________________
૫૮૬
શ્રીમદ્દ્ની જીવનસહિ
જવાબદાર થયા, એટલે મારુ માન તેમના પ્રત્યે કેટલ' વધ્યું' હોવુ' જોઈ એ તેના ખ્યાલ વાંચનારને ક'ઈક આવશે. '૨૨
આ જ પ્રસ’ગ વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં વિરતારથી લખ્યુ છે કેઃ—
“ ઈસુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિતીય પુરુષ રૂપે નહાતો સ્વીકારી શકતો. ઈસુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યુ, પણ તેના મૃત્યુમાં કાંઈ શુદ્ઘ ચમત્કારી અસર હતી એમ મારુ' હૃદય સ્વીકારી નહાતુ શકતુ. ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી મને એવુ' ન મળ્યુ કે જે ખીજા ધર્મી એના જીવનમાંથી નહાતુ મળતુ. તેમનાં પરિવર્તન જેવાં જ પરિવર્તન ખીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ ખ્રિસ્તી સિદ્ધાંતોમાં મે અલૌકિકતા ન ભાળી. ત્યાગની દૃષ્ટિએ હિંદુ ધી એને ત્યાગ મને ચડતો જણાયા. ખ્રિસ્તી ધર્મીને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શકયો. ’
“ આ હૃદયમંથન મેં પ્રસંગો આવતાં ખ્રિસ્તી મિત્રોની પાસે મૂક્યું. તેના જવાબ તે મને સતોષે તેવા ન આપી શકથા,’’
66
પણ હું જેમ ખ્રિસ્તી ધર્મના સ્વીકાર ન કરી શકો, તેમ હિંદુ ધર્મની સ પૂર્ણતા વિષે અથવા તેના સર્વોપરિપણા વિષે પણ હું ત્યારે નિશ્ચય ન કરી શક્યો. હિંદુ ધર્મની ત્રુટીએ મારી નજર આગળ તર્યા કરતી હતી. અસ્પૃશ્યતા જે હિંદુ ધર્મનું અંગ હાય, તો તે સડેલ' ને વધારાનું અંગ જાણવું. અનેક સંપ્રદાયા, અનેક નાતજાતોની હસ્તી હું સમજી ન શકચો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણીત તો બાઈબલ અને કુરાન કાં નહિ ? ”
“ જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા, તેમ મુસલમાન મિત્રોના પણ પ્રયત્ન હતો. અબ્દુલા શેઠે મને ઇસ્લામના અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની પૃષીએની ચર્ચા તો કર્યા જ કરે.”
“ મે* મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિ‘દુસ્તાનના બીજા ધર્મ શાસ્ત્રીએ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યેા. તેમના જવાબ ફરી વળ્યા. રાયચ'દભાઈના પત્રથી મને કઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુ ધર્મના ઊંડે અભ્યાસ કરવા ભલામણ કરી...તેમણે કેટલાંક પુસ્તકો માકલ્યાં, તે પણ મેં વાંચ્યાં. તેમાં ૫'ચીકરણ, મણિરત્નમાળા, યેાગવાશિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ, હરિભદ્રસૂરિનુ ષદર્શીનસમુચ્ચય ઇત્યાદિ હતાં...
“ ખ્રિસ્તી ભાઈ એએ મારી જિજ્ઞાસા બહુ તીવ્ર કરી મૂકી હતી. તે કેમે શમે તેમ નહેાતી...તેમના સબંધે મને જાગ્રત રાખ્યા. જે કંઈ વખત ખચતો તેના ઉપયાગ હું ધાર્મિક વાંચનમાં કરતો. મારા પત્રવ્યવહાર જારી રહ્યો હતો. રાયચ‘દભાઈ મને ૨૨. ગાંધીજીએ લખેલી પ્રસ્તાવના શ્રીમદ અને ગાંધીજી ’', પૃ. ૪,
.*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org