________________
૫૪૯
૧૨. શ્રમને ભિક આત્મવિકાસ
આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.૧૪ એ જ રીતે કોઈ પણ ધર્મ વિશેનો આગ્રહ તેમને આ વર્ષમાં છુટી ગયો હતો. તેમની એવી માન્યતા થઈ હતી કે જે માગે આમા પમાય તે જ ઉત્તમ ધર્મ. આથી મતમતાંતરને ત્યાગ કરવાની ભલામણ કરતાં વચને પણ તેમના આ સાલમાં લખાયેલા પત્રે જોતાં મળે છે. વિ. સં. ૧૯૪૬ના કારતક સુદ સાતમના રોજ શ્રી મનસુખરામ સૂર્યરામને તેમણે લખેલું કે :
“જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દશાવતા નથી. તેમ આત્મા જે રૂપ હ તે રૂપ ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જેને પણ એક પવિત્ર દર્શન છે, એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.”૧૫
એ જ વર્ષના અષાડી અમાસના રોજ શ્રીમદ્ શ્રી મનસુખરામ સૂર્યરામને ફરીથી લખ્યું હતું કે –
જનના આગ્રહથી જ મોક્ષ છે, એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયા છે. મુક્તભાવમાં મોક્ષ છે એમ ધારણું છે.”૧૬
ઉપર જયાં તેવાં અવતરણે પરથી આપણે સમજી શકીએ છીએ કે તેમને જૈનધર્મની શ્રેષતા જણાઈ હોવા છતાં, તે વિશે કેઈ જાતને પક્ષપાત રહ્યું ન હતું, અને તેમની વૃત્તિ એકમાત્ર આત્મા પ્રાપ્ત કરવા તરફ જ વળી હતી. પરિણામે તેમને શ્રદ્ધારૂપ સમક્તિ પ્રાપ્ત થયું હતું –
આસપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યું છે.”૧ ૭
આમ અનુભવસ્વરૂપ શુદ્ધ આત્મા પ્રગટ થયા પહેલાં આત્મા વિશે જે દઢતા આવે છે તે વિ. સ. ૧૯૪૬માં તેમને આવી ગઈ હતી. અને તેથી તે તેમને માર્ગની નિઃશકતા લાગતી હતી. શ્રીમદ્દને આવેલી તે દઢતા તેમનાં વિ. સં. ૧૯૪૬ના કારતક સુદમાં લખાયેલાં નીચેનાં વચનોમાં જોઈ શકાશે –
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હા, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સેળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરગ મેહિની નથી, સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ, શુલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યકૃતિમય, ચિરકાળ આનંદપ્રાપ્તિ, અદ્દભુત સ્વરૂ પદર્શિતાની બલિહારી છે ! ”૧૮ ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૮૫ ૧૫. એજન, આંક ૮૭. ૧૬-૧૭. એજન, આંક ૧૨૦ આંક ૭૫૧ ૧૮. એજન, આંક ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org