________________
શ્રીમદ્દની જીવનસદ્ધ
આ પત્ર પરથી આપણે જાણી શકીએ છીએ કે શ્રી અ‘બાલાલભાઈ ને શ્રીમના દેહાંતથી ઘણા શાક થયા હતો, કારણ કે પરમા માર્ગમાં આગળ વધારનાર ગુરુ તેમણે ગુમાવ્યા હતા. વળી, તેઓ વારવાર શ્રીમના સમાગમમાં તથા સેવામાં રહેતા હતા એ દૃષ્ટિએ પણ તેમને વિશેષ આધાત લાગે એ સ્વાભાવિક છે. અંબાલાલભાઈએ તે પછીથી પેાતાનુ જીવન વિશેષ ધ મય બનાવ્યું હતુ, અને ધર્મારાધન માટે પાતાના દેહનો ત્યાગ પણ તેમને સહજ બન્યા હતો. તેમને તે જાતનું નિમિત્ત પણ મળી આવ્યું હતું, જે આ પ્રમાણે છેઃ—
૫૮
“ફેણાવના શા. છેોટાલાલ કપૂરચ’દ, અ‘બાલાલભાઈના સત્સંગી હતા. તેમન “ મેાક્ષમાળા ”ના ૬૭મા પાઠ તરીકે મુકાયેલું “ બહુ પુણ્ય કેરા પુંજથી ” એ કાવ્ય, અને તેમાંયે તેની પહેલી એ પક્તિ ખૂબ જ પ્રિય હતાં. તેથી પહેલી કડીનુ રટણ સતત ચાલુ જ રાખતા. એનાથી તેમના મતિજ્ઞાનની નિર્મળતા થઈ, અને તેમને પોતાના મરણ સંબંધી કંઈક આગાહી થઈ. તે પછી એક દિવસે તેઓ અંબાલાલભાઈ વગેરે પાસે આવીને સર્વને નમસ્કાર કરવા લાગ્યા. તેમણે અચાનક કરેલી આવી વર્તણૂક ન સમજાતાં અબાલાલભાઈ એ તેનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યુ` કે “મારે તમારી પાસેથી કંઈક વચન લેવુ' છે.” અંબાલાલભાઈ એ કહ્યું કે શુ' વચન લેવુ' છે તે જણાવા. ઘેટાભાઈ કહે, પહેલાં વચન આપેા પછી જણાવું. અંબાલાલભાઈ એ વચન આપતાં છેટાભાઈ એ તેમની પાસે માગણી કરી કે, “મારા મરણ વખતે હાજર રહી, મરણ સુધારવા અને સ્મરણ આપવાની કૃપા કરવી. ’’ આ પ્રમાણે તેમણે અંબાલાલભાઈ અને તેમની પાસે બેઠેલા નગીનભાઈ પાસે કબૂલ કરાવ્યુ. એકાદ અઠવાડિયા પછી છાટાલાલભાઈ ને પ્લેગની ગાંઠ નીકળી. એથી વ્યાવહારિક ઉપકારને લઈને, તથા આપેલા વચન મુજબ અબાલાલભાઈ ત્રણ દિવસ તેમની પાસે રહેલા અને વાંચન, ભક્તિ, ધ વગેરેથી છોટાભાઈ ના ઉપયાગ આત્મામાં જ જોડાઈ રહે તેમ પ્રવર્ત્યા હતા. તેમના કામાં સાથ આપવા નગીનભાઈ તથા અંબાલાલભાઈના ભત્રીજા પાપટભાઈ પણ છોટાભાઈની સેવામાં રહ્યા હતા. અને ત્રણેએ સાથે મળીને છેોટાભાઈનુ મરણ સુધાયુ`. તે પછી તરત જ તે ત્રણેય ભાઈઓને પણ ચેપ લાગુ પડતાં પ્લેગની ગાંઠ નીકળી, અને ત્રણેનાં મરણ સાથે થયાં. આ પ્રસંગ વિ. સ'. ૧૯૬૧માં બન્યા. અબાલાલભાઈ એ શટાભાઈ ને સમાધિમરણ કરાવવા પાતાના દેહના પણ સમાધિપૂર્વક ત્યાગ કર્યા. ધન્ય છે, તેમના દેહ પ્રત્યેના અમમત્વને !’૩૮
શ્રીમના અવસાન પછી તેમનું સાહિત્ય તથા પત્રા બહાર પાડવા વિષે પણ અંબાલાલભાઈ એ શ્રી મનસુખભાઈ ને ઘણા સારા પ્રમાણમાં સહાય કરી હતી. તેએએ જ્યાં જ્યાંથી અને ત્યાં ત્યાંથી શ્રીમદ્ગના પત્રા મેળવી, નકલા એકઠી કરી આપી હતી. એ રીતે “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથની પહેલી આવૃત્તિ બહાર પાડવામાં પણ તેમના ફાળે કઈ નાનાસના ન ગણાય.
૩૮. આ આખા પ્રસંગ લલ્લુજી મહારાજે જણાવ્યા છે. જુએ, “ ઉપદેશામૃત”, પૃ. ૨૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org