________________
૧૦૫
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
એક દિવસ મુનિએ શ્રીમદ્દ પાસે ચિત્રપટની માગણી કરી. શ્રીમદે તે વિશે કંઈ ધ્યાન આપ્યું નહિ. પણ જ્યારે મુનિએ ફરી ફરી આગ્રહ કર્યો, ત્યારે તેમણે તેમને નીચેની ગાથા એક કાગળ પર લખી આપી.
" संबुझह जतवो माणुसत्त, दटुं भयं वालिसेणं अलंभो । एग तदुक्खे जरिए व लोए, सकम्मुणा विपरियामुवेइ ।। "..
૧–૩–૧૧ છે “સૂયડાંગસૂત્ર”ની ઉપરની ગાથાના અર્થ આવો થાય છે: “હ છવા, તમે બોધ પામો, બોધ પામો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, એમ સમજો, અજ્ઞાનીને સવિવેક પામ દુર્લભ છે, એમ સમજે; આ લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે, એમ જાણે. અને પોતપોતાનાં ઉપાર્જિત કર્મો વડે ઈરછા નથી છતાં પણ જન્મ-મરણાદિ દુઃખનો અનુભવ કર્યા કરે છે, તેને વિચાર કરો.”
થોડા દિવસ પછી “સમાધિશતકની પહેલી ૧૭ ગાથા સુધી શ્રીમદ વાંચી સંભળાવ્યું. અને પછીને બધો ભાગ વાંચવા તથા વિચારવા તે પુસ્તક મુનિને આપ્યું. મુનિ પુસ્તક લઈને દાદર સુધી પહોંચ્યા ત્યાં તેમને પાછા બોલાવી, તે પુસ્તકના પહેલા પાના પર, “આતમ ભાવના ભાવતાં જીવ લડે કેવળજ્ઞાન રે” એ અપૂર્વ લીટી લખી આપી.
શ્રીમદ્દ ઘણી વાર મુનિને મૌન રહેવાને બોધ આપતા, તેથી વિ. સં. ૧૯૪તું ચોમાસું પૂરું થયા પછી મુનિએ ત્રણ વર્ષ માટે મૌન ધારણ કર્યું. તેમાં માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્દ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખેલી. એ અરસામાં “સમાધિશતક”નું વાંચન પણ ચાલતું હતું.
વિ. સં. ૧૯૫૦-૫૧ બંને વર્ષનાં ચોમાસાં સુરતમાં થયાં હતાં. સુરતમાં તેમને તથા મુનિ દેવકરણજીને કેટલાક વેદાંતના ગ્રંથોનો અને કેટલાક વેદાંતીઓને પરિચય થયેલો. એમાંથી મુનિ દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા હતા, એટલું જ નહિ તેમ કહી બતાવતા પણ હતા. એ બાબત લલ્લુજી મુનિએ શ્રીમદ્દને લખી જણાવ્યું. પ્રત્યુત્તરમાં શ્રીમદે દેવકરણછ મુનિને યોગ્ય બોધ થાય તેવા પત્ર લખ્યો, જે વાંચી દેવકરણજી સાચા રાહ પર આવ્યા.
તે પછી શ્રીમદ્દ એક વખત સુરત એક દિવસ માટે ઊતરેલા, ત્યારે તેમણે દેવકરણના મનનું સમાધાન કર્યું હતું. સુરતમાં લલ્લુછ મુનિને દસ-બાર માસથી તાવ આવતે હતો. તેથી લલ્લુજી મહારાજને દેહ છૂટી જવાનો ભય લાગ્યો. આથી તેમણે પોતાના કૃપાળુ શ્રીમદ્દ ઉપરાઉપર પત્રો લખી વિનંતિ કરી કે –
હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમક્તિ વિના જઈશ તે મારા મનુષ્યભવ વૃથા જશે. કૃપા કરી હવે મને સમકિત આપે.”૮ ૭ ૪૭, શ્રીમદ્ પરને પત્ર, “ઉપદેશામૃત', પૃ. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org