________________
૧૩, શ્રીમદ્ન અન્ય વ્યક્તિએ પર પડેલા પ્રભાથ
પ
ઉપાડી, અને અન્યાયેા સામે જીત મેળવવા દેશને જાગ્રત કર્યાં, તે અરસામાં ઊજવાતી “ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી” નિમિત્તે તેમણે ભાષણેા પણ કરેલાં, જેમાં તેમણે પેાતાના પર શ્રીમદ્ કરેલા ઉપકારના ઉલ્લેખ કરી, તેમનું ઋણ જાહેરમાં સ્વીકાર્યું હતું.
ધર્મ, સમાજસેવા અને રાજકારણમાં ગાંધીજીએ દર્શાવેલા અને આચરણમાં મૂકેલા સત્ય અને અહિંસાના સિદ્ધાંતાની પ્રેરણાનુ· મૂળ શ્રીમના તેમના પર પડેલા પ્રભાવમાં જોઈ શકાય છે. તે વિશે ગાંધીજીએ લખ્યુ છે કે :~~
kr
ઘણી વાર કહીને લખી ગયા છુ... કે, મેં ઘણાના જીવનમાંથી લીધુ છે, પણ સૌથી વધારે કાઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું' તેમના જીવનમાંથી શીખ્યા છુ'. ૨૮
“.. આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની એ મેટી વાતા તે સત્ય અને અહિ'સા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસા તે તે જૈન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે જ હતી.”૨૯
આમ જોઈએ તે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વગેરે અનેક બાબતમાં શ્રીમદની ગાંધીજી ઉપર ઘણી ઊંડી અસર હતી. તેએ બંને પાંચ મહાવ્રતના હિમાયતી હતા. અગત સ્વાર્થ જોવાની વૃત્તિ તેઓ બેમાંથી કેાઈનામાં પણ નહેાતી. અને તેથી જ તેઓ અને પરસ્પરના અત્યંત નિકટ પરિચયમાં ખૂબ સ્વાભાવિકતાથી આવી શકથા હતા.
આત્મા
આમ છતાં બંનેનાં કાર્યક્ષેત્ર અલગ અલગ હતાં. શ્રીમદ્દનુ કાર્ય ક્ષેત્ર “ હતું. જેમ બને તેમ ત્વરાથી જન્મમરણના ફેરામાંથી છૂટવાનું તેમનું ધ્યેય હતું. અલબત્ત, તે માથે પડેલી સાંસારિક જવાબદારીઓ પૂરી કરતા હતા, પણ તેમાં કયાંયે તેમનું ચિત્ત આસક્ત નહોતું. પેાતામાં પ્રગટેલી ચમત્કારિક શક્તિને પણ શ્રીમદ્ અંતરમાં જ શમાવી દીધી હતી. અને તેએ આત્મામાં જ મગ્ન બન્યા હતા; ત્યારે ગાંધીજી સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે કામ કરતા હતા. અને તે કાર્ય કરવાની લાયકાત મેળવવા તે પૂરા પ્રયત્ની હતા. તેમ કરવામાં તેએ સફળ પણ થયા હતા. તેમણે ધર્મ એ તા મનુષ્યના પ્રત્યેક અંગમાં રહેલે હોવા જોઈ એ, તે ભાવનાને શ્રીમદ્દ પાસેથી જાણીને, તેના સ‘દેશ આખા જગતને પહેાંચાડયો. અને પોતાનુ પ્રત્યેક કાર્ય પણ ધર્માનુસાર કરવાની ચીવટ રાખતા હતા. અને તેમના ગુણાને લીધે ગાંધીજી દુનિયાભરમાં પ્રખ્યાત થયા.
ગાંધીજીએ બતાવ્યુ છે તે પ્રમાણે શ્રીમદ્દે વ્યાપારમાં પણ ધર્મપાલન સ`પૂર્ણ રીતે થઈ શકે છે તે સાબિત કરી બતાવ્યું હતું. એ જ પ્રમાણે આપણે ગાંધીજી માટે કહી શકીએ કે રાજકારણમાં પણ સ પૂર્ણ પણે ધર્મ પાલન થઈ શકે છે તે તેમણે સાબિત કરી બતાવ્યું. અને મહાવિભૂતિએ એક એક એવા ક્ષેત્રમાં ધર્મનું સ્થાન બતાવ્યું કે જેમાં આજ સુધી દુનિયા એમ જ માનતી હતી કે તેમાં તે ધર્મને સ્થાન જ ન હોઈ શકે. બંનેમાં
""
૨૮. વિ. સ', ૧૯૭૮ની કાકી પૂનમે ગાંધા એ આપેલું વ્યાખ્યાન. ‘શ્રીમદ્ અને ગાંધીજી', પૃ. ૭૨. ૨૯. વિ. સ. ૧૯૯૨માં કાકી ધૃતમે ગાંધીજીએ આપેલ વ્યાખ્યાન, પૃ. ૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org