________________
૧૭. શ્રીસના અન્ય વ્યક્તિએ પર પડેલે પ્રભાથ
૫૫
વિ. સ’. ૧૯૪૪માં શ્રીમદ્ મેાક્ષમાળા ” છપાવવા માટે ક્રીથી અમદાવાદ આવ્યા. તે વખતે તેઓ, મારખીના રહીશ વિનયય'દ પાપટભાઈ દફ્તરી તરફથી, શેઠ જેસ‘ગભાઈ ઉપર માક્ષમાળા ”ની છપાઈ વિશે ભલામણપત્ર લઈને આવ્યા હતા. તે પત્ર અનુસાર શ્રી જેસ‘ગભાઈ એ શ્રીમને અમુક મદ પણ કરી હતી, તે સમયે શ્રીમદ્ બેથી અઢી માસ અમદાવાદ રોકાયા હતા. જેસંગભાઈ શ્રીમદ પાસે વારંવાર તેમના ઉતારે જતા, ત્યારે શ્રીમદ રમૂજ ખાતર તેમના મનની વાત જાણીને પ્રગટ કહેતા, અને તેથી જેસગભાઈ શ્રીમદ્દને વિદ્વાન તરીકે જાણતા. પરતુ કામકાજને અંગે જેસ`ગભાઈને વારવાર બહારગામ જવાનું થતુ', તેથી તેઓ શ્રીમદ્ પાસે નિયમિત જઈ શકતા નહિ. આથી તે પેાતાના નાના ભાઈ જૂડાભાઈ ને શ્રીમદ્ પાસે માકલતા. તેમ કરતાં જૂઠાભાઈના શ્રીમદ્ સાથેના પરિચય વધ્યા. અને તેમને શ્રીમની જ્ઞાની તરીકેની ઓળખાણ થઈ
"6
શ્રી જૂઠાભાઈ સાથેના સબંધ ગાઢ થયા પછી શ્રીમદ્ જ્યારે જ્યારે અમદાવાદ જતા ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. આ ઉપરાંત શ્રીમદ્ સાથે જૂઠાભાઈ દોઢથી બે માસ મેારખીમાં રહ્યા હતા. અને ઘેાડા દિવસ ભરૂચ પણ ગયા હતા. વળી, પ્રત્યક્ષ સમાગમ ન હાય ત્યારે અને વચ્ચે ધનિમિત્તે પત્રવ્યવહાર પણ નિયમિતપણે ચાલતા.
શ્રી જૂડાભાઈ ના જન્મ વિ. સ’. ૧૯૨૩ના કારતક સુદ બીજના રાજ થયા હતા. એ હિસાબે તેઓ શ્રીમદ્ કરતાં એક વર્ષ માટા એટલે કે લગભગ સમવયસ્ક જેવા હતા. તેમના પિતાનું નામ ઉજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતુ. તેમના અભ્યાસ અંગ્રેજી ચેાથા ધારણ સુધીના હતા. તે બુદ્ધિશાળી તથા ભક્તિ-ભાવવાળા હતા. શરૂઆતમાં તે વૈષ્ણવ સ‘પ્રદાયની ભક્તિમાં જતા હતા. પણ શ્રીમના મેળાપ પછીથી તેમના એ સ`ગ છૂટી ગયેા હતા, એમની ભક્તિમાં ઘણા વેગ આવ્યા હતા અને એમણે ઉચ્ચ દશા પ્રાપ્ત કરી હતી.
વિ. સં. ૧૯૪૪ના ભાદરવા વદ પછીથી શ્રી જૂડાભાઈ ઉપર શ્રીમદ્દે લખેલ લગભગ વીસ જેટલા પત્રો “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલા જોવા મળે છે. આ પત્રોમાંના ઘણાખરા પત્રો ટૂંકા છે. માત્ર ત્રણ-ચાર પત્રો જ લાંબા છે, છતાં તે બધામાંથી શ્રીમદની જૂડાભાઈ પ્રતિની પ્રીતિ સ્પષ્ટ જણાય છે.
ܕܙ
વિ. સ’. ૧૯૪૫ આસપાસથી શ્રી જૂઠાભાઈની તબિયત નરમ રહેવા લાગી હતી, એથી તેમને શ્રીમદ્રના વિયેાગ બહુ આકુળ કરી મૂકતા હતા. જૂઠાભાઈ પાતાની આકુળતા પત્રોમાં વ્યક્ત કરતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ વાર વાર જણાવતા મારા પ્રતિ કે બીજા કાઈ પ્રતિ એવેા રાગ ન કરવા જોઈએ કે જેથી શરીરને હિન પહોંચે. વિ. સ’. ૧૯૪૫માં શ્રીમદ્રે લખ્યું હતુ. કેઃ-~
“ મારાથી દૂર રહેવામાં તમારી આરાગ્યતા હાનિ પામે તેમ થવુ... ન જોઈએ. સર્વ આન'દમય થશે.”ર
Jain Education International
૧. ટુંંકા ગાળે લખાયેલા આ પત્રોની ધારા, જુડાભાઈના અલ્પાયુને કારણે, લાંએ સમય ચાલી નહેાતી. 2. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આÍત્ત, આંક ૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org