________________
૧૩. શ્રી અને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ તત્વવિચારણા. આ બધાં વિશે શ્રીમદ્ અંબાલાલભાઈને માર્ગદર્શન આપ્યું હતું, તે તેમની ઉચદશા બતાવે છે.
કેટલાક પત્રોમાં આઠ રુચકપ્રદેશ, એકદેશેઉ ચૌદપૂર્વ ધારી નિગોદમાં કઈ રીતે જાય, મુમુક્ષતા ન જાગવાનાં કારણે, પંચમહાવ્રતની મહત્તા, સત્સંગનું માહાભ્ય, પરિષહની સહનશીલતા વગેરે વિશે શ્રીમદે વિસ્તારથી સમજણ આપી છે.૪ ૬
અન્ય બાબતે સંક્ષેપે જણાવી છે.
ધર્મમાં રૂચિ ધરાવનાર અંબાલાલભાઈને યોગ્ય માર્ગદર્શન આપી ઉચ્ચ આત્મદશાએ પહોંચાડનાર શ્રીમદ્દ હતા. તેઓ બંને વચ્ચેનો પત્રવ્યવહાર જોતાં પણ સમજાય તેવું છે કે શ્રીમદે તેમના આત્મવિકાસમાં કેટલે ફાળો આપ્યો હતો. શ્રીમદ્દ તેમના સદગુરુ જ હતા. અને સદગુરુનું માહાભ્ય કેવું છે તે શ્રીમદ્દે ઠેકઠેકાણે બતાવ્યું છે. બીજી બાજુ અંબાલાલભાઈ પણ શ્રીમદ્રને પરમાર્થમાર્ગમાં આગળ વધવા સહાયરૂપ થયા. તેમના સંપર્કમાં શ્રીમદ્ સત્સંગ માણ શકતા હતા. વળી, હસ્તપ્રતોની નકલ કરવી, શ્રીમદ્દનાં વચનની નકલ કરવી વગેરે કાર્યમાં શ્રીમદના મંત્રી જેવા જ હતા. શ્રીમદ્દ નિવૃત્તિ માટે ગુજરાતમાં વસતા ત્યારે તેમની સગવડને બધે જ ભાર અંબાલાલભાઈ ઉપર રહેતે. આમ આ બંને ગૃહસ્થ વેશમાં છતાં સાચા અર્થમાં ગુરુશિષ્ય હતા.
શ્રીમદ્દ અને લઘુરાજ સ્વામી
ભાલ પ્રદેશના વટામણ ગામમાં સ્થાનકવાસી સંપ્રદાયના ભાવસાર કુટુંબમાં કૃષ્ણદાસ પાલજી નામના વ્યવહારકુશળ અને અગ્રગણ્ય પુરુષ રહેતા હતા. તેઓ ચાર વખત પરણેલા પણ સંતાન થયું નહોતું. તેમના આયુષ્યના અંતિમ વર્ષે કુશલા (સલી) બાઈને ગર્ભ રહ્યો. એ અરસામાં કૉલેરાને રેગ ફાટી નીકળતાં કૃષ્ણદાસભાઈ તે રોગથી મૃત્યુ પામ્યા. તેમના અવસાન પછી ડા સમયમાં, વિ. સં. ૧૯૧૦માં, કસલીબાઈએ પુત્રનો જન્મ આ. એ પુત્રને ઉછેરવામાં ચારે માતાઓનું વૈધવ્યદુઃખ વિસારે પડવા લાગ્યું. પુત્રનું નામ લલ્લુભાઈ રાખવામાં આવ્યું.
લલુભાઈને યોગ્ય ઉંમરે ગામઠી શાળામાં મોકલવામાં આવ્યા, પણ તેમને બીજા બાળકના પ્રમાણમાં ઘણું ઓછું યાદ રહેતું હતું. તેથી તેમને ગણિત જેવા વિષયો કાંકરાની ઢગલી કરીને, એટલે કે પ્રત્યક્ષ અનુભવરૂપે શીખવવામાં આવ્યા હતા. થોડું ઘણું લખતાં-વાંચતાં આવડયું એટલે તેમણે દુકાને બેસવાનું ચાલુ કર્યું. તેઓ દુકાનની દેખરેખ રાખતા, બાકીનું લેવડદેવડ આદિનું કામકાજ મુનિમ મારફત ચાલતું. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંકઃ ૨૪૨, ૨૫૪, ૨૮૫, ૨૯૧, ૩૭૬,
૩૯૯, ૪૫૪, ૫૦૩, ૫૩૭, ૫૭૨, ૬૧૬, ૨૧, ૭૦૮ વગેર.
૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org