________________
૫૮૮
શ્રીમદની જીવનસિદ્ધિ તે પછી જગતમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મો વિષેના કેટલાક પ્રશ્નોના ઉત્તરો શ્રીમદ આપ્યા છે. આયધર્મ, વેદની ઉત્પત્તિ, ગીતા કે વેદ ઈશ્વરકૃત કઈ રીતે ન હોઈ શકે, પશુ આદિના યજ્ઞથી પુણ્ય ન મળે વગેરેની વિચારણું શ્રીમદે જણાવી છે. એ જ રીતે જૈન, બૌદ્ધ, વેદાંત વગેરે પત્ય ધર્મની સ્થિતિ શ્રીમદે કેટલાક પ્રશ્નના ઉત્તરમાં જણાવી છે. રામાવતાર કે કષ્ણાવતારને ઈશ્વર ગણવાથી કેવા દોષ આવે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનેપુરાણુના સ્વરૂપે સ્વીકારતાં કેવા ગૂંચવાડા ઊભા થાય, તે સર્વની છણાવટ શ્રીમદે તાર્કિક રીતે કરી છે. અને આ બધા સાથે ખ્રિસ્તીધમ એ સર્વોપરી ધર્મ નથી, તેમાં પણ ઘણું દોષ પ્રવર્તે છે, તે પિતાને અભિપ્રાય શ્રીમદે દષ્ટાંતે દ્વારા સમજાવ્યો છે, જે પ્રતીતિકર છે.
ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોના શ્રીમદે આપેલા ઉત્તરે આપણે વાંચીએ ત્યારે તેમાં તેમની સત્યપ્રિયતા તરત જ નજરે ચડે છે. સર્વધર્મને પોતાના જ્ઞાન તથા અનુભવની કેસેટીએ ચડાવ્યા પછી જ તેમણે જૈન ધર્મને શ્રેષ્ઠ ગણ્ય હતું. તેમ છતાં બીજા કેઈ પણ ધર્મ પ્રત્યે તેમણે અનાદર સેવ્યો ન હતો. પ્રત્યેક ધર્મના સારા અશો સ્વીકાર્યા પછી, તેના દોષ દર્શાવવા તેઓ એટલી નમ્ર અને સચોટ ભાષા વાપરતા કે તેમનું લખાણ વાચકને તે વિષે વિચારતા કરી મૂકે. વળી, શ્રીમદ્દ પિતાનાં લખાણમાં કયાંય અસંદિગ્ધતા રહેવા દેતા નહિ; એટલું જ નહિ તેઓ શંકાનું સમાધાન કરતી વખતે, જીવ પોતે વિચાર કરીને યોગ્ય નિર્ણય પર આવી શકે એ રીતે આંગળી ચીંધીને ખસી જવાનું કાર્ય પણ કરતા. શ્રીમદ્દે આપેલો, “સર્વ ધર્મની ઉત્પત્તિ વેદમાંથી છે ?” એ પ્રશ્ન કે “સર્પ કરડવા આવે ત્યારે તેને મારી નાખવો કે જીવ જતે કરે ?” એ પ્રશ્ન કે એવા બીજા પ્રશ્નના ઉત્તરો આનાં સુંદર ઉદાહરણ છે. સર્પ વિશેના પ્રશ્નમાં સ્પષ્ટ અભિપ્રાય ન આપતાં શ્રીમદ જીવની યોગ્યતાના પ્રમાણમાં અહિંસા પાળવાનું ઉદ્દબોધન કરે છે. દેહ પરનું મમત્વ ટળી ગયું હોય તે, દેહ જતો કરવાની ભલામણ કરે છે. અને મમત્વ ન ટળ્યું હોય તો તે મમત્વભાવ પષતાં કેવું હાનિકારક પરિણામ આવે છે તેનું ચિત્ર બતાવે છે, જેથી જીવ પોતે જ એગ્ય માર્ગ પસંદ કરી લે. તેમને માટે ગાંધીજી “શ્રીમદ્ રાજચંદ્રની પ્રસ્તાવનામાં લખે છે કે –
“રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો... મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તે કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબ જોઈ એ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું.”૨૪
શ્રીમદ્દ માટે ગાંધીજીએ દર્શાવેલા આ અભિપ્રાય, શ્રીમદે આપેલા ઉત્તર વાંચતાં, સાર્થક થતું જણાય છે.
શ્રીમદ્ ગાંધીજી ઉપર લખેલા આ લાંબા પત્ર ઉપરાંત બીજા બે પત્રો મળે છે. તેમાંના એક પત્રમાં શ્રીમદ્ આત્માનાં છ પદ સમજવાની અગત્ય બતાવી છે, અને બીજામાં જ્ઞાતિવ્યવહારની આવશ્યક્તાનો પ્રશ્ન જુદા જુદા દૃષ્ટિબિંદુથી ચર્યો છે. પોતાના ખ્રિસ્તી તેમ
૨. પ્રસ્તાવના, પ્રકરણ ૫, “શ્રીમદ્દ અને ગાંધીજી", પૃ. ૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org