________________
શ્રીમદ્ની જીવનસિદ્ધિ
આમ પહેલી જ મુલાકાતથી ગાંધીજી શ્રીમદ્ પ્રત્યે આકર્ષાયા, તેમના વિલાયતના પવન હળવા પડયો, અને જ્ઞાન મેળવવા વિલાયત જવુ· પડે તે તેમની માન્યતા શ્રીમના મેળાપથી દૂર થઈ.
૫૮૪
તે પછીથી ગાંધીજી વકીલાતની શરૂઆત કરવા મુંબઈમાં જ રોકાયા. તે દરમ્યાન તેઓ શ્રીમને વાર‘વાર તેમની પેઢી પર મળતા. તે વખતે તેમનામાં ધર્મજિજ્ઞાસા બહુ ન હતી, પણ સામાન્ય જીવનમાંથી ઊઠતા અનેક પ્રશ્નોનું ધર્મની દૃષ્ટિએ નિરાકરણ શ્રીમદ્ અહુ સારી રીતે કરતા, એટલે ગાંધીજીને તેમનુ માર્ગદર્શન બહુ મદદરૂપ થતુ. વળી, શ્રીમના મેળાપ વખતે તેમની રહેણીકરણીનુ ખારીકાઈથી અવલાકન કરતા. અને તેમાં શ્રીમદ્નના ગુણા જોઈ તેમના પ્રત્યેના ગાંધીજીના આદર ઉત્તરાત્તર વધતા ગયા. તે ગુણાને પેાતાનામાં ઉતારવા ગાંધીજી મથતા. આથી તે પત્ર લખતી વખતે શ્રીમદ્ તેમને “ગુણગ્રાહી ” એવુ... સાક સ બેાધન કરતા. એ અવલેાકન દ્વારા પેાતાના પર શ્રીમદ્ની કેવી છાપ પડી હતી, તેનુ... વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કેઃ-~
બાહ્યાડ'બરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતા. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરકેાઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાના પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવુ" કેવુ" કઠિન છે, એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી. ’૨૦
66
પેાતે હજારાના વેપાર ખેડતા, હીરામેાતીની પારખ કરતા, વેપારના કાયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમના વિષય નહેાતી. તેમના વિષય - તેમના પુરુષાર્થ — તા આત્મઓળખ હરિદર્શનના હતા. પેાતાની પેઢી ઉપર ખીજી વસ્તુ હાય યા ન હોય, પણ કાઈ ને કાઈ ધર્મ પુસ્તક અને રાજનીશી હાય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે.. ”
66
“ જે મનુષ્ય લાખાના સેાદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતા લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ, પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતના અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલા. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશે! સ્વાથ નહેાતે.
27
66
તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારિસ્ટર હતા. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચુ ત્યારે મારી સાથે ધ વાર્તા સિવાય ખીજી વાર્તા ન જ કરે. આ વેળા મે' મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતા એમ પણ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતા.
૨૦. ગાંધીજીની પ્રસ્તાવના : શ્રીમદ્ અને ગાંધીજી પૃ. ૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org