ પણ જાતની માગણી કે તકરાર કરી ન હતી, એ તેમની ઉદારતા તથા નિઃસ્પૃહતાની છાપ બધા સાધુઓ ઉપર પડેલી. કષાયની વૃદ્ધિ થાય તેવા પ્રસંગોમાં પણ આ સાધુઓ સમતાભાવે રહી, આત્મહિતમાં જ મશગૂલ રહ્યા હતા. આ સ્થિતિ વિશે શ્રીમદને જણાવતાં અંબાલાલભાઈએ લખ્યું હતું કે :
“આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહિ કરતા, મહા મુનિઓ આનંદમાં રહે છે. અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે.”
અસત્સંગ દૂર થશે, મારાપણું આખા જગતથી છોડ્યું હતું અને તેમાં આ લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટ્યું, એ પરમ કૃપા શ્રી સદ્દગુરુની છે. હવે તે હે જીવ! તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડે ઘણે મોટો થયે -ચૌદ રાજલોક જેવડા થ. ષદર્શન ઉપર સમભાવ અને મૈત્રી રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળે.'
.. જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં ને ગચ્છમાં જ્ઞાની તેને ગણે છે. મિથ્યાત્વ ગયા પછી સમતિ પ્રાપ્ત થતાં તેને તે નાત, જાત, ટેળી, મત-ગચ્છમાં ગયે; અને તેરમે ગુણઠાણે ગયે કે ચૌદમે છે તો પણ દેહધારીના ગચ્છમાં ગણાણો, પણ શુદ્ધ, નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ સિદ્ધસ્વરૂપે પ્રગટયું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન નિર્મળ થયો.. ”૫૫
આ તથા બીજા કેટલાક પત્રમાં મુનિઓની આંતરિક ઉરચ પરિસ્થિતિનું આપણને દર્શન થાય છે. તેમાં આપણે મુનિઓને, નરસિંહ મહેતાની જેમ કહેતા સાંભળીએ છીએ કે –
ભલું થયું ભાંગી જ જાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.” નડિયાદનું ચોમાસું પૂરું થયા પછી મુનિ વીરમગામ જવા નીકળ્યા. બધા સાધુઓ ત્યાં મળીને ભક્તિ વગેરેમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. ત્યાં પણ શ્રીમદે તેમને સત્સંગ કરાવ્યો હતો. પછી શ્રીમદ્ વવાણિયા જઈને વળતાં અમદાવાદ આવ્યા, તે વખતે મુનિઓ પણ અમદાવાદ પહોંચ્યા હતા. અને ત્યાં પણ એ રીતે તેઓનો મેળાપ થયેલ.
૫૪–પપ. “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, પૃ. ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org