________________
૫૯૪
શ્રીમદની જીવનસિદ્ધિ
વર્તણૂકને લીધે તેમનાં માતા-પિતાને ખૂબ દુઃખ થતું. તે વાત ફરતી ફરતી એક વખત શ્રીમદ્દ પાસે આવી. તે જાણીને શ્રીમદ્ અંબાલાલભાઈને પોતાની સેવામાંથી જવા આજ્ઞા
તેમના મનને સંતોષે. ગમે તે રીતે સામાને સમજાવીને રાજી રાખીને ધર્મ સાધ; દુભવણી ન કરવી. ૩૧
શ્રીમદે કરેલી આ આજ્ઞામાંથી સાચા ધર્મ શું છે તે સ્પષ્ટ સમજાય છે. વ્યક્તિએ જે જવાબદારી ઉપાડી હોય તેને પોતાનું દિલ ગમે તેટલું દુભાય તેપણુ, તે પૂરેપૂરી રીતે, સામાનું મન સંતેષાય તે રીતે, અદા કરવી જોઈએ. પોતાના નિમિત્ત અન્ય જીવને ક્લેશ ન થવો જોઈએ, છતાં આવી પડેલી પ્રવૃત્તિઓમાં એકરૂપ ન બનતાં પોતે તેનાથી ભિન્ન છે, તેવું ભેદજ્ઞાન પણ સતત રહેવું જોઈએ. પરમાર્થમાર્ગના પ્રેમને લીધે જરાક પણ બેદરકારી આવતાં, શ્રીમદ્ અંબાલાલભાઈને ચેતવ્યા હતા, અને સાચું માર્ગદર્શન કર્યું હતું. તે પછીથી આવી ચૂક તેમનાથી કદી થઈ નહોતી.
અંબાલાલભાઈની સ્મૃતિ ઘણુ તીવ્ર હતી. તેઓ યાદ રાખવા ધારેલી વાતચીત બેત્રણ દિવસે પણ અક્ષરશઃ કહી શક્તા. તેમની આવી સ્મરણશક્તિ શ્રીમદે પણ વખાણી હતી. વિ. સં. ૧લ્પ૫માં શ્રીમદે ઈડરના પહાડ ઉપર સાતે મુનિઓને કહેલું કે –
મુનિઓ ! જીવની વૃત્તિ તીવપણામાંથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિને કારણે લબ્ધિ પ્રગટાવે એવી હતી, તે એવી કે અમે ત્રણચાર કલાક બંધ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી લાવવા કહીએ તે તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. હાલ પ્રમાદ લોભાદિના કારણથી વૃત્તિ શિથિલ થઈ છે, અને તે દોષ તેમનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ થયા પહેલાં જાણતા હતા.”૩૨
અહીં શ્રીમદે અંબાલાલભાઈની સ્મૃતિ કેવી તીવ્ર હતી તેનો પરિચય આપવા સાથે વિ. સં. ૧૯૫૫માં તે શેડી શિથિલપણાને પામી હતી તે પણ જણાવ્યું છે. પણ દોષ દૂર થતાં તેમની એ સ્મૃતિ ફરી પાછી એવી જ બળવત્તર થવાની હતી, તે પણ તેમણે તે વખતે જણાવ્યું હતું. અને તેમ બન્યું પણ હતું. તેમની આટલી તીવ્ર સ્મૃતિ હતી તે કારણે અન્ય મુમુક્ષભાઈઓને શ્રીમદ્દનાં વચનોની નકલો મોકલવી, શ્રીમદ્દનાં વચને ઉતારવાં, અન્ય ગ્રાની નકલ કરવી વગેરે કાર્યો શ્રી અંબાલાલભાઈને શ્રીમદ્ સેપ્યાં હતાં. મોતીના દાણા જેવા સુંદર અક્ષર પણ તેમના કાર્યમાં એટલા જ મદદરૂપ હતા. સામાયિકમાં તેઓ આવું બધું કામ એકચિત્તે કરતા.
વિ. સં. ૧૫રના ચૈત્ર માસમાં શ્રીમદે, અંબાલાલભાઈને સુવચનો મોકલવા વિશે માર્ગદર્શન આપતાં લખ્યું હતું કે –
૩૧. “ઉપદેશામૃત”, આવૃત્તિ ૧, ૫. ર૭૮. ૩૨. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૨૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org