________________
૫૫૨
શ્રીમની અવનસિદ્ધિ આવી વિદેહી દશા વર્તતી હોવાથી તેમને પ્રવૃત્તિ કરવી કેટલી મુશ્કેલ પડતી હશે તેને કઈક અંદાજ આ અવતરણ પરથી આવી શકશે. આવી પરિસ્થિતિને લીધે થયેલા જન્મ માટે થત ખેદ તેમણે આ વચનેથી દર્શાવ્યું છે –
“આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીને જન્મ થવો યોગ્ય નહેાતે. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શેક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. ૨૩
વિ. સં. ૧૯૪૬માં શ્રીમદ્દની આત્મસાક્ષાત્કાર કરવાની જિજ્ઞાસા વધે છે, સંસાર અને વ્યાપારને લગતી ઉપાધિઓ પણ વધે છે, તે વિશેના તેમના વૈરાગ્યની પણ વૃદ્ધિ થાય છે, પરિણામે એ બે વિધી માર્ગને સમભાવે સહી લેવાને પ્રબળ નિશ્ચય તેમના આત્મામાં પ્રવતે છે. તેનું વેદન કરવામાં તેમની પરમાર્થ પ્રકાશવાની અભિલાષા ગૌણ બની જાય છે, અને અહીં તેમને આમિક વિકાસને બીજો તબક્કો પૂર્ણ થાય છે.
તબકો ત્રીજો : સમ્યજ્ઞાનની પ્રાપ્તિ
વિ. સં. ૧૯૪૬ સુધી ભોગવેલા આત્મમંથનના પરિણામરૂપે વિ. સં. ૧૯૪૭માં શ્રીમદને શુદ્ધ સમક્તિની પ્રાપ્તિ થાય છે. તે સાથે બીજી કેટલીક સિદ્ધિઓની તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ તેમનો આત્મા પારમાર્થિક સુખને ભોક્તા બને છે, કર્મક્ષય કરી મોક્ષસુખ પામવા ઉતાવળા થાય છે. પણ બીજી બાજુ ઉપાધિરૂપ કર્મોને પ્રબળ ઉદય આવે છે. જેમ જેમ વ્યવહાર, વેપારાદિથી છૂટવા શ્રીમદ્દ પ્રયત્નો કરે છે તેમ તેમ તેઓ વધુને વધુ ખેંચતા જાય છે, અને તેથી અંતરંગ શ્રેણી અને બાહ્ય વચ્ચેને વિરોધ ઉગ્ર સ્વરૂપ પકડે છે, તે એટલે સુધી કે સર્વ સમભાવે વેદી લેવાની ઈચ્છાવાળા શ્રીમદ પણ અકળાઈ ઊઠે એવી પરિસ્થિતિઓ આવે છે. છતાં તેઓ ભાગ્યે જ ધીરજ ગુમાવે છે, અને પરમાર્થમાર્ગને પ્રકાશવાની ઈચ્છા ગૌણ કરી ઉદયમાં આવેલાં કર્મોને ભેગવવામાં જ તેમનો વિ. સં. ૧૫ર સુધીનો સમય પસાર થઈ જાય છે. આ ઉદય એટલે બધો પ્રબળ હતું કે આ ગાળામાં સાહિત્યને લગતી રચનાઓ પણ બહુ ઓછી થઈ છે, પણ આવેલી સર્વે મુશ્કેલીઓને ઓળંગીને શ્રીમદે કઈ રીતે આત્મવિકાસ સાધ્યો હતો તે જાણવા માટે આ તબક્કો તેમના જીવનમાં સૌથી અગત્યને ગણી શકાય.
વિ. સં. ૧૯૪૭ની સાલની શરૂઆતમાં શુદ્ધ સમકિત પ્રગટયા પછી આખા વર્ષ સુધી તેનાથી પ્રગટ થતો ઉલ્લાસ નજરે ચડે છે. વિ. સં. ૧૯૪૬માં આવેલી સમજણની વૃદ્ધિ દિનપ્રતિદિન થતી ગઈ હતી. તે વિશે શ્રીમદ્ ભાગભાઈને લખ્યું હતું કે –
એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિમ્ઝન પણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી, ૨૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org