________________
શ્રીમદની જીવનસિદ્ધિ
પ્રશ'સા કરી. આથી શ્રીમદ્ પાસેથી શાસ્ત્રના મમ જાણવા લલ્લુજી મહારાજે ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ આજ્ઞા આપી. મુનિ તથા શ્રીમદ્ ઉપાશ્રયના મેડા ઉપર ગયા. અને ત્યાં મુનિએ પેાતાનાથી ૧૪ વર્ષે નાના, અને ગૃહસ્થવેષી શ્રીમને પેાતાના પૂજ્ય માની ત્રણ દંડવત્ નમસ્કાર કર્યા. તે પછી શ્રીમદ્દે મુનિને તેમની ઇચ્છા બાબત પૂછ્યુ. ? તો મુનિએ સમકિત અને બ્રહ્મચર્યની દૃઢતાની માગણી કરી. થાડી વાર મૌન રહ્યા પછી શ્રીમદ્દે જણાવ્યું, “ ઠીક છે. ” પછી તેએ નીચે ગયા; અને ઘેર જતાં રસ્તામાં તેમણે અંબાલાલભાઈ ને જણાવ્યું કે શ્રી લલ્લુજી પૂના સંસ્કારી પુરુષ છે.
૬૦૪
સમાગમ માટે ગયા. આપેા છે ? ” તેના ઘણા પૂજ્યભાવ થતો
બીજે દિવસે લલ્લુજી મહારાજ અબાલાલભાઈ ને ત્યાં શ્રીમના ત્યાં એકાંતમાં શ્રીમદ્ તેમને પૂછ્યું, “તમે શા માટે અમને માન ઉત્તરમાં મુનિએ તેમન જણાવ્યું કે, “તમને જોઈ ને તમારા પ્રતિ હતો, અને હ થતો હતો. વળી, પૂર્વભવના પિતા હા તેવા ભાવ આવતો હતો અને આત્મામાં નિર્ભીયતા આવતી હતી, એટલે તમને માન આપીએ છીએ. ” તે પછી શ્રીમદ્ મુનિને પૂછ્યું કે, “તમે અમને શાથી ઓળખ્યા ? ” મુનિએ સત્ય વસ્તુ જણાવી કે, “ 'ખાલાલભાઈના કહેવાથી.’
',
તે પછી શ્રીમદ્રે ૮ સૂયગડાંગ સૂત્રમાંથી થેાડુ. વિવેચન કર્યું. એનાથી સુનિ ખૂબ આનંદ પામ્યા. શ્રીમદ્ જેટલા દિવસ ખંભાત રહ્યા તેટલા દિવસ મુનિ તેમની પાસે સત્સ`ગ અર્થે જતા. અને તેમાંથી પૂજ્યભાવ વધતાં મુનિ તેમને ગુરુ તરીકે ગણવા લાગ્યા. આમ હવે મુનિએ ગુરુ તરીકે ગૃહસ્થને સ્વીકાર્યાં. હિંદના ઇતિહાસમાં મુનિને ગૃહસ્થ ગુરુ હાય તેવા દાખલા ભાગ્યે જ જોવા મળે છે. આ પહેલાં આવાં એ ઉદાહરણો જાણીતાં છે: સ્વામી વિવેકાન’દના ગુરુ ામકૃષ્ણ પરમહ`સ ગૃહસ્થ હતા; અને સ્વામી પ્રકાશાન દજીના ગુરુ શ્રી લલ્લુભાઈ ગેરધનદાસ પણ ગૃહસ્થ હતા. અને મુનિ લલ્લુજીના ગુરુ ગૃહસ્થ શ્રીમદ્ અન્યા. એ બતાવે છે કે શ્રીમનું જીવન ત્યાગીને પણ ધરૂપ થાય તેવું હતું.
શ્રીમદ્દના મુંબઈ જવા પછી લલ્લુજી મહારાજ, અ`બાલાલભાઈ મારત, શ્રીમદ્ સાથે પત્રવ્યવહાર કરી જ્ઞાનવાર્તાના લાભ મેળવતા હતા. મુનિએ વિ. સ’. ૧૯૪૭માં વટામણમાં ચામાસું કર્યું; વિ. સ. ૧૯૪૮માં સાણંદ ચામાસ' કર્યું', અને વિ. સ. ૧૯૪૯માં મુંબઈ ચામાસું કરવાનું નક્કી કર્યું. મુંબઈ ચામાસુ કરવામાં મુનિની ઇચ્છા શ્રીમના સમાગમના લાભ મળે તે પણ હતી, તેથી શ્રીમદ્દે જ્યારે તેમને મુ`બઈ જેવા અનાર્ય દેશમાં ચામાસું કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવેલું કે, “ આપના દર્શન-સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માંસ કર્યું' છે.” એ જાણ્યા પછી શ્રીમદ્દે મુનિને, કોઈની આડખીલી ન હોય તો, પેાતાની પેઢી પર રાજ એક કલાક સત્સમાગમ માટે આવવા જણાવ્યું હતું. એ પ્રમાણે મુનિ રાજ ત્યાં જતા, અને શ્રીમદ્ વ્યાપારાદિનુ` કામકાજ છેડી પાસેની ઓરડીમાં મુનિની સાથે એકાંતમાં સત્સંગ કરતા. વખતે શ્રીમદ્ મુનિને અનેક શાસ્ત્રોના ભાગ વાંચી સભળાવતા અને સમજાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org