________________
સહર
શ્રીમતી જીવનસિદ્ધિ
અહી” શ્રીમદ્દે કેવળજ્ઞાનની નહિ, પણ “ કેવળ લગભગ ભૂમિકા ”ની વાત કહી છે. ‘કેવળ લગભગ ભૂમિકા' એટલે શ્રુતકેવળી જેવી દશા. તેમાં તેને કેવી જેટલું જ, પણ સાંભળેલું જ્ઞાન હાય, અર્થાત્ અનુભવસ્વરૂપ નહિ, પણ શ્રવણુ કરેલું. કેવળજ્ઞાન સુધીનું જ્ઞાન. શ્રીમના જણાવ્યા પ્રમાણે તેમને ત્યાં સુધી જ્ઞાન પ્રકાશિત થયુ હતુ. પણ તેમના એ જ્ઞાનને પામવું કે માપવુ એ કાઈ તેમના જેવી જ્ઞાની વ્યક્તિનું જ કામ છે, બીજાનું તો તે ગજુ પણ નથી. અલબત્ત, એટલું નિશ્ચિતપણે કહી શકાય કે તેએ આત્માની કાઈ ઉચ્ચ, અલોકિક દશાએ વિરાજતા હતા.
ગૃહસ્થદશામાં રહીને આત્મશ્રેય કરનારા વિરલા જ હાય છે. શ્રીમદ્ આવા વિરલા પુરુષામાંના એક વિરલા પુરુષ હતા. તેમણે સમ્યજ્ઞાન પ્રગટાવવાના પુરુષાથી શરૂ કરીને કેવળજ્ઞાન પ્રગટાવવા સુધીના પુરુષાથ ઉપાડયો હતો. અને તેની સફળતા મેળવવા માટે માત્ર ૩૩ વર્ષનું જ આયુષ્ય તેમને મળ્યું હતું. એટલા ટૂંકા ગાળામાં ભરતક્ષેત્રમાં પચમકાળે વધુમાં વધુ જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું જ્ઞાન તેમણે મેળવી લીધું હતું. અને આથી તો આ ભવ પછી મુક્ત થવા માટે એક જ ભવ બાકી છે તેવી ખાતરી પણ તેમને થઈ ગઈ હતી; જુએ
૯. શ્રીમદ્ રાજચંદ્ર ” અગાસ આવૃત્તિ, હાથનોંધ-૧ (૩૨) પૃ. ૮૦૧
Jain Education International
* અવશ્ય ક્રમ ના ભાગ છે, લાગવવા અવશેષ રે; તેથી હુ એક જ ધારીને, જાશુ` સ્વરૂપ સ્વદેશ રે ’૯૯
k
For Private & Personal Use Only
www.jainelibrary.org